RSS

Daily Archives: January 10, 2014

(૪૧૦) હાસ્યમોતીની કંઠમાળા (૩)

(૧૪) મેં મેજિસ્ટ્રેટ તરીકે એક આરોપીને તેની સજા સંભળાવવા પહેલાં તેના ભૂતકાળના રેકર્ડને તપાસતાં  જાણ્યું કે વચ્ચેનાં પાંચ વર્ષો સિવાય તે સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાએલો હતો. મેં તેને નવાઈ પામતાં પૂછ્યું, ‘મિલ્ટન, આમ કેમ કે તારા આ પાંચ વર્ષના સમગાળા દરમિયાન તારા નામે એકેય ગુનો નોંધાયો નથી !’ પેલાએ જવાબ આપ્યો, ‘સાહેબ, એ ગાળા દરમિયાન હું જેલમાં હતો અને આપે સમજી લેવું જોઈએ કે હું આપના પ્રતાપે જ ત્યાં હતો.’ મેં કહ્યું, ‘બિલકુલ અશક્ય, કેમ કે એ વખતે હું મેજિસ્ટ્રેટ હતો જ નહિ !’ પેલાએ ખંધાઈપૂર્વક સ્મિત કરતાં કહ્યું, ‘સાચી વાત છે સાહેબ, એ વખતે આપ મેજિસ્ટ્રેટ ન હતા; પરંતુ આપ મારા વકીલ હતા !’ (Philip Riley – RD)

(૧૫) મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓએ તેમનો પ્રોજેક્ટ પૂરો કરી લીધો હતો અને એન્ડ્ર્યુએ પોતાનો નિષ્કર્ષ વર્ગ સમક્ષ વાંચતાં કહેવા માંડ્યું કે, ‘ કરોળિયાને આઠ પગ હોય છે. કરોળિયો જાળું ગૂંથે છે. કરોળિયો તેની જાળમાં જીવજંતુઓને પકડે છે અને તેમને ખાય છે. કરોળિયાનું દુશ્મન વેક્યુમ ક્લિનર છે.’ (P. Hobby – RD)

(૧૬) હું નર્સ તરીકે એક દવાખાનાના મગજના દર્દીઓના વોર્ડમાં એક દર્દીને તપાસી રહી હતી અને જાણવા માગતી હતી કે તેને માથામાં થએલી ઈજા ઉપરાંત તેના  ચહેરાના સ્નાયુઓમાં કોઈ કમજોરી આવી છે કે કેમ ! મેં તેને કહ્યું, ‘તમારા દાંત બતાવો.’ પેલો તેની પથારી પાસેના ટેબલના ખાનાને ખોલવા માંડ્યો. મેં તેને પૂછ્યું’ ‘અરે ભાઈ, તું શું  શોધી રહ્યો છે ?’ તેણે જવાબ આપ્યો, ‘મારા દાંતનું ચોકઠું !’ (Mary Dmytriw – RD)

(૧૭) હું વજન ઘટાડવાના એક કાર્યક્રમમાંના મારા અનુભવને હું મારી એક મિત્ર આગળ વર્ણવી રહી હતી. તેણે પ્રતિભાવ આપતાં કહ્યું, ‘સરસ. હું પણ તારી સાથે જોડાવા માગું છું.’ મેં કહ્યું, ‘ભલે, હવે હું જ્યારે જઈશ, ત્યારે તને પણ સાથે લઈ જઈશ.’ તેણે વળી આગળ પૂછ્યું,’હેં, પણ તે લોકો નાસ્તો આપે છે ખરા ?’ (Harriet Lohman – RD)

(૧૮) અમે જ્યારે અમારા એપાર્ટમેન્ટમાં આરામથી બેઠેલાં હતાં, ત્યારે કોલબેલ વાગી. મેં દરવાજાના કાણા (Peep-hole)માંથી જોયું તો તે કોઈક અજાણ્યો માણસ હતો. તેણે કહ્યું, “‘Checking the light !’ (લાઈટ્સ તપાસવાની છે !)” મેં જવાબ આપી દીધો, ‘ના રે ભાઈ, અમારે લાઈટ અંગેનું કોઈ કામ નથી.’ તે જતો રહ્યો. થોડીવાર પછી ફરી કોલબેલ વાગી અને એ જ માણસે ફરીથી કહ્યું, ‘Checking the light !’. હવે મને વહેમ પડ્યો કે આ માણસ જરૂર કોઈ ચોર હોવો જોઈએ અને ઈલેક્ટ્રિશિઅનના વેશમાં ઘરફોડ ચોરી કરવા આવ્યો છે. મેં તેને ધમકાવતાં કહ્યું કે, ‘પોલિસને ફોન કરું ?’ આ વખતે પણ તે ચૂપચાપ જતો રહ્યો. થોડીવાર પછી અમારા એપાર્ટમેન્ટના ઉપરના માળે રહેતી અમારી મકાનમાલકણનો ફોન આવ્યો. તેણે પૂછ્યું, ’હમણાં બે વખત કોલબેલ વાગી તો કોઈ માણસ એક ફુડ પાર્સલ લઈને આવ્યો હતો ? મેં મારા સાંજના ભોજન (Dinner) માટે ‘Chicken Delight’ નો ઓર્ડર આપ્યો હતો.’  (James Houston – RD)

-વલીભાઈ મુસા

(Abridged, adapted, summarized, edited  and translated  from “Reader’s Digest”(January – 2002) – All credit goes to ‘Copy Right’ possessors.)

 
Leave a comment

Posted by on January 10, 2014 in લેખ, હાસ્ય

 

Tags: , , ,

 
aapnuaangnu.com/

ગુજરાતી સાહિત્ય-કલાને સમર્પિત બ્લોગ

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગુગમ - કોયડા કોર્નર

વિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ

saania2806.wordpress.com/

Philosophy is all about being curious, asking basic questions. And it can be fun!

sharmisthashabdkalrav

#gujarati #gujaratipoetry #gazals #gujaratisongs #gujarati stories #hindi poetry

ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-21

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

Tim Miller

Poetry, Religion, History and Art

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

એક જ ‘ઈ’ અને ‘ઉ’માં ‘રૅશનલ વાચનયાત્રા’

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

SUCCESS INSPIRERS' WORLD

The World's leading success industry

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે