RSS

(૩૫૭)અમદાવાદમાં સુરેશભાઈ જાની સાથે સ્નેહસંધ્યા – સભા.

08 Dec
(૩૫૭)અમદાવાદમાં સુરેશભાઈ જાની સાથે સ્નેહસંધ્યા – સભા.

ગુજરાતી સાહિત્યપ્રેમી સ્નેહસંમેલન – ૨

અમદાવાદનાં સ્થાનિક અને આસપાસના નજીકના વિસ્તારોનાં ગુજરાતી બ્લૉગર-સાહિત્યકાર-સાહિત્યરસિક, વ્હાલાં ભાઈબહેનો,

આપ અને આપનાં પરિવારજનો કુશળ હશો.

ચાલુ વર્ષે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા દરમિયાન કાર્યદિવસ (Working Day)ના કારણે અંશતઃ સફળ એવું આપણું પ્રથમ સ્નેહસંમેલન શ્રી જુગલકિશોરભાઈ વ્યાસ અને વલીભાઈ મુસાના યજમાનપદે અમારી મિરઝાપુર ખાતેની ‘હૉટલ સફર ઈન’માં   યોજાયું હતું. સદરહુ સભાનો અહેવાલ જુ-ભાઈના બ્લૉગ ઉપર  “એ ‘સભા’ કરતાંય ઘણું વિશેષ બની રહી…”  શીર્ષકે મુકાયો હતો.

કરોળિયાના પુનરાવર્તિત પ્રયત્નની જેમ અમે આપણું દ્વિતીય સ્નેહસંમેલન તા.૧૬-૧૨-૨૦૧૨ ને રવિવારના રોજ સાંજે ૪-૦૦ કલાકે કોચરબ આશ્રમ ખાતે ફરી વાર વલીભાઈ મુસાની જ સ્પોન્સરશીપ હેઠળ  પ્રયોજ્યું છે.  આ  કાર્યક્રમની   બહોળી  પ્રસિદ્ધિ   માટે  મિત્રોના બ્લૉગ,ઈમેઈલ,  ટેલિફોનિક સંપર્ક અને  અન્યોન્ય  થકી  માહિતીની  આપલેનાં  માધ્યમો ઉપર જ મદાર રાખ્યો છે.

આ આપણું સહજ, બિનસત્તાવાર અને અસંગઠિત ગઠબંધન હોઈ આપણે કોઈ સત્તાવાર સંસ્થાના જેવાં આવશ્યક  ઘટકતત્વો ધરાવતાં નથી. આ જ પ્રકારનું સંભવિત આગામી તૃતીય સંમેલન યોજવાના પ્રસંગે   આગોતરી  જાણ  કરવાના  હેતુસર  કાપલીમાં  પોતાનું  નામ, સરનામું, ટેલિફોન/મોબાઈલ   નંબર,  ઈમેઈલ   Id,   બ્લૉગનું    ટાઈટલ/ લિંક   અને    વિશેષ   કોઈ    માહિતી   હોય  તો  તે  લખી લાવવામાં   આવે    તેવી અપેક્ષા રાખવામાં    આવે    છે.  સભાની    બેઠક વ્યવસ્થા   અને   અન્ય આયોજનના હેતુસર   નીચેના   સંપર્કસ્રોતોએ  તા.૧૫-૧૨-૨૦૧૨ સુધીમાં પોતાની હાજરી હોવા અંગેની આગોતરી જાણ કરવા વિનંતી છે.

વલીભાઈ મુસા : musawilliam@gmail.com અને 93279 55577 (Mob.)

જુગલકિશોર વ્યાસ : jjugalkishor@gmail.com  અને 9428802482 (Mob.)

હરીશભાઈ દવે :  thinklife11@yahoo.com   અને 079 26853462

જો નોંધપાત્ર હાજરી થવાની શક્યતા જણાશે તો આપને અમારી એક સંભવિત Surprise (સાનંદાશ્ચર્ય) આપવાની તમન્ના છે. જોઈએ વારુ, અમને આમાં કેવી સફળતા મળે છે !

અમને આશા જ નહિ, પરંતુ વિશ્વાસ પણ છે કે આપ સૌ આ કાર્યક્રમની સફળતા માટે આપની હાજરી માત્રથી યોગદાન આપી આભારી કરશો.

આપના ગુણાનુરાગી,

જુગલકિશોર વ્યાસ
વલીભાઈ મુસા

હરીશભાઈ દવે

 
7 Comments

Posted by on December 8, 2012 in લેખ

 

7 responses to “(૩૫૭)અમદાવાદમાં સુરેશભાઈ જાની સાથે સ્નેહસંધ્યા – સભા.

  1. P.K.Davda

    December 8, 2012 at 7:01 pm

    શ્રી જુગલકિશોરભાઈ, શ્રી વલીભાઈ અને શ્રી હરીશભાઈ દવે,
    આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. શ્રી જુગલકિશોરભાઈ અને શ્રી વલીભાઈ મારા પરિચિત છે, શ્રી હરીશભાઈ દવે નો પરિચય મેળવી લઈશ.
    કાર્યક્રમને મૉટી સફળતા મળશે એમા કોઈ શક નથી.
    શુભેચ્છા સાથે,
    પી.કે. દાવડા

    Like

     
  2. kanakraval

    December 8, 2012 at 8:38 pm

    સુજાની ગેરહાજરી અમારે માટે અંહી દરિયાપારે જરા સાલે છે પણ આપ સૌની બિરાદરી સંભાળવા થોડો વખત અણોજો કબુલ કર્યો છે. તેમની સાથેની તમારી મિજલસ ચમકદાર બની રહે તેવી શુભેચ્છાઓ.
    તેની વિડિયો થઈ શકેતો જરુર યુ-ટ્યુબ પર મોકલશો. એક જરા નાજુક વાત -તમારી પાસે માઈકની વ્યવસ્થા ના હોયતો
    સુજાનો બુલંદી અવાજ બારેજડી સુધીતો સહેલાઈથી પહોંચશે -કનકભાઈ

    Like

     
  3. pragnaju

    December 8, 2012 at 9:05 pm

    ખૂબ અભિનંદન
    પ્રોગ્રામની યુ ટ્યુબ માણવાની રાહ જોઇએ

    Like

     
  4. Dilip Gajjar

    December 8, 2012 at 10:34 pm

    આ વલીભાઈ, ખુબ ખુબ અભિનંદન કાર્યક્રમ સફળ થાશેર અને આપ તથા સુરેશભાઈ તથા અન્ય સાહિત્ય પ્રેમીઓ સુંદર કામ કરો છો તે માટે અમારી શુભેચ્છા છે જ આ વર્ષે ભારત આવવાનું નથી બન્યું ..નહિ તો અવશ્ય લાભ લેવાતે ..પણ આપ જરૂરથી વિડીઓ અને તસ્વિત અને અહેવાલ રજુ કરશો
    દિલીપ ગજ્જર

    Like

     
  5. chandravadan

    December 10, 2012 at 9:14 am

    Valibhai,
    Nice to know of the SNEHMILAN.
    In this will be SURESH JANI too.
    I wish all the BEST for the day !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

     
  6. Bhushan Punani

    December 11, 2012 at 10:24 am

    Dear Shri Vallibhai,

    Greetings!! Thank you very much for inviting me on the occasion of Sneh Sandhya in the honour of Shri Sureshabhai. It would be my great pleasure to attend the event and to mee all of you and specially Shri Sureshbhai.

    Best wishes,

    Bhushan Punani,
    Blind People’s Association
    Ahmedbad

    Like

     
  7. dhavalrajgeera

    December 23, 2012 at 12:37 pm

    શ્રી શ્રી વલીભાઈ,

    શ્રી,જુગલકિશોરભાઈ,અને શ્રી હરીશભાઈ દવે,
    આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.
    ભાઈ સુરેશ, આવવાનું નથી બન્યું ..નહિ તો અવશ્ય લાભ લેવાતે!
    We were visiting Jitubhai’s Family and Just returned back Home with Our sisters Dr.Bhanuben and Jyotiben.
    We will be celebrating our sister’s 86th Birthday on December 24th this year in Wakefield,MA.
    We wish all to join and Valibhai too.
    We are happy that from http://www.bpaindia.org Dr.Bhushan joined the event.
    Our regards and love tp all.

    Rajendra Trivedi, M.D.
    Dhavalrajgeera

    p.s.
    Hope you send us a picture if not the DVD !!

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: