RSS

(૪૧૩) ‘દીકરીનો મરતબો’ – સંક્ષિપ્ત અભિવ્યક્તિ

12 Jan

Click here to read in English

વિશ્વભરની વિવિધ જાતિઓનાં મોટા ભાગનાં લોકો તેમનાં પોતાનાં એક અથવા બીજાં કારણોને લઈને  પોતાના કુટુંબમાં દીકરી હોવાનું પસંદ કરતાં નથી આ બાબતે લોકોનાં માનસમાં હકારાત્મક અભિગમ ઉજાગર કરવા માટે યુનોએ ૧૨મી જાન્યુઆરીને ‘આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ એક લોકોનું એવું વક્રોક્તિયુક્ત માનસિક વલણ છે કે તેઓ એ જાણે તો છે જ કે તેમનો પોતાનો પણ જન્મ કોઈ સ્ત્રીના ગર્ભમાંથી જ થયો છે અને છતાંય તેઓ પોતાનાં કુટુંબોમાં દીકરીના જન્મને અનિચ્છનીય આફત તરીકે ગણે છે.

કુદરત પોતાની રીતે જ જગતમાં પુરુષ અને સ્ત્રીઓના યોગ્ય પ્રમાણને જાળવી રાખે છે અને કુદરતના આવા નિયમ સામે જાણીબૂઝીને કરવામાં આવતી દખલગીરી થકી માનવ સમાજમાં સામાજિક અને નૈતિક એવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. ઈસ્લામના પયગંબરે દીકરીના મરતબાને આ શબ્દોમાં સમજાવ્યો છે કે ‘દીકરી એ માતાપિતાના જનાજા (મૈયત – મોત)ની શાન છે. કુટુંબમાં દીકરી જ માત્ર એવી વ્યક્તિ છે કે કે જે પોતાનાં મૃત માતાપિતાને ભૂલી શકતી નથી અને તે તેમની પાછળ સાચા દિલથી રડતી હોય છે.’ હિંદુ ધર્મશાસ્ત્ર ‘મનુસ્મૃતિ’માં શ્લોક છે : “यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता |”. આ શ્લોક આપણને સ્પષ્ટ રીતે એ સમજાવે છે કે ‘દેવતાઓને ત્યાં જ વાસ કરવાનું બહુ પસંદ પડતું હોય છે કે જ્યાં સ્ત્રીઓને માનસન્માન આપવામાં આવતું હોય.’

માનવસમાજમાં સંપ અને શાંતિ મોટા ભાગે સ્ત્રીના અસ્તિત્વ ઉપર જ અવલંબિત છે; કારણ કે સ્ત્રી સ્વભાવગત જ ઋજુ હૃદયની હોય છે, જ્યારે પુરુષ માનવજીવનને લગતી સંવેદનશીલ સમસ્યાઓને હલ કરવાના પ્રસંગે કંઈક અંશે કઠોર હૃદયનો સાબિત થતો હોય  છે.

– વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

4 responses to “(૪૧૩) ‘દીકરીનો મરતબો’ – સંક્ષિપ્ત અભિવ્યક્તિ

 1. Laxmikant Thakkar

  January 14, 2014 at 6:07 am

  આ લ્યો,આજે જ સવારે નઝર સામે આવ્યું …. : [સમર્પણ એપ્રિલ,2011] -“સહચ રી સમુત્ક્રાંતિ તણી” લેખમાં, ‘હિમાંશી શેલત” ઉમાશંકર જોશીની કવિતા અંગે વાતો કરતાં કહે છે :

  “એક નારી:
  ” પ્રક્રુતિની પુત્રી પ્રિય , માતા જે માનવ્તાની ,
  દેવોની દુલારી,મીઠી દુહિતા જે વસુંધરાની ,
  સહચરી સમુત્ક્રાંતિ તણી એક ને અનન્ય,
  પ્રેરણા પૌરુશ તણી મંગલકારિણી ધન્ય ,”
  અને આગળ તો ઘણી ઉપમાઓ થી નવાજી છે …
  ***********************************************************************

  .- દીકરી એટલે…એટલે સવાયો દીકરો
  પતિ – પત્ની જેવા નાજુક પ્રેમ,સ્નેહ,લાગણીભર્યા સંબંધ
  તે સંબંધનું ફરજંદ- એટલે સંતાન .
  પિતા/માતા પુત્રી,સંબંધનું પારસ્પરિક સંબંધની સગાઈ,
  ‘દીકરી ‘ નામ સાથે જોડાયેલી છે,
  એટલું તો મહેસૂસકરી શકાય છે કે,-
  એવાંસગપણ અહીં છે,અહીં છે, અહીં છે,
  જેમ કાશ્મીરને વિષે કહેવાય છે કે,
  ’સ્વર્ગ’ અહીં છે,અહીં છેઅહીં છે…
  તેમ!
  દીકરી ,-એટલે હક-દાવાપૂર્વક પિતાને લાડથી વઢી શકે ,
  એ પિતા-પુત્રી ના સંબંધનું લાડકડું જોડાણ
  લાલ- કરડી આંખવાળા એક અક્કડ વટવાળા,
  ‘બાપ’ નામે પુરુષની મહાનબળાઈ
  ભલભલા ખમતીધર પહાડ જેવા સખત કડક
  બાપને પણ પીગળાવી કરી શકે તે દીકરી.
  તેની સાથે જોડાયેલો છે,
  -નઝાકતભર્યા એક સંબંધનો મનોભાવ.
  સામાજમાં આ સંબંધને ઘણી ઉપમાઓ મળી છે!
  દીકરી એટલે ‘જવાબદારી,સાપનો ભારો’
  એ હવે જૂનું થયું,
  બદલાયેલા સમયમાં –
  એ કમાઉ,પોષક દીકરા જેવી બની ગઈ છે.
  એટલે આપણે કહેવું પડશે કે …
  દી કરી એટલે …. સવાયો દી ક રો .

  Like

   
 2. Hasanali Yusuf

  June 1, 2014 at 11:56 am

  salam….valikaka , dikri etle hak dava purvak pitane ladthi vadhi sakechhe…..

  Like

   
 3. Valibhai Musa

  March 8, 2017 at 7:21 am

  Reblogged this on માનવધર્મ.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
aapnuaangnu.com/

ગુજરાતી સાહિત્ય-કલાને સમર્પિત બ્લોગ

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગુગમ - કોયડા કોર્નર

વિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ

saania2806.wordpress.com/

Philosophy is all about being curious, asking basic questions. And it can be fun!

sharmisthashabdkalrav

#gujarati #gujaratipoetry #gazals #gujaratisongs #gujarati stories #hindi poetry

ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-21

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

Tim Miller

Poetry, Religion, History and Art

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

એક જ ‘ઈ’ અને ‘ઉ’માં ‘રૅશનલ વાચનયાત્રા’

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

SUCCESS INSPIRERS' WORLD

The World's leading success industry

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

%d bloggers like this: