RSS

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

15 May
(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

Click here to read in English

મારા મિત્ર શરદ શાહે, થોડા સમય પહેલાં મારા આ પ્રકારના લેખ – વિલિયમ વર્ડ્ઝવર્થ (William Wordsworth)નું અંગ્રેજી કાવ્ય ‘We Are Seven’ (અમે સાત) ઉપર ટિપ્પ્ણી કરી હતી. તેમના અભિપ્રાય મુજબ, ગુજરાતી કે હિંદી કે ભારતની કોઇ પણ પ્રાંતીય ભાષાઓમાં લખાતી કવિતાઓમાં અંગ્રેજીમાં લખાતી કવિતાઓ કરતાં વધારે રસ અને સૌંદર્ય હોય છે. જેના જવાબમાં મારું કહેવું હતું કે કોઇ એક ભાષામાં બીજી ભાષાઓ કરતાં વધારે સારું સાહિત્ય થતું જ હોય છે, તેવું સર્વસામાન્ય તારણ કાઢી લેવું ઉચિત નથી. ભારતીય ભાષાઓનું સાહિત્ય બહુ જ ઉત્કૃષ્ટ હોવા છતાં વૈશ્વિક સ્તરે તેનો બહુ પ્રસાર નથી થયો તે સાચું છે. જે સાહિત્ય અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં લખાય કે તેમાં અનુવાદિત થાય તે  સાહિત્યને જ વૈશ્વિક ક્ષેત્રે પ્રસિધ્ધિ મળવાની શક્યતાઓ વધારે રહે છે અને તેમ થવું એ સ્વાભાવિક પણ છે.

અંગ્રેજીમાં જેનો અનુવાદ ‘The Flute Vendor’ શિર્ષક હેઠળ થયો છે, તે સ્વર્ગસ્થ શ્રી ઉમાશંકર જોશી (૧૯૧૧-૧૯૮૮)નાં મૂળ ગુજરાતી કાવ્ય “વાંસળી વેચનારો’નું રસદર્શન કરાવવાનું મેં આજે નક્કી કર્યું છે. જ્યારે જ્યારે પણ ગુજરાતી ભાષા અને તેના સાહિત્યની ક્યાંય પણ ચર્ચા થતી હશે , ત્યારે ત્યારે  શ્રી ઉમાશંકર જોશીના નામનો ઉલ્લેખ થયા વિના રહેશે નહિ. તેઓશ્રી લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. સાહિત્ય ક્ષેત્રનાં કંઇ કેટલાંય સન્માનો અને ખિતાબો તેમને મળ્યાં છે.

એક આડવાત તરીકે હું આપને જાણ કરવાની લાલચ રોકી નથી શકતો કે મારા અનુસ્નાતક કક્ષાના અભ્યાસકાળ દરમ્યાન, મહાવિદ્યાલયના વાર્ષિકોત્સવના ભાગ રૂપે યોજાયેલ શીઘ્ર વક્તવ્ય સ્પર્ધામાં  બીજું સ્થાન પ્રાપ્ત કર્યાનું પ્રમાણપત્ર તે ઉત્સવના મુખ્ય મહેમાન એવા શ્રી ઉમાશંકર જોશીના હાથે મેં મેળવ્યું હતું. અજાણ વિષયની ચિઠ્ઠીવાળા પરબીડિયામાં તે દિવસે મારે ભાગે “આજે જો મહાત્મા ગાંધી હયાત હોત તો…’ એ વિષય ઉપર બોલવાનું થયું હતું.

આપણે કાવ્યની ચર્ચા હાથ પર લઇએ તે પહેલાં વાચક્ને તે કાવ્યનો પરિચય પણ થવો જોઇએ. આમ પહેલાં મૂળ ગુજરાતીમાં અને પછી તેના અંગ્રેજી અનુવાદ સ્વરૂપે એ કાવ્યને અહીં નીચે પ્રસ્તુત કરું છું.

વાંસળી વેચનારો

’ચચ્ચાર આને !

હેલી અમીની વરસાવો કાને !

ચચ્ચાર આને !

હૈયાં રૂંધાયાં વહવો ન શાને !’

મીઠી જબાને લલચાવી હૈયાં,

રસે પૂરા કિંતુ ખીસે અધૂરા,

શ્રમીણકોને અમથું રિબાવતો,

બરાડતો જોરથી બંસીવાળો.

ઘરાક સાચા સુણવા ના પામે

વેગે જતી ગાડી મહીં લપાઈ જે

બંસી સુણંતા પ્રણયોર્મિગોષ્ઠિની.

‘ચચ્ચાર આને !’

ના કોઈ માને

અને ખભે વાંસળી-જૂથ એનું

થયું ન સ્હેજે હળવું, ભમ્યો છતાં !

‘ચચ્ચાર આને!’

લો, ને રમો રાતદી સ્વર્ગ તાને !

‘ચચ્ચાર આને?’

‘દે એક આને !’

‘ના, ભાઈ, ના, ગામ જઈશ મારે,

છો ના ખપી ! ઈંધણથી જશે નહીં.

ચચ્ચાર આને ! બસ ચાર આને !!

પાછા વળંતાં, પછી જૂથમાંથી

ખેંચી મજાની બસ એક બંસી,

અષાઢની સાંજની ઝરમરોમાં

સૂરો તણાં રંગધનુ ઉડાવતી,

એણેય છેડી ઉરમાંથી ઝરમરો !.

જીવંત આવી સુણી જાહિરાત, કો

બાર મહીંથી જરી બ્હાર ઝૂકતી

બોલાવતી તાલી સ્વરેથી બાલા.

હવે પરંતુ લયલીન કાન,

ઘરાકનું લેશ રહ્યું ન ભાન !

– ઉમાશંકર જોશી

A Flute Vendor

“Four annas1 a piece!
Have a shower of nectar
deluge your ears!
Four annas a piece!
Why not let
your suffocated hearts gush?”

Cried loudly the flute vendor
enticing with a sweet tongue
the bosoms
of those relishing melody
but with empty pockets,
unfairly tormenting the toilers!

The genuine customers
were bereft of music.
Cozily listening to the flute
of amorous words
were those
speeding in cars.

“Four annas a piece!”
And despite wandering
no one bought
and the burden of the bunch
on his shoulders
diminished not.

“Four annas only!
Buy and revel
day and night
in heavenly melody!”
“Four annas each?”
“Sell for an anna.”

“No sir, no.
Will return to my village
though they remain unsold.
This is no firewood stock.
Four annas each.
Only at four annas a piece.”

Turning back, he picked
a nice one from the bunch of flutes.
In the drizzle of Ashadh2
he too began to spray from his heart
a fount of rainbow notes!

Hearing this live display
a maid from a window peeped
beckoned him with a clap.

Ears immersed in lilt the vendor
remained oblivious of the customer.

– Umashankar Joshi

1. An anna was one-sixteenth of a rupee. Now, 4 annas = INR 0.25
2. The first month of monsoon

કોઇ એક ઘટનાને વર્ણવતું આ મુક્તછંદ – કોઇ પણ માત્રા વિનાનું/ મુક્તપ્રાસ શૈલીમાં લખાયેલું – કાવ્ય છે. કાવ્યનો નાયક કામદાર પણ છે, અને કલાકાર પણ છે. કાવ્યની શરૂઆતમાં તે વાંસળી વેચનારની ભૂમિકામાં રજૂ થાય છે. કાવ્યમય, શ્રૃંગાર રસસભર અને મૌખિક જાહેરાતસમી  ભાષામાં તે પોતાના ખભા ઉપરના વાંસળીજૂથમાંની વાંસળીઓને વેચવાનો પ્રયત્ન કરે છે, પણ તેમાં તે સફળ થતો નથી, કેટલાક મહેનતકશ વર્ગના લોકોને મન વાંસળીનું કોઇ મૂલ્ય જ નથી હોતું.  તેમને મન તો તે એક લાંબી નળી જેવા વાંસમાં, જેમાંના કોઇક કાણાંને આંગળીઓથી બંધ કરો, કોઇકને ખુલ્લાં રાખો અને એક છેડેથી ફૂંક મારો એવી, સામાન્ય કારીગીરીની, કાણાં પાડેલ એવી એક વસ્તુથી વધારે કંઇ જ નથી.  મજૂર જેવા કોઇ સામાન્ય વર્ગના કેટલાંક લોકોને વાંસળીની ચાર આનાની કિંમત પોષાતી નથી, તેથી તેઓ તેને એક આનામાં ખરીદવા માટે રકઝક કરે છે.

આ કાવ્યના ગુજરાતી પાઠ મુજબ મારા મતે, “છો ના ખપી! ઈંધણથી જશે નહીં” નો એ અર્થ અભિપ્રેત છે કે  વાંસળીને એક આનામાં વેચવાને બદલે,  ન વેચાએલી વાંસળીઓનો ઈંધણનાં લાક્ડાં તરીકે ઉપયોગમાં લઈ લેવાની તેની  તૈયારી એ પોતાની કલાકાર તરીકેની ખુમારીની દ્યોતક છે. શેરીએ શેરીએ તેની રઝળપાટને અંતે પણ તેના ખભા ઉપરનો ભાર જરા પણ હળવો થતો નથી. એ દિવસની તેના ધંધાની સરિયામ નિષ્ફળતાએ તેને હતાશ નથી કરી નાખ્યો. હવે, તે તેના વાંસળીઓના જથ્થામાંથી સરસ મજાની એક વાંસળીને ખેંચીને હોઠે લગાડીને  તેના સૂરોને વહેવડાવવાનું શરૂ કરે છે. આ હતી તેની જીવંત જાહેરાત, જેનાથી એક બાળકી તેના તરફ  આકર્ષાય પણ છે. બારીમાંથી ઝૂકીને, હાથેથી તાળી પાડીને તે બાળકી વાંસળીવાળાને બોલાવવા મથે છે. પરંતુ, હવે વાંસળીવાળો તો પોતાના તાનમાં એવો મશગૂલ છે કે તેના આ સંભવિત ગ્રાહક તરફ  તેનું ધ્યાન જ જતું નથી. તેના કાનમાં તો તેની જ વાંસળીનું ગુંજન ગુંજ્યા કરે છે. આ વખતે નથી તો તે વાંસળીનો કારીગર કે નથી વાંસળીનો વિક્રેતા; તે તો હવે એક કલાકાર, એક્માત્ર સાચો કલાકાર જ છ !

આમ આ કાવ્ય પણ શેક્સપિરીઅન ઢબના  સૉનેટની જેમ આ શબ્દોમાં અંત પામે છે કે ‘હવે પરંતુ લયલીન કાન, ઘરાકનું લેશ રહ્યું ન ભાન !’

વલીભાઇ મુસા (લેખક)

અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક) : Cell # 9825237008 (vaishnav_ashok@rocketmail.com)

બ્લોગ : અશોક વૈષ્ણવના ભાવાનુવાદો 

[મૂળ લેખ, અંગેજીમાં “Expositions of Chosen Poems – 3 (The Flute Vendor) – A Gujarati Poem” શીર્ષક હેઠળ, ૯મી મે, ૨૦૧૧ના રોજ લેખકની વેબસાઇટ William’s Tales (Bilingual Multi Topic Reads) ઉપર પ્રકાશિત થએલ હતો.]

 

Tags: , , , , , , , , , , ,

6 responses to “(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

  1. સુરેશ જાની

    May 15, 2013 at 8:46 am

    ‘હવે પરંતુ લયલીન કાન, ઘરાકનું લેશ રહ્યું ન ભાન !’
    અદ્‍ભૂત અંત.

    Like

     
  2. pragnaju

    May 15, 2013 at 12:38 pm

    તેના કાનમાં તો તેની જ વાંસળીનું ગુંજન ગુંજ્યા કરે છે. આ વખતે નથી તો તે વાંસળીનો કારીગર કે નથી વાંસળીનો વિક્રેતા; તે તો હવે એક કલાકાર, એક્માત્ર સાચો કલાકાર જ છ !
    મગજના ડાબા ભાગથી ગુંજે !
    સુબહાન અલ્લાહ !

    Like

     
  3. chaman

    May 15, 2013 at 4:59 pm

    ઉમાશંકરનું નામ ન મૂક્યુ હોત તો વાંચકોના પ્રત્યાઘાત કેવા હોત!?
    આ કાવ્યને કેવા પ્રકારનું કાવ્ય ગણાય-અભ્યાસ માટે જાણવું હતું.
    અદભૂત અંત યાદ રહી જશે.

    “ચમન”

    Like

     
    • Valibhai Musa

      May 17, 2013 at 4:31 pm

      ભાયા,

      જો કે તમારો પ્રશ્ન થોડોક સમજાયો છે. સામાન્ય રીતે વાચકો કૃતિ અને કર્તા એમ બંનેને ધ્યાનમાં રાખીને કોઈ પણ રચનાને મુલવતા હોય છે. ઘણીવાર આવા વલણથી નવોદિતને તેની સારી રચના હોવા છતાં ઘોર અન્યાય થઈ જતો હોય છે. વિવેચન એ હંમેશાં મારો રસનો સાહિત્યપ્રકાર રહ્યો છે. મારા વિવેચનના વાંચનમાં મને ઘણી જગ્યાએ એવું જાણવા મળ્યું છે કે સિદ્ધહસ્ત કર્તાઓની મોટી ક્ષતિઓને નજરઅંદાઝ કરવામાં આવતી હોય છે અને બિચારા અપ્રસિદ્ધ રચનાકારની સામાન્ય ક્ષતિને એવું મોટું રૂપ આપી દેવામાં આવતું હોય છે, પેલો બિચારો હતાશ થઈ જાય અને નવીન સર્જન કરવાનું જ માંડી વાળે !

      આને પ્રસંગકાવ્ય, અછાંદસ અને અંશત: શેક્સપિરીઅન સોનેટની છાયા ધરાવતું ગણાવી શકાય. અંશત: એટલા માટે કે તેમાં સોનેટનાં બધાં લક્ષણો વિદ્યમાન નથી. માત્ર આખરી કડી તેવો આભાસ ઊભો કરે છે. આ કાવ્યનો કોઈકે અંગ્રેજીમા સફળ અનુવાદ કર્યો છે, આમ છતાંય ‘ઈંધણથી જશે નહિ’ને સમજવામાં અનુવાદકની ગેરસમજ થઈ લાગે છે !

      મારે મન ઉમાશંકર જોશીજીની આ ઉત્તમ રચના છે.

      Like

       
  4. Pancham Shukla

    May 18, 2013 at 8:08 pm

    વાહ, સરસ કાવ્ય અને મઝાનો આસ્વાદ.
    અનુવાદ પણ ગમે એવો છે. વલીભાઈએ જણાવ્યું એમ ‘ઈંધણથી જશે નહિ’ને સમજવામાં અનુવાદકે થાપ ખાધી છે.

    Like

     
  5. પ્રા. દિનેશ પાઠક

    June 4, 2013 at 3:38 pm

    ઘણું સરસ

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

Your springboard to your greatest heights

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

Captnarendra's Weblog

Just another WordPress.com weblog

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

શબ્દપ્રીત

ભલે પધાર્યા અમારે આંગણે

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

શબ્દસરિતા

હવે વોટ્સએપ પર અમારો સંપર્ક કરો +919408812054

Hiral's Blog

Just another WordPress.com weblog

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

દ્વિત્ય

અનંત યાત્રા....

%d bloggers like this: