RSS

(૩૯૭) માનવતાનો સાદ (Open to Re-blog and Publicize)

18 Nov

નેકનામ/માન્યવર દેશવિદેશે વસતાં માનવતાપ્રેમી કાણોદરી/ગુજરાતી/ભારતીય/વૈશ્વિક ભાઈબહેનો,

સલામ/પ્રણામ.

મારા આ પ્રારંભિક લખાણમાં જ સમાવિષ્ટ અને આનુષાંગિક ‘જીતુ-રેહાના’ વિષેનું આપ સૌ એક એવું લખાણ વાંચશો કે જે કદાચ આપના દિલોદિમાગમાં માનવતાની ભાવના સુષુપ્ત અવસ્થામાં પડેલી હશે તો તે આળસ મરડીને બેઠી થયા સિવાય રહેશે નહિ.

શાળાઓ અને કૉલેજોમાં ચાલતી સ્કાઉટ પ્રવૃત્તિઓમાં સ્કાઉટ માસ્ટર તાલીમાર્થીઓને એક સૂત્ર આપતા હોય છે, ‘Do a good turn daily. (દરરોજ એક સારું કામ કરો.)’. આનો સીમિત અર્થ એ નથી લેવાનો હોતો કે દિવસભરમાં એક જ સારું કામ કરવું; પરંતુ વિશાળ અર્થમાં તેનો મતલબ એમ થાય છે કે માણસે સામે આવી ચડતાં સારાં કામો શક્ય તેટલાં વધારે બજાવી લેવાની તકોને ઝડપી લેવી જોઈએ. આપણને એ યાદ રહેવું જોઈએ કે સુકાર્યો માટે સમય રાહ નથી જોતો, દુષ્કાર્યો માટે સમય ટાંપીને બેઠો હોય છે.’  

જીતુ અને રેહાના (ડો. ભદ્રાયુ વછરાજાની) – માનવતાનાં મૂલ્યોને અજવાળતી દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત સંપૂર્ણતયા વાસ્તવિક જીવંત કથા (સાભાર સ્વીકાર) 

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બિલાડીના ટોપની જેમ વિસ્તરતી જતી ઝૂંપડપટ્ટીઓને નાબૂદ કરવા માટે કેટલીકવાર સત્તાવાળાઓ બુલડોઝર ફેરવતા હોય છે. અહીં રાજકોટની ડઝનેક જેટલી ઝૂંપડપટ્ટીઓમાં જીતુરેહાનાનું શિક્ષણનું સૂક્ષ્માતિસૂક્ષ્મ એક બુલડોઝર દિવસરાત એવું કામ કરી રહ્યું છે કે જે એકાદ દોઢ દાયકામાં તો જે તે કુટુંબની ગરીબી અને લાચારીમાંથી જન્મેલી ભિક્ષાવૃત્તિને કે અસહાયતાને નેસ્તનાબૂદ કરવા સમર્થ પુરવાર થઈ રહ્યું છે.

સેવાભાવનાના લક્ષને વરેલા આ દંપતીના સંપર્કસ્રોતો લેખની નીચે આપેલાં છે, જે થકી માનવતાવાદી દાતાઓ સ્વયં ટેલિફોનિક ખાતરી કરીને પોતાના તન, મન અને ધનથી જીતુરેહાના દ્વારા સંચાલિત, પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ થયેલ અને ઈન્કમટેક્સની u/s 80G(5) અન્વયેની જોગવાઈ મુજબ કરમુક્તિપાત્ર એવા વિશ્વનીડમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ’(Vishwanidam Public Charitable Trust)ને સહાયભૂત થાય તેવી ભલામણ કરવામાં આવે છે.

અમેરિકાસ્થિત દાતાઓ “ARPAN FOUNDATION” (http://www.arpanfoundation.org) અને અન્ય દેશોમાં વસતા દાતાઓ  “CARING FRIENDS –  Mumbai” (http://www.caringfriends.in) એવાં NGOનાં માધ્યમે (Subject to verification of the latest updates) તેમની સંમતિસહ કોઈપણ જાતના Overhead ખર્ચની કાપકૂપ વગર વિદેશી ફંડ પ્રાપ્ત કરવા માટેના ટ્રસ્ટના FCRA પ્રમાણપત્રની ખાતરી કરીને વિશ્વનીડમને પૂરેપૂરું સીધું દાન મોકલાવી શકે છે.

મને આશા જ નહિ; પરંતુ વિશ્વાસ પણ છે કે માનવતાનો સાદ પાડતી જીતુરેહાનાની આ સેવાપ્રવૃત્તિને  આપ સૌ આપના મિત્રવર્તુળમાં પ્રસારશો જ.

સ્નેહાધીન,

વલીભાઈ મુસા (Circulator)      સંપર્ક :- ૧૦૫, નસીર રોડ, કાણોદર – ૩૮૫ ૫૨૦ (ગુજરાત) ભારત

(૧૪ નવેમ્બર, ૨૦૧૩)                 (મોબાઈલ : ++ ૯૧ ૯૩૨૭૯ ૫૫૫૭૭) ઈ-મેઈલ : musawilliam@gmail.com

નોંધ :-

ભાઈ જીતુ સાથે ટેલિફોનિક વાતચીત થયા મુજબ વિદેશી દાતાઓ પોતપોતાના દેશના ઈન્કમટેક્ષના કાયદાઓ મુજબ કરરાહત મેળવી શકે તે માટે FCRA  પ્રમાણપત્ર મેળવવા માટે ટ્રસ્ટ સક્રીય પ્રયત્નો હાથ ધરશે. ભારતીય દાતાઓ માટે 80G(5) હેઠળનું પ્રમાણપત્ર ઉપલબ્ધ છે જ, જેને આપ નીચેના લિંક થકી જોઈ શક્શો.

વિશ્વનીડમનું 80G(5) પ્રમાણપત્ર 

 

Tags: , , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: