RSS

(374) On the Eve of the 6th Anniversary of my Blog “William’s Tales”

04 May
(374) On the Eve of the 6th Anniversary of my Blog “William’s Tales”

(બ્લોગરને માફ કરીને વાંચશો, કેમ કે અહીં ગુજરાતી ભાષાના મહિમાની વાત કરવાની છે અને લખાણનો પહેલો જ ફકરો ગુ-glish માં લખવામાં આવનાર છે. આનું કારણ સ્વયંસ્પષ્ટ હોઈ હું તેનો કોઈ ખુલાસો આપતો નથી.)  

મારા બ્લોગ – “William’s Tales” ના નિયમિત વાચકો છેલ્લા કેટલાક મહિનાથી મારા Home Page ઉપરના Right Side Bar ઉપર દિવસોનું Count  down બતાવતા Milestone ના મારા Widget માં The Big Day / May 5th 2013  જોતા આવ્યા હશે. મારા મનથી મારો એ મોટો દિવસ મારી અંગત બાબતને લગતો હતો, જે જાહેર થઈ ગયો હોઈ તે વિષે તો તમે મારા આ પ્રારંભિક લખાણ પછી તરત જ વાંચી શકશો. પરંતુ અહીં હું જે દર્શાવી રહ્યો છું, તે મારી પેલી અંગત બાબત કરતાં વધારે મહત્ત્વ ધરાવે છે. આમ આજના દિવસનો મહિમા વધી જાય છે.

યુ.કે.માં વસતા આપણા ગુજરાતીજનો  ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા ગુજરાત રાજ્યની સ્થાપનાના દિવસ ૧લી મેને ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ’ તરીકે ઊજવે છે. આ દિવસની ઊજવણીના ભાગ રૂપે ઓણ સાલ ૫મી મે ૨૦૧૩ના રોજ અકાદમી ગુજરાતી ડાયસ્પોરાના અમેરિકાનિવાસી બે મુલાકાતી સર્જકો : પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં અકાદમીની વેબસાઈટ www.glauk.org  નું વિધિવત્ મંગલાચરણ પણ થવાનું હતું. ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.) ના પ્રમુખશ્રી વિપુલભાઈ કલ્યાણીજીએ અકાદમી વતી જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું.

આમ તો હું જો કદાચ ખોટો ન હોઉં તો અહીં ભારત ખાતે ગુજરાતમાં તો  ૨૪મી ઓગસ્ટને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે કોઈ ગુજરાતી સાહિત્યિક સંસ્થાએ જાહેર કર્યો છે. આ દિવસ એટલે વીર નર્મદનો જન્મદિવસ. યુ.કે.નિવાસીઓ કદાચ પહેલાંથી જ ૧લી મેને ‘આં.રા.ગુ.દિ.’ તરીકે ઊજવતા આવ્યા હોય અને ૨૪મી ઓગસ્ટને અહીં ખાતે પાછળથી ‘વિ.ગુ.ભા.દિ.’ તરીકે જાહેર કરવામાં આવ્યો હોય. જે હોય તે, પણ કહેવાનું તાત્પર્ય એ કે છે કે આ બંને દિવસોને ઔપચારિક રીતે નહિ પણ સાચા અર્થમાં ઊજવવામાં આવે તે સમયની તાતી માગ છે. આપણી ગુજરાત સરકારે પણ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ની ઊજવણીને પ્રોત્સાહન આપવું જોઈએ અને શાળાઓ કે મહાશાળાઓએ અવનવા કાર્યક્રમો આપીને ગુજરાતી ભાષાના પ્રચાર, પ્રસાર અને વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

આજના દિવસે શરૂ કરાએલા મારા પોતાના બ્લોગ કરતાં વધારે મહ્તવની આ વાતને મારા આગળ આવનારા લખાણની પહેલાં મૂકીને હું માતૃભાષાને ગૌરવ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મારા William’s Tales” દ્વિભાષી બ્લોગ અંગે મેં ક્યાંક લખ્યું છે કે ‘ગુજરાતી પ્રત્યે માતા જેટલો જ મારો પ્રેમ હોવા છતાં મારાં લખાણોને વિશ્વફલક સુધી પહોંચાડવા માટે મેં થોડોક અંગ્રેજીનો સહારો લીધો છે.’ અમેરિકા અને કેનેડામાં સ્થાયી થએલાં મારા જ કુટુંબનાં ઊછરતાં સંતાનો માટે મે મારા કેટલાય લેખોને (મારા બે વર્ષના અંગ્રેજીમાં જ બ્લોગીંગ પછી) બંને ભાષાઓમાં પરસ્પર અનુવાદિત કર્યા છે કે જેથી તેઓ પ્રથમ અંગ્રેજીમાં સમજી લીધા પછી તેમને ગુજરાતીમાં વાંચીને સમજવાનો પ્રયત્ન કરે. વળી છેલ્લાં ચારેક વર્ષ દરમિયાન મેં કેટલાય લેખોને સીધા ગુજરાતીમાં પણ આપ્યા છે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં સ્થાનિક અને બિનનિવાસી એવાં બાળકો માટે શરૂ કરવામાં આવેલા મારા એક નવીન બ્લોગની વાત નીચેના અંગ્રેજી લખાણમાં આવશે એટલે અહીં હું તેનો ઉલ્લેખ કરતો નથી. ધન્યવાદ.

= = = = = =

Dear Blogger & Netter friends,

Some time ago, I had marked, on the right side bar of my Home Page, the words “The Big Day – May 05th, 2013” just for your curiosity on your part. This day is nothing but the day of the year 2007 when I had started my Blog titled as “William’s Tales” exclusively in English as I had no knowledge then that Articles can be written in other than English language. During the course of initial two years, I had posted 100 Articles in English except some Gujarati Short Stories of mine in PDF attachments with their introductory prefaces in English.

Further, during  the course of next three years from May 2009 to May 2012, I had added some 220 posts on my blog converted to bilingual pattern then. They were both in Gujarati and English, some directly written in respective languages and some mutually translated. Now, looking towards the sixth year of my blogging activity, I admit with openness  of my heart that I haven’t done  any extra ordinary activity on my blog. Out of some 50 posts, most of them are written under the titles as ‘Best of 5 years ago this month’ and ‘My quoted Quotes in my Posts’. You cannot find any new creativity in such posts as they are as old honey in new labeled bottles.

There are some fresh posts also such as ‘My Gujarati Haikus’, ‘A post of my self-introduction -Maari Kalame HuN’*, ‘A Chapter on the life of Dr. Chandravadan Mistri of California (USA)’, ‘Two posts of criticism respectively one for the E-Book of Gujarati poetry by Mr. Ramesh Patel of USA and the other on myself under the Gujarati title as (HuN Ja Maaro Vivechak!)**’. A humorous Gujarati post under the title ‘Welcome, welcome’ written as a guest blogger for a renowned Gujarati  Blog ‘Haasya Darbar’ has been reblogged  on my Blog.

As per my previous assurance somewhere, I have fulfilled my words of publishing my E-Books. I have published E-Books in number of 13, out of which there are 10 in Gujarati and 3 in English. These books cover most of the posts published on my blog in various categories and kinds of literature. They are published through a publishing house of Pune named BookGanga (MyVishwa Technologies Pvt. Ltd.). My prime motive behind publishing e-books is to preserve my entire creation at one place in electronic form for my future use while going for publishing them in physical printed books.  Just for your kind knowledge, I catalogue below the  List of my E-Books with their Links to preview them.

(1)  Halva Mijaje (Gujarati Essays) – હળવા મિજાજે

(2)  In Changing Moods (English Essays)  —

(3)  In Light Mood (English Essays)

(4)  In Thoughtful Mood (English Essays)

(5)  Jalsamadhi (Gujarati Short Stories) – જલસમાધિ

(6)  Maari Kanta (Gujarati Short Stories) – મારી કાન્તા

(7)  Muj Kavitadan (Gujarati Poetry) – મુજ કવિતડાં

(8)  Parivartit MIjaje (Gujarati Essays) – પરિવર્તિત મિજાજે

(9)  Prasannaa Mijaje (Gujarati Articles/Lekha) – પ્રસન્ન મિજાજે

(10) Sambhavi Mijaje (Gujarati Literature/Criticism) – સમભાવી મિજાજે

(11) Vicharshil Mijaje (Gujarati Essays) – વિચારશીલ મિજાજે

(12) Vyangya Kavan (Gujarati Humorous Poetry) – વ્યંગ્ય કવન

(13) Williamana Hasya Hayku (Gujarati Poetry/Hayaku) – વિલિયમનાં હાસ્ય હાઈકુ

While summing up, I have great pleasure to announce that I have started  an additional Blog on March 06, 2013 titled as ‘Valda – no – Vartavaibhav’ (વલદાનો વાર્તાવૈભવ) exclusively for my Gujarati Short Stories. It was a special day for me as it was the Ninth Birthday of my beloved grandson Aabisali, the most junior member in our united family. This Blog has been dedicated to him keeping into my mind my aim that he and such other pupils like him studying in English Medium Schools or residing in foreign countries  should read such Gujarati stories with interest  to remain in constant  acquaintance and close contact with Mother Tongue Gujarati.

-Valibhai Musa

Note : – * મારી કલમે હું //  ** હું જ મારો વિવેચક!

 
3 Comments

Posted by on May 4, 2013 in Anniversary, Article, Miscellaneous

 

Tags: , , , , ,

3 responses to “(374) On the Eve of the 6th Anniversary of my Blog “William’s Tales”

 1. ASHOK M VAISHNAV

  May 5, 2013 at 3:59 am

  ૬ઠ્ઠો બ્લોગજન્મદિવસ મુબારક.

  Like

   
 2. chandravadan

  May 5, 2013 at 1:58 pm

  First…Let me congratulate you, Valibhai for 6th Anniversary of your Original Blog “William’s Tales”.
  As read the Post….your journey on the Blog gave the opportunity to read your THOUGHTS in English & Gujarati. Your command for both is superb, and I aways enjoy your “probing”the readers to the deeper message that you desire to convey. Keep it up !
  Your New Blog is nice too.
  Your publication of the E-Books will preserve your thoughts for the Readers to read later on.
  Thanks for your visits/comments on Chandrapukar.
  Before this Comment, I clicked on a a LINK for a Post on me(which I had not read)..I read it..so wonderfully written. Thanks for that !
  May you be Healthy & may we see MORE of you on your Blogs !
  Best Wishes Always !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to read CHANDRA CHALISA Post on Chandrapukar !
  Hope to see you !

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: