RSS

(૩૮૦) ‘વેગુ’પ્રકાશિત ‘ગ્રીષ્મવંદના’ ઈ-બુકમાંની મારી હળવી રચના

06 Jun

ઉનાળા વિષેના ગરમ સવાલો – ઠંડા જવાબો !

વિધાતાએ ઉનાળાને શા માટે સર્જ્યો હશે ?’     

’કેરીઓ પકવવા !’

કેરીઓ ભેગા આપણે પાકીએ છીએ તેનું શું ?’

‘તો જ આમરસની જેમ પ્રસ્વેદરસ છૂટે ને !’

આમરસ અને પ્રસ્વેદરસમાં ફરક શો ?’

’આમરસ ખાટો અથવા મીઠો હોઈ શકે, પ્રસ્વેદરસ ખાટો અને ખારો જ હોય!’

લગ્નગાળો સામાન્ય રીતે ઉનાળામાં કેમ હોય છે ?

’એક યા બીજું ગરમ મિજાજનું પલ્લે પડે તો ગરમી સાથે અનુકૂલન સાધવાનો પહેલાંથી જ મહાવરો થાય તે માટે !’

ઉનાળાના દિવસોમાં શરીરે પરસેવો કેમ વળતો હોય છે ?’

’શરીરમાંના કચરાનો પ્રવાહી સ્વરૂપે નિકાલ ત્રણેય ઋતુમાં થતો હોય છે; શિયાળામાં વધુ પડતા પેશાબ દ્વારા, ચોમાસામાં અતિસાર (diarrhoea)  દ્વારા અને ઉનાળામાં શરીરનાં  છિદ્રો થકી ! કુદરતે શરીરમાં ડ્રેનેજ્ની વ્યવસ્થા અગાઉથી કરી આપી છે.’

શરીરમાંના કચરાનો નિકાલ પ્રવાહી સિવાય કોઈ અન્ય રીતોએ થાય ખરો ?’

‘આ પ્રશ્ન ચિંતન માગી લે તેવો છે. આનો જવાબ કદાચ શૌચાલયમાં મળી રહે !’

ઉનાળામાં લોકો ઠંડાં પીણાં અને આઈસક્રીમનો કેમ ઉપયોગ કરતા હોય છે ?’

’ઠંડા પીણાને જઠરાગ્નિમાં ગરમ કરવા અને આઈસક્રીમને તેમાં ઓગાળવા !’

કબૂતરોમાં કાગડા જેવો એક સવાલ પૂછું ?’

’કાગડા સાથે માદા પણ હોય તો બે સવાલ પૂછી શકો છો!’

ઉનાળાને લગતા સવાલો પૂછવાના છે, માટે પૂછું છું કે અંગ્રેજી શબ્દFan’ એટલે શું ?’

’તો ગુજરાતી પ્રશ્નોમાં તમે એક અંગ્રેજી વિષેનો પ્રશ્ન પૂછ્યો માટે કબૂતરોમાં કાગડાની વાત કરી ખરું ને ! તો સાંભળો કે આપણા માથે છતપંખો કે સામે મેજપંખો હોય તો આપણે તેના એટલે કે Fan (પંખો) ના Fan (પ્રશંસક) કહેવાઈએ !’

‘ઉનાળામાં લોકો તડબૂચને કેમ વધુ પસંદ કરે છે?

મૂર્ખ માણસને તડબૂચ તરીકે સંબોધતાં આપણે એક પ્રકારની મીઠાશ અનુભવતા હોઈએ છીએ, હવે એ જ તડબૂચ જ્યારે મીઠું તડબૂચ બનીને આપણી સામે આવે તો  તેને છોડાય ખરું !’

એક કાકા શહેરમાંથી પછેડીના છેડે મોટો બરફનો ગાંગડો બાંધીને ઘરે આવ્યા તો બરફ ગાયબ! કેવી રીતે બન્યું હશે?’

‘જૂઓ ભાઈ, એ પછેડીની ગાંઠ એમની એમ જ હશે ! બિચારા કાકાને ખબર નહિ હોય કે શહેરના ગઠિયાઓ કેવા ચાલાક હોય છે! બોલો, ગાંઠ એમની એમ જ રાખીને બરફનો ગાંગડો કાઢી ગયા હશે!’

તમે કોઈ દિવસ બરફગોળો (Ice lolly) ખાધેલો ખરો ?’

’ખાધેલો નહિ, પણ ચૂસેલો ખરો !’

રેફ્રિજરેટર (Refrigerator) ને ગુજરાતીમાં શું કહેવાય ?’

’જો જાણવા પૂરતા પૂછતા હો તો કહું કે એને ‘શીતપેટી’ કહેવાય, પણ કોઈ NRG (બિનનિવાસી ગુજરાતી) આગળ બોલતા નહિ! પેલો એને પોતાની સાથે વિદેશે લઈ જશે અને ત્યાંના શ્વેતબંધુઓ તેનો અર્થ સમજવા, જો તેમના માથે ટાલ નહિ હોય તો તેમના માથાના બાલ પીંખી નાખશે અને માથે ટાલ હશે તો તેમના નખોથી તેને લોહીલુહાણ કરી નાખશે!’

રેફ્રિજરેટર (Refrigerator) નો બીજો કોઈ ઉપયોગ ખરો ?’  
‘હા, ઉનાળા સિવાયની ઋતુમાં કપડાં મૂકી શકાય !’

‘ઉનાળા સાથે સંલગ્ન એકાદ હાઈકુ સંભળાવશો ?’

 “ઉપરોક્ત બીજો પ્રશ્ન નીચેના હાઈકુના વિચ્છેદથી બનેલો છે :

‘કેરી પાકતી,

સંગ અમે પાકતા,

ઉષ્ણ ઉનાળે !’”

‘એક સાંભળ્યું, સાથે બીજું એક મફત નહિ સંભળાવો ?’

‘પહેલું પણ મફત જ હતું ને ! છતાંય લ્યો, સાંભળો :

પાડા ન્હાય ત્યાં

તળાવે, હું ઘોરતો

શીતઓરડે !

ઉનાળા સાથે સંકળાએલા બીજા વધારે પ્રશ્નો પૂછી શકું ખરો ?’

’હા, પૂછી તો શકો; પણ, આગામી ઉનાળા માટે થોડાક ફ્રિજમાં સાચવીને મૂકી દો તો સારું !’

-વલીભાઈ મુસા

નોંધ :- ‘ગ્રીષ્મવંદના’  ઈ-બુક ‘વેગુ’ ના Home Page ના Side Bar ઉપરથી  ડાઉનલોડ કરી શકાશે.

 
1 Comment

Posted by on June 6, 2013 in હાસ્ય, gujarati, Humor

 

Tags: , , , , , , , , , , , , ,

One response to “(૩૮૦) ‘વેગુ’પ્રકાશિત ‘ગ્રીષ્મવંદના’ ઈ-બુકમાંની મારી હળવી રચના

  1. pragnaju

    June 6, 2013 at 2:32 am

    અહીં તો સવારે શિયાળો,બપોરે ઉનાળો અને રાત્રે વરસાદ!
    આજે બપોરે…………………………………………………………..

    ઉનાળો માલ્યો

    માવઠુ વરસાદ

    ભીનો તડકો !

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: