RSS

Monthly Archives: June 2013

(383) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: ‘રાણીની હરીફ’ (The Queen’s Rival) – સરોજિની નાયડુ (અંગ્રેજી કાવ્ય)

ઉપોદ્‍ઘાત :

ઘણા લાંબા સમય પછી હું એક અંગ્રેજી કાવ્ય ‘રાણીની હરીફ’નું રસવિવરણ રજૂ કરું છું. કાવ્યનાં સર્જક સરોજિની નાયડુ છે. તેઓ પોતાના સમયનાં સાહિત્યસર્જનમાં બહુ જ અગ્રિમ સ્થાન શોભાવતાં વિખ્યાત કવયિત્રી હતાં અને જે ‘હિંદુસ્તાનની બુલબુલ’ ના હુલામણા બિરૂદથી પણ ઓળખાતાં હતાં. કાવ્યનું વિષયવસ્તુ‘અરેબીયન નાઈટ્સ’ માંની વાર્તા ઉપર આધારિત છે. આ પુસ્તકના મૂળ લેખક કોણ છે તેની કોઈને ખબર નથી, પણ વિશ્વની ઘણી ભાષાઓમાં તેના અનુવાદો થઈ ચૂક્યા છે. રોબર્ટ લુઈસ સ્ટીવન્સને  (Robert Louis Stevenson) ‘ન્યુ અરેબીયન નાઈટ્સ’ શીર્ષકે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. આ જ શીર્ષકવાળું એક અન્ય પુસ્તક એન્ડ્ર્યુ લેગે (Andrew Lang) પણ લખ્યું છે. આ પુસ્તક ગુજરાતીમાં‘અરબસ્તાનની વાતો’  શીર્ષકે ઉપલબ્ધ છે. સદીઓથી ‘અરેબીયન નાઈટ્સ’ની અસંખ્ય આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.

મૂળ અંગ્રેજીમાં લખાએલું ત્રણ ભાગમાંનું આ કાવ્ય અને તેનો ગુજરાતી અનુવાદ નીચે આપ્યો છે. આ કાવ્ય સરોજિની નાયડુના ૧૯૦૫માં પ્રકાશિત થએલા પ્રથમ કાવ્યસંગ્રહ ‘The Golden Threshold’ (સોનાનો ઉંબરો)માંથી લીધું છે.

“The Queen’s Rival”

I

QUEEN GULNAAR sat on her ivory bed,
Around her countless treasures were spread;
Her chamber walls were richly inlaid
With agate, porphyry, onyx and jade;

The tissues that veiled her delicate breast,
Glowed with the hues of a lapwing’s crest;
But still she gazed in her mirror and sighed
“O King, my heart is unsatisfied.”

King Feroz bent from his ebony seat:
“Is thy least desire unfulfilled, O Sweet?
“Let thy mouth speak and my life be spent
To clear the sky of thy discontent.”

“I tire of my beauty, I tire of this
Empty splendour and shadow-less bliss;
“With none to envy and none gainsay,
No savour or salt hath my dream or day.

” Queen Gulnaar sighed like a murmuring rose:
“Give me a rival, O King Feroz.”

                         II

King Feroz spoke to his Chief Vizier:
“Lo! ere to-morrow’s dawn be here,
“Send forth my messengers over the sea,
To seek seven beautiful brides for me;

“Radiant of feature and regal of mien,
Seven handmaids meet for the Persian Queen.”
Seven new moon tides at the Vesper call,
King Feroz led to Queen Gulnaar’s hall

A young queen eyed like the morning star:
“I bring thee a rival, O Queen Gulnaar.”
But still she gazed in her mirror and sighed:
“O King, my heart is unsatisfied.”

Seven queens shone round her ivory bed,
Like seven soft gems on a silken thread,
Like seven fair lamps in a royal tower,
Like seven bright petals of Beauty’s flower

Queen Gulnaar sighed like a murmuring rose
“Where is my rival, O King Feroz?”

                          III

When spring winds wakened the mountain floods,
And kindled the flame of the tulip buds,
When bees grew loud and the days grew long,
And the peach groves thrilled to the oriole’s song,

Queen Gulnaar sat on her ivory bed,
Decking with jewels her exquisite head;
And still she gazed in her mirror and sighed:
“O King, my heart is unsatisfied.”

Queen Gulnsar’s daughter two spring times old,
In blue robes bordered with tassels of gold,
Ran to her knee like a wildwood fay,
And plucked from her hand the mirror away.

Quickly she set on her own light curls
Her mother’s fillet with fringes of pearls;
Quickly she turned with a child’s caprice
And pressed on the mirror a swift, glad kiss.

Queen Gulnaar laughed like a tremulous rose:
“Here is my rival, O King Feroz.”

-Sarojini Naidu

            રાણીની હરીફ

I

બેગમ ગુલનાર એના હાથીદાંતના પલંગ પર બિરાજમાન છે,
તેની આસપાસ વેરાયેલાં પડ્યાં છે અમૂલ્ય અસંખ્ય રત્નો;
અકીક, માણેક, ગોમેદ અને હરિત રત્નો થકી
જડેલ હતી શયનકક્ષની દિવાલો;

તેનાં વક્ષસ્થળને આવરતું જાળીદાર વસ્ત્ર,,
ટીંટોડીની કલગીતણી રંગછટાશું ઝગમગતું,
છતાંય, આયનાની સામે નજર કરી તેણી નિસાસો નાખી વદતી,
“ઓહ જહાંપનાહ, મારું દિલ બેકરાર છે !”

જહાંપનાહ ફીરોઝ ઝૂક્યા તેમના અબનૂસના સિંહાસન પરથી:
“મીઠડી, તારી નાનીશી ખ્વાહીશ પણકોઈ અધૂરી છે ?
તો હુકમ કર અને મારી જાન હાઝિર છે,
તારા અસંતોષના ધૂંધળા આસમાનને સ્પષ્ટ કરવા !”

“મારા સૌંદર્યથી હું કંટાળી ગઈ છું અને,
જૂઠી જાહોજલાલી અને છાયાહીન સ્વર્ગીય સુખથી પણ;
ન કોઇ અદેખાઈથી જલવાવાળું, ન કોઈ પડકારનો હુંકાર,
ખ્વાબોમાં કે જાગૃતિમાં ન તો મીઠાશ કે ખારાશ !”

ગણગણતા ગુલાબની જેમ, બેગમ ગુલનારે નિઃસાસો નાંખ્યો:
“હે મારા બાદશાહ ફીરોઝ, મને લાવી આપો મારી હરીફ.”

                               II

જહાંપનાહ ફીરોઝે મુખ્ય વજીરને કર્યું ફરમાન,
“સુણો, કાલની પરોઢ થતાં પહેલાં,
આપણા કાસદોને સાત સમંદર પાર મોકલો,
મારા સારુ સાત સુંદર કન્યા શોધી કરો હાજર.”

દીપ્તિમાન મુખાકૃતિ, અને શાહી સંસ્કારો ધરાવતી,
પર્શિયાની બેગમની તહેનાતમાં સાત સુંદરીઓ,
સંધ્યા સમયે એકમના ચાંદની ભરતી સમી સાત
સુંદરીઓને બાદશાહે બેગમને નજરાણે ધરી.

શુક્રના તારાસમ દેખાતી એવી સુંદરી બતાવતાં બાદશાહ વદે,
“બેગમ ગુલનાર, તારા સારુ લાવ્યો છું તારી આ હરીફ.”
પણ, તેણી તો આયના સામે મીટ માંડી નિસાસાસહ વદે:
“મારા બાદશાહ, હૃદયે મારે હજુય અસંતોષ છે !”

હાથીદાંતના પલંગ ફરતે  સાત રાણીઓ ઝગમગે,,
જાણે રેશમની દોર પર પરોવેલાં સાત નમણાં રત્નો,
જાણે શાહી મિનાર પર ટમકતા સાત દીવડા,
જાણે સુંદરતમ ફૂલની સાત ચમક્તી પાંખડીઓ !

બેગમ ગુલનાર તો કણસતા ગુલાબની જેમ હજુય નિ:શ્વસે છે,
“મારા બાદશાહ ફીરોઝ,  ક્યાં છે મારી હરીફ ?”

                           III

વસંતના વાયરાએ જ્યારે પહાડોમાં ઝરણાંનાં પૂર જગવ્યાં,
ટ્યૂલીપની કળીઓના અંકુરને પ્રજ્વલિત કરી દીધા,
મધમાખીઓનું ગુંજન ગુંજી ઊઠ્યું અને દિવસ જ્યારે લંબાયો,,
વળી ઑરિયલ પક્ષીનાં ગીતોથી જ્યારે પીચફળછેદ કંપી ઊઠ્યા;

ત્યારે બેગમ ગુલનાર તેના હાથીદાંતના પલંગ પર બેઠી,
તેનાં મનોહર મસ્તિષ્કને  ઘરેણાથી સજાવે છે;
મીટ તેની મંડાઈ છે આયના પર અને,હોઠ પર છે નિઃશ્વાસ :
“મારા બાદશાહ સલામત, દિલ હજુય છે મારું અસંતુષ્ટ !”

સોનેરી ફૂમતાંથી ભરેલ વાદળી જામામાં શોભતી,
ગુલનાર બેગમની બે વર્ષની કળીશી બાળકી,
વનની નટખટ પરીશી દોડતી જઇ ચડે તેણીની ગોદમાં,
ઝૂંટવી લે આયનો નિજ માતાના કર મહીંથી.

અમ્મીજાનની મોતીઓ ભરી કેશગુંફન સેરને
પોતાનાં નાજુક ઝુલ્ફમાં લગાવી ત્વરિત,
બાળસહજ મિજાજે ચક્કર ચક્કર  ફરતી,
અધીર ખુશખુશાલ ચુમી જડે આયનાને,

ઝૂમતા ગુલાબસમ બેગમ ગુલનાર હસી પડી,
‘ઓ બાદશાહ ફીરોઝ, જૂઓ જૂઓ, આ જ છે મારી હરીફ !’

– સરોજિની નાયડુ

કાવ્યસાર :

ફીરોઝ પર્શિયાનો બાદશાહ છે. તેની જિંદગી ઝાકમઝાળ છે. ગુલનાર તેની બેગમ છે. પરંતુ બેગમ દિલથી ખુશ નથી. તેણી બેનમૂન છે, નખશિખ સુંદર પણ છે; પરંતુ તેણી કણસતા ગુલાબની જેમ નિ:સાસો નાખતી પોતાની કોઈ હરીફ ઝંખે છે. બાદશાહ સાત અતિ સુંદર કન્યાઓને પરણીને તેમને ગુલનારની બાંદીઓ તરીકે રાખે છે. આ સાત નવી બેગમોને ગુલનારની હરીફો તરીકે લાવવામાં આવી હતી. આમ છતાંય ગુલનાર તો આયનામાં મીટ માંડી રહીને પોતાની હરીફ માટેનો બળાપો વ્યક્ત કરતી જ રહે છે.

થોડાં વર્ષો પછી બેગમ ગુલનાર પુત્રીને જન્મ આપે છે. બે વર્ષની શાહજાદી ગોઠણિયાં ભરતીભરતી બેગમની ગોદમાં ચઢી જાય છે. અમ્મીની કેશગુંફનમાંની સેરને પોતાનાં નાજુક જુલ્ફમાં લગાવતી તેણી માતાની પાસેથી આયનો છીનવી લે છે. ગોળગોળ ફરતી તેણી આયનાને તીવ્ર ચૂમી ભરી દે છે. કુંવરીની આ માસુમ અદા ઉપર વારી જતી બેગમ ગુલનારના ચહેરા ઉપર મંદ પવનની લહેરથી ઝૂમી ઊઠતા ગુલાબ જેવું સ્મિત કરતાં તેણી સાનંદાશ્ચર્ય બોલી ઊઠે છે : “બાદશાહ સલામત, જૂઓ જૂઓ, મને મળી ગઈ મારી હરીફ !”

રસવિવરણ :

જેમ જેમ આપણે આ કાવ્યને વાંચતાં જઇએ છીએ તેમ તેમ સરોજિની નાયડુ આપણી નજરોમાં તેમના સમયનાં એક સ્વાભાવિક, નિપુણ અને જન્મજાત કવયિત્રી તરીકે વધારે ને વધારે આરૂઢ થતાં જાય છે.  તેમણે ગુલનારનો પલંગ, તેનો શયનકક્ષ,તેનું ઝીણું જાળીદાર અંગવસ્ત્ર વગેરેને સરસ એવી આલંકારિક ભાષામાં અલંકારો વર્ણવ્યાં છે. વિવિધ પ્રકારનાં રત્નો માટે ભારે શબ્દો પ્રયોજવામાં આવ્યા હોવા છતાં તે આપણને જરાય કઠતા નથી અને આપણે તેમને વારંવાર વાંચતાં  રહીએ છીએ. તેના વક્ષસ્થળને ઢાંકતાં મલમલને તેમણે બુલબુલની કલગીની ઉપમા આપી છે. આટઆટલી ખુશીઓ અને વૈભવ હોવા છતાં બેગમ તો આયના સામે મીટ માંડીને ઝુરાપો કરતી બબડ્યા જ કરે છે કે “હે મારા બાદશાહ સલામત, હું દિલથી જરાય ખુશ નથી.”

આગળ જતાં બેગમ અને બાદશાહ વચ્ચેના પ્રેમઝરતા ભાવુક સંવાદો પણ આપણને માણવા મળે છે. બાદશાહનો બેગમ પરત્વેનો અનહદ પ્રેમ આ શબ્દોમાં વ્યક્ત થાય છે : ‘મારી મીઠડી, તારી નાનીશી પણ કોઈ ખ્વાહિશ અધૂરી છે ?  તો હૂકમ કર અને તારા અસંતોષના ધૂંધળા આકાશને ચોખ્ખું કરવા હું મારી જિંદગી પણ ન્યોછાવર કરવા તૈયાર છું.’

એ જ રીતે બેગમની તડપનો અહેસાસ થાય છે આ સંવાદમાં કે‘મારા આ સૌંદર્યથી હું કંટાળી ગઈ છું. મને મારી આ જૂઠી જાહોજલાલી અને વિષાદરૂપી છાયાવિહીન સ્વર્ગીય આનંદ જરાય ગમતો નથી. મારી ઇર્ષા કરનાર કે મારું કોઈ પ્રતિસ્પર્ધી ન હોઈ મારાં ખ્વાબો કે જાગૃતિમાં કોઈ મીઠાશ કે ખારાશનો અભાવ મને અકારો લાગે છે. આમ બેગમ ગુલનાર નિરાશ થઇને કહે છે, ‘મારા બાદશાહ, મને મારી કોઈ હરીફ લાવી આપો.”

બાદશાહ તેમના વજીરને સાત સમુંદર ખૂંદી વળીને સ્વરૂપવાન સાત ક્ન્યાઓને હાજર કરવા કાસદોને તાત્કાલિક મોકલવાનો હૂકમ ફરમાવે છે. આમ બાદશાહ દીપ્તિમાન ચહેરા ધરાવતી ગુણિયલ એવી સાત સુંદરીઓને નજરાણા તરીકે બેગમ ગુલનાર સમક્ષ હાજર કરે છે.

ચકાચૌંધ થઈ જવાય તેવી રેશમના તાંતણે પરોવાએલાં સાત રંગનાં રત્નોના હારસમી સૌંદર્યવાન એ સાત રાણીઓ બેગમ ગુલનારની સામે ઊભી રહે છે. બીજા શબ્દોમાં કહેતાં, આ સાત રાણીઓ શાહી મિનારામાં ઝગમગતા સાત દીવડાઓ કે પછી મનોહર ફૂલની આંખે ઊડીને વળગે તેવી પાંખડીઓ સમાન સ્વરૂપવાન હતી. આમ છતાંય  નિસાસા નાખ્યે જતી અને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યે જતી બેગમ ગુલનારે પોતાનું એનું એ જ રટણ ચાલુ જ રાખ્યું કે ‘હે મારા બાદશાહ સલામત, મારી હરીફ ક્યાં છે ?’  આ પશ્ચાદ્‍ભૂમિકામાં  બેગમ ગુલનાર પોતાના હાથીદાંતના પલંગ પર બેસીને પોતના મુલાયમ વાળને અમૂલ્ય રત્નોથી શણગારતી અરીસા સામે જોતી રહીને નિસાસા નાખતી બસ એ જ ફરિયાદ કરતી રહે છે કે ‘મારા બાદશાહ, હું તો હજુ પણ અસંતુષ્ટ જ છું.’

કાવ્યના સમાપન પહેલાં કવયિત્રી એક અતિ નાજુક મનોવૈજ્ઞાનિક મુદ્દો ઉજાગર કરતાં દર્શાવે છે કે કોઈ એક જ વ્યક્તિમાં જો સત્તા,સમૃધ્ધિ કે સૌંદર્ય કેન્દ્રિત થઇ જાય તો લાંબે ગાળે તે સઘળાં અસંતોષની જડ બની રહેતાં હોય છે. કોઇ પણ ક્ષેત્રમાં કે જીવનની કોઇ પણ બાબતમાં હરીફાઇ એ માનસિક ખુશી અને સંતોષ માટેનું મહત્વનું પરિબળ બની રહે છે. સમયાંતરે એકાધિકાર કાંટાળો પેદા કરતો હોય છે. મનુષ્યમનને હંમેશાં સ્પર્ધાની ઇચ્છા રહ્યા જ કરતી હોય છે. કાર્યદક્ષતા, શ્રીમંતાઈ, શક્તિ, સામર્થ્ય કે સૌંદર્યને કોઇક ને કોઇક પડકારે એવું ઇચ્છવું એ મનુષ્યનો સ્વભાવ છે. પોતાની યોગ્યતા કે  ગુણવત્તાની માત્રા ચકાસાવવાનો દરેકને મોકો મળવો જોઇએ. અહીં, બેગમ ગુલનારને તેના સૌંદર્યનું કોઇ હરીફ ન હોઈ તેણીને નાખુશી રહ્યા કરે છે.  તેણીને પેલી સાત રાણીઓ સાથેની હરીફાઇથી પણ સંતોષ નથી. પરંતુ, કાવ્ય જેવું અંત તરફ આગળ વધે છે, ત્યાં તો તે અણધાર્યો વળાંક લે છે. નસીબજોગે  બીજું કોઇ નહીં, પણ બેગમ ગુલનારને તેની બે વર્ષની પુત્રી જ પોતાના પ્રબળ હરીફ  તરીકે તેણીને મળી રહે છે.

એક દિવસે બેગમ ગુલનારની મુલ્યવાન પોષાક પહેરેલી વનપરી જેવી લાગતી બે વર્ષની રાજકુમારી અચાનક જ  બેગમ ગુલનાર તરફ ધસી જઇને તેના હાથમાંથી આયનો છીનવી લે છે. એક ઝાપટમાં કુંવરી તેની અમ્મીનો ચૂડામણિ પહેરી લે છે અને બાળસહજ ચેષ્ટા થકી આયનાને ચૂમી ભરી દે છે. મંદમંદ લહેરમાં ડોલતા ગુલાબ જેવું હાસ્ય બેગમ ગુલનારના ચહેરા ઉપર તરવરી ઊઠે છે અને તેણી સહસા બોલી ઊઠે છે, ‘બાદશાહ સલામત,જૂઓ જૂઓ, આ જ છે મારી હરીફ !’

સમાપને કહેતાં, બેગમ ગુલનારને પોતાની વ્હાલસોયી કુંવરી જ પોતાની સાચી હરીફ હોવાની પ્રતીતિ થતી હોય છે. છેવટે કાવ્ય નાટ્યાત્મક રૂપે અંત પામે છે અને જીવનની વાસ્ત્વિકતાને એ રીતે સમજાવે છે કે માબાપ પોતાની આસપાસ ગેલ કરતાં અને નિર્દોષ ચેષ્ટાઓ સાથે રમતાં બાળકોને જોઈને હંમેશાં ખુશ રહેતાં હોય છે. કવયિત્રી માતૃત્વ અને બાળઉછેરના મનોવૈજ્ઞાનિક મુદાઓને સોનેટ જેવા લાગતા ત્રિવિભાગીય એવા આ દીર્ઘ કાવ્યમાં સફળતાપૂર્વક અભિવ્યક્ત કરે છે.

– વલીભાઇ મુસા (લેખક)

અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક) : Cell # 9825237008

(vaishnav_ashok@rocketmail.com) બ્લોગ : અશોક વૈષણવના ભાવાનુવાદો

[મૂળ લેખ, અંગેજીમાં “An Exposition of a poem by Sarojini Naidu” શીર્ષક હેઠળ, ૨૧મી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ લેખકની વેબસાઇટ – William’s Tales (Bilingual Multi Topic Reads)ઉપર પ્રકાશિત થએલ હતો.]

 


 

Tags: , , , , , , , , , , , , , , ,

(382) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન : ‘ઝેરી વૃક્ષ’ (A Poison Tree) – વિલિયમ બ્લેક (William Blake)નું અંગ્રેજી કાવ્ય

ઈન્ટરનેટ ઉપર શોધ ચલાવતાં મારી નજરે William Blake (વિલિયમ બ્લેક)નું અગ્રેજી કાવ્ય, “A Poison Tree” (ઝેરી વૃક્ષ) ચઢી ગયું.

પહેલાં મૂળ અંગ્રેજી કાવ્ય વાંચીએઃ

A Poison Tree by William Blake

I was angry with my friend;
I told my wrath, my wrath did end.
I was angry with my foe:
I told it not, my wrath did grow.

And I watered it in fears,
Night & morning with my tears:
And I sunned it with smiles,
And with soft deceitful wiles.

And it grew both day and night,
Till it bore an apple bright.
And my foe beheld it shine,
And he knew that it was mine.

And into my garden stole.
When the night had veiled the pole;
In the morning glad I see,
My foe outstretched beneath the tree.

જેના પર અંકુશ મેળવવાથી માનવજીવનના અડધા પ્રશ્નોનું નિરાકરણ શક્ય બની શકે છે, તેવી મનુષ્યના વર્તનની એક નબળી કડી ક્રોધ એ પ્રસ્તુત કાવ્યનો કેન્દ્રવર્તી વિષય છે. ક્રોધ અને દારૂ એ બન્ને મનુષ્ય પર એક સરખી જ અસર કરે છે. એ બન્નેની અસર હેઠળ માનવીનું ડહાપણ ભૂલાઇ જતું હોય છે.

કોઇક કારણસર કવિ તેમના મિત્ર પર રોષે ભરાય છે. તે પોતાના ક્રોધ પાસે જ ફરિયાદ કરે છે અને  તેની પાસે જ હવે શું કરવું તેની સલાહ માગે છે, પણ નવાઇની વાત એ બને છે કે કવિનો ક્રોધ આપોઆપ શમી જાય છે. આમ થવા પાછળનું કારણ એ છે કે એ ગુસ્સો પોતાના મિત્ર ઉપર આવ્યો હોય છે; અને એ મિત્ર કોઈ પરાયો  નહિ, પણ પોતીકો જ માણસ હોય છે. આમ ગુસ્સો વધવાના બદલે  તે આપોઆપ શમી જાય છે કારણ કે કવિ અને તેમનો મિત્ર કોઈ ભિન્ન વ્યક્તિઓ નથી, પણ આત્મભાવે જોડાએલા તેઓ બેમાં એક હોય છે.

પરંતુ, આપણું આ કાવ્ય તો  શત્રુ પરત્વેના ક્રોધ વિષેનું છે. કવિનો ગુસ્સો તો પેલા મિત્ર પરત્વે જેવો હતો, તેવો જ શત્રુ પરત્વે પણ છે. આમ ગુસ્સો તો એક જ જેવો હોવા છતાં કવિની સામેનાં વિરોધી પાત્રો ભિન્નભિન્ન છે.  મિત્રના કિસ્સામાં તો  ક્રોધ શમી જાય છે, પરંતુ અહીં સામે પક્ષે શત્રુ હોઈ ક્રોધની માત્રા ઉત્તરોત્તર વધતી જ જાય છે. આમ થવાનું કારણ એ છે કે કવિ કાળજીપૂર્વક પોતાના ક્રોધને પોષણ આપ્યે જ જાય છે અને આમ ક્રોધની વૃદ્ધિ થયા જ કરે છે. કવિ પોતાના ચહેરા ઉપર કૃત્રિમ સ્મિત જાળવી રાખીને છળકપટરૂપી સૂર્યપ્રકાશ પૂરો પાડતા રહીને એ ક્રોધને દિનપ્રતિદિન પાંગરાવતા જાય છે.

હવે આમ ક્રોધનું જતન કરતા રહેવાનું બહુ જ રસપ્રદ પરિણામ આવે છે. સફરજનના વૃક્ષની જેમ જ કવિનો શત્રુ પરત્વેનો ક્રોધ પણ પાંગરતો જાય છે. એ ચળકાટભર્યાં સફરજનને જોઇને શત્રુ પણ મનોમન નક્કી કરી લે છે કે  ફૂલેલફળેલ  એ વૃક્ષ બીજા કોઈનું નહીં, પણ કવિનું પોતાનું જ છે. સંક્ષિપ્તમાં કહેતાં પેલા શત્રુને ખાત્રી થઈ જાય છે કે તે વૃક્ષ કવિની જ માલિકીનું  છે.

હવે નવાઇની ઘટના તો એ બને છે કે એક રાત્રે જ્યાં પેલું ક્રોધરૂપી વૃક્ષ ઊગ્યું હોય છે તે બગીચામાં પેલો શત્રુ આવી ચઢે છે. કવિ તો તેના શત્રુ માટેની દુશ્મનાવટને વધારતા રહેવા દિવસ રાત એક કરી રહ્યા છે, પણ સામા પક્ષે શત્રુ તો સાવ ઉદાસીન જ બની રહે  છે. કવિ પોતાના આશ્ચર્ય વચ્ચે એક સવારે જૂએ છે તો શત્રુ તો એ જ વૃક્ષની નીચે આરામથી સૂઈ ગએલો હોય છે.

કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે આપણે આપણા શત્રુ પર ક્રોધે ભરાઇએ,  એ ક્રોધને વધારવા માટે તેનું  લાડપ્યારથી ખાસ્સું એવું જતન કરતા રહીએ; પરંતુ આપણી ધારણાથી વિરૂધ્ધ સામા પક્ષનો પ્રતિસાદ સાવ મોળો જ પ્રાપ્ત થતો હોય છે. સારાંશરૂપે એમ કહી શકાય કે  ગુસ્સો અભિવ્યક્ત કરનાર પોતાના ગુસ્સાની આગમાં સતત પ્રજળતો જ રહેતો હોય છે, પણ સામેવાળો આપણા ગુસ્સાનો ભોગ બનનાર તો શાંત અને સ્વસ્થ રહીને વિષમ પરિસ્થિતિનો આનંદ લૂંટતો જ રહેતો હોય છે. આમ દુશ્મનાવટભાવે આપણા દ્વારા ઊગાડવામાં આવેલું ઝેરી વૃક્ષ દુશ્મન માટે આશ્રય અને આરામદાયક  શીતળ છાંયડો  આપનારું જ બની રહેતું હોય છે.

આશા રાખું છું કે જો કોઇ વાચકને આ કાવ્યનું અર્થઘટન હું સમજ્યો છું તેના કરતાં ભિન્ન લાગે તો મને માફ કરવામાં આવશે.

– વલીભાઇ મુસા (લેખક)

ભાવાનુવાદક : અશોકભાઈ વૈષ્ણવ

Cell # 9825237008 (vaishnav_ashok@rocketmail.com)

બ્લોગ : અશોક વૈષણવના ભાવાનુવાદો

[મૂળ લેખ, અંગેજીમાં “Expositions of Chosen Poems – 1 (A Poison Tree)” શીર્ષક હેઠળ, ૨૭મી ઓક્ટોબર, ૨૦૦૯ ના  રોજ લેખકની વેબસાઇટ – William’s Tales (Bilingual Multi Topic Reads ઉપર પ્રકાશિત થએલ  હતો.

 

Tags: , , , ,

(381) Apology

Dear friends in USA,

I apologize for my innocent act of enticement of my supposed trip to USA during the month of June, 2013 to attend the marriage ceremony of my beloved niece Anisa  Musa at Allentown (PA). My better-half Smt. Ladiben was refused for issuance of US Visa and hence I am compelled to cancel my trip.  

Now, I give below my Wedding message just to share my joy with you all. A Swedish proverb rightly suggests as ‘Shared joy is a double joy, shared sorrow is half a sorrow’. My Wedding Message is as follows :  

“I feel honored in offering  a cheerful welcome to all the relatives and friends of both families of Anisa and Abbas. I am really delighted to share this very special occasion with you all in my non-physical presence here.

While departing from us, it is obvious that our beloved daughter Anisa won’t  be able to resist her tears dropping down from her eyes. But, I would like to justify her such emotional expression of feelings in my philosophical  words such as ‘Charming rainbow of life can only be closely seen with eyes full of tears.’

Being this occasion full of enjoyment, I would like to make a fun of Abbas  by representing  somebody’s quote as ‘Every man needs a wife because things sometimes go wrong that you can’t blame on the Government !’  

Before concluding my brief  speech, I am very happy to give  a tip to both of you, Anisa and Abbas, that successful marriage requires falling in love many times always with the same person.

Lastly, I pray to the Almighty Allah with Wasila of the Masumeen (a.s.) to favor you both with His blessings for all happiness in your life.

This message is conveyed on behalf of all the members of N. V. Musa family here in India.”

With warm regards,

Valibhai Musa

 
3 Comments

Posted by on June 15, 2013 in Article, Life, Miscellaneous

 

(૩૮૦) ‘વેગુ’પ્રકાશિત ‘ગ્રીષ્મવંદના’ ઈ-બુકમાંની મારી હળવી રચના

ઉનાળા વિષેના ગરમ સવાલો – ઠંડા જવાબો !

વિધાતાએ ઉનાળાને શા માટે સર્જ્યો હશે ?’     

’કેરીઓ પકવવા !’

કેરીઓ ભેગા આપણે પાકીએ છીએ તેનું શું ?’

‘તો જ આમરસની જેમ પ્રસ્વેદરસ છૂટે ને !’

આમરસ અને પ્રસ્વેદરસમાં ફરક શો ?’

’આમરસ ખાટો અથવા મીઠો હોઈ શકે, પ્રસ્વેદરસ ખાટો અને ખારો જ હોય!’

લગ્નગાળો સામાન્ય રીતે ઉનાળામાં કેમ હોય છે ?

’એક યા બીજું ગરમ મિજાજનું પલ્લે પડે તો ગરમી સાથે અનુકૂલન સાધવાનો પહેલાંથી જ મહાવરો થાય તે માટે !’

ઉનાળાના દિવસોમાં શરીરે પરસેવો કેમ વળતો હોય છે ?’

’શરીરમાંના કચરાનો પ્રવાહી સ્વરૂપે નિકાલ ત્રણેય ઋતુમાં થતો હોય છે; શિયાળામાં વધુ પડતા પેશાબ દ્વારા, ચોમાસામાં અતિસાર (diarrhoea)  દ્વારા અને ઉનાળામાં શરીરનાં  છિદ્રો થકી ! કુદરતે શરીરમાં ડ્રેનેજ્ની વ્યવસ્થા અગાઉથી કરી આપી છે.’

શરીરમાંના કચરાનો નિકાલ પ્રવાહી સિવાય કોઈ અન્ય રીતોએ થાય ખરો ?’

‘આ પ્રશ્ન ચિંતન માગી લે તેવો છે. આનો જવાબ કદાચ શૌચાલયમાં મળી રહે !’

ઉનાળામાં લોકો ઠંડાં પીણાં અને આઈસક્રીમનો કેમ ઉપયોગ કરતા હોય છે ?’

’ઠંડા પીણાને જઠરાગ્નિમાં ગરમ કરવા અને આઈસક્રીમને તેમાં ઓગાળવા !’

કબૂતરોમાં કાગડા જેવો એક સવાલ પૂછું ?’

’કાગડા સાથે માદા પણ હોય તો બે સવાલ પૂછી શકો છો!’

ઉનાળાને લગતા સવાલો પૂછવાના છે, માટે પૂછું છું કે અંગ્રેજી શબ્દFan’ એટલે શું ?’

’તો ગુજરાતી પ્રશ્નોમાં તમે એક અંગ્રેજી વિષેનો પ્રશ્ન પૂછ્યો માટે કબૂતરોમાં કાગડાની વાત કરી ખરું ને ! તો સાંભળો કે આપણા માથે છતપંખો કે સામે મેજપંખો હોય તો આપણે તેના એટલે કે Fan (પંખો) ના Fan (પ્રશંસક) કહેવાઈએ !’

‘ઉનાળામાં લોકો તડબૂચને કેમ વધુ પસંદ કરે છે?

મૂર્ખ માણસને તડબૂચ તરીકે સંબોધતાં આપણે એક પ્રકારની મીઠાશ અનુભવતા હોઈએ છીએ, હવે એ જ તડબૂચ જ્યારે મીઠું તડબૂચ બનીને આપણી સામે આવે તો  તેને છોડાય ખરું !’

એક કાકા શહેરમાંથી પછેડીના છેડે મોટો બરફનો ગાંગડો બાંધીને ઘરે આવ્યા તો બરફ ગાયબ! કેવી રીતે બન્યું હશે?’

‘જૂઓ ભાઈ, એ પછેડીની ગાંઠ એમની એમ જ હશે ! બિચારા કાકાને ખબર નહિ હોય કે શહેરના ગઠિયાઓ કેવા ચાલાક હોય છે! બોલો, ગાંઠ એમની એમ જ રાખીને બરફનો ગાંગડો કાઢી ગયા હશે!’

તમે કોઈ દિવસ બરફગોળો (Ice lolly) ખાધેલો ખરો ?’

’ખાધેલો નહિ, પણ ચૂસેલો ખરો !’

રેફ્રિજરેટર (Refrigerator) ને ગુજરાતીમાં શું કહેવાય ?’

’જો જાણવા પૂરતા પૂછતા હો તો કહું કે એને ‘શીતપેટી’ કહેવાય, પણ કોઈ NRG (બિનનિવાસી ગુજરાતી) આગળ બોલતા નહિ! પેલો એને પોતાની સાથે વિદેશે લઈ જશે અને ત્યાંના શ્વેતબંધુઓ તેનો અર્થ સમજવા, જો તેમના માથે ટાલ નહિ હોય તો તેમના માથાના બાલ પીંખી નાખશે અને માથે ટાલ હશે તો તેમના નખોથી તેને લોહીલુહાણ કરી નાખશે!’

રેફ્રિજરેટર (Refrigerator) નો બીજો કોઈ ઉપયોગ ખરો ?’  
‘હા, ઉનાળા સિવાયની ઋતુમાં કપડાં મૂકી શકાય !’

‘ઉનાળા સાથે સંલગ્ન એકાદ હાઈકુ સંભળાવશો ?’

 “ઉપરોક્ત બીજો પ્રશ્ન નીચેના હાઈકુના વિચ્છેદથી બનેલો છે :

‘કેરી પાકતી,

સંગ અમે પાકતા,

ઉષ્ણ ઉનાળે !’”

‘એક સાંભળ્યું, સાથે બીજું એક મફત નહિ સંભળાવો ?’

‘પહેલું પણ મફત જ હતું ને ! છતાંય લ્યો, સાંભળો :

પાડા ન્હાય ત્યાં

તળાવે, હું ઘોરતો

શીતઓરડે !

ઉનાળા સાથે સંકળાએલા બીજા વધારે પ્રશ્નો પૂછી શકું ખરો ?’

’હા, પૂછી તો શકો; પણ, આગામી ઉનાળા માટે થોડાક ફ્રિજમાં સાચવીને મૂકી દો તો સારું !’

-વલીભાઈ મુસા

નોંધ :- ‘ગ્રીષ્મવંદના’  ઈ-બુક ‘વેગુ’ ના Home Page ના Side Bar ઉપરથી  ડાઉનલોડ કરી શકાશે.

 
1 Comment

Posted by on June 6, 2013 in હાસ્ય, gujarati, Humor

 

Tags: , , , , , , , , , , , , ,

(379) Best of 5 years ago this month June – 2008 (14)

Click on …

Parables and Fables

Hear-says or rumors

– Valibhai Musa

 

Tags: , , ,