
આજે ૧લી એપ્રિલ છતાં આ નોંધ મારા સુજ્ઞ વાચકો સમક્ષ મૂકવાનું સાહસ એટલા માટે ખેડી રહ્યો છું કે મારા વાચકો પૈકીના બેપાંચ જણ પણ મૂર્ખ બનવાના ભયને કોરાણે મૂકીને તેને વાંચશે જ. હવે મારી નોંધ લખવા પહેલાં થોડી પૂર્વભૂમિકા આપી દઉં તો હાલમાં ‘સરસ્વતીચંદ્ર’ સિરિયલ ચાલી રહી છે. મારા એમ.એ.ના અભ્યાસકાળ દરમિયાન મુખ્ય ગુજરાતી વિષયમાં આ નવલકથા ભણવામાં આવતી હતી. મારા પૂરક વાંચન તરીકે ‘ગોવર્ધનરામ – એક અધ્યયન’નો તલસ્પર્શી અભ્યાસ કરવાનું બન્યું હતું, જેમાં લેખકે કયા પાત્રને ક્યાંથી લીધું હતું તેના સંશોધનની રસપ્રદ વાતો તેમાં વાંચવા મળી હતી.
હવે મુખ્ય વાતે આવું તો ૬ઠ્ઠી માર્ચથી શરૂ થએલા મારા બ્લોગ ‘વલદાનો વાર્તાવૈભવ’ માં નવીન જે વાર્તાઓ આપી રહ્યો છું, તેમાંની મોટા ભાગની વાર્તાઓ ઓછા કે વધતા અંશે સત્ય ઘટના ઉપર આધારિત છે. ભવિષ્યે કોઈ આપત્તિનો ભોગ ન બનવું પડે તે માટે મેં પાત્રોનાં નામ, સ્થળ અને ઘટનાકાળને બદલ્યાં હતાં. આમ છતાંય મને લાગ્યું કે જે તે પાત્રો જો હયાત હોય તો તેઓનો અથવા જે તે પાત્રો હયાત ન હોય તો તેમનાં સગાંસંબંધીઓનો મારે સંપર્ક સાધવો જોઈએ અને જો તેઓ સંમતિ આપે તો મારા સુજ્ઞ વાચકોને તેમના ફોટોગ્રાફ બતાવવા જોઈએ. હવે ખુશીની એ વાત જાહેર કરું છું મને મારી નીચેની વાર્તાઓ માટેના જે તે પાત્રોના ફોટોગ્રાફ મળી ગયા છે અને લગતા વળગતા જે તે ઈસમોએ મારા બ્લોગ ઉપર તેમને પ્રદર્શિત કરવાની મને સંમતિ પણ આપી દીધી છે. ફોટાઓની વિગત નીચે મુજબ છે : –
(૧) ‘આ તો સુલેમાન ચાચાની ઘોડાગાડી છે !’ માંની ઘોડાગાડીને તેમના વારસદારો વડે સંભારણા તરીકે પોતાના વતનમાં જ સાચવી રાખવામાં આવેલી એ જ ઘોડાગાડીનો ફોટોગ્રાફ.
(૨) ‘ભ્રમ ખોટો પડ્યો !’ માંના મિ. શૈલેષનો હાલનો તેમની આધેડ વયનો ફોટોગ્રાફ કે જેમાં તેમના માથાના અડધા જેટલા વાળ સફેદ થઈ ગએલા જોઈ શકાશે.
(૩)‘જોગાનુજોગ’ માંના ભાઈશ્રી લક્ષ્મણ, તેમનાં પત્ની ઊર્મિલા, તેમની પિત્રાઈ બહેન ગીતા, પુત્રી તન્વી અને પુત્ર ઉમંગ એમ એ બધાંયનો એ વખતનો જૂનો સંયુક્ત (Group) ફોટો; આ બધાં નામો બદલી નાખવામાં આવ્યાં હતાં પણ તેમણે પોતાનાં મૂળ નામો જાહેર કરવાની સંમતિ આપી દીધી હોઈ અત્રે જણાવી દઉં તો તેમનાં ખરેખરાં મૂળ નામો અનુક્રમે રણછોડભાઈ, રમિલાબેન, શ્વેતા, મયુરી અને જિગર છે.
(૪) મારી બે ભાગમાં વાર્તા ‘પીરા યારા’ માંની હોટલ – ‘Hotel Royal Masindi’ નો ફોટોગ્રાફ તથા એ વાર્તાના નાયક ‘પીરા યારા’નો ફોટોગ્રાફ.
આશા રાખું કે આ બધા ફોટોગ્રાફ જોઈને તમારાં કલ્પનાચક્ષુઓ સમક્ષ જે તે પાત્રો કે પદાર્થોએ જે કોઈ આકાર લીધો હશે તેની આ ફોટાઓ સાથેની સરખામણી કરવાનો આનંદ તમે લૂંટી શકશો.
-વલીભાઈ મુસા
નોંધ :- ઉપરોક્ત ફોટાઓ Hard Copy માં હોઈ તેમનું Scanning કરવામાં કંઈક ટેકનિકલ ખામી સર્જાતાં આશા છે કે મોડામાં મોડા રાત્રિના બાર વાગ્યા સુધીમાં આ ફોટાઓ મુકાઈ જશે. જો આમાં નિષ્ફળતા મળે તો કદાચ આપને આગામી વર્ષના આ જ દિવસ સુધી પ્રતીક્ષા કરવી પણ પડે !!!
સુરેશ જાની
April 1, 2013 at 11:54 am
જય એફૂ !!
LikeLike
Vinod R. Patel
April 1, 2013 at 6:00 pm
શ્રી વલીભાઈની આગવી રીતે પહેલી એપ્રિલે બનાવ્યા સૌને એપ્રિલ ફૂલ .
શોધ્યા જ કરો ફોટાઓ આવતી પહેલી એપ્રિલ સુધી ….
LikeLike
chandravadan
April 1, 2013 at 10:30 pm
APRIL FOOL Nu Ful Nu Vanchan Karyu !
Have Bija Ful Mate 2014Na FulNa DivasNi Rah Jovi Padashe !
Dr. Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Avya..Fari Avjo Chandrapukar Par..Valibhai
LikeLike