RSS

(૪૧૫) મારાં હાસ્યહાઈકુ (તાજો ફાલ) ભાગ -૧૧ (ક્રમાંક ૧૭૦ થી ૧૭૬)

16 Jan

પ્રાસ્તાવિક

મારા માધ્યમિક વિદ્યાભ્યાસકાળે મેં વાણિજ્ય પ્રવાહ પસંદ કર્યો હોઈ મારે સંસ્કૃત વિષયથી વંચિત રહેવું પડ્યું હતું. આમ છતાંય મારા સ્નાતક/અનુસ્નાતક ભણતરમાં ગુજરાતી મારો મુખ્ય વિષય હોઈ અને સંસ્કૃત એ ગુજરાતી ભાષાનો મૂળભૂત સ્રોત હોવાના કારણે હું સંસ્કૃતમાં પણ ખપપૂરતી અને ઉપરછલ્લી  દિલચસ્પી લેતો આવ્યો છું.

મારી નેટસફર દરમિયાન હું સંસ્કૃતના નીચેના શ્લોકના પરિચયે આવ્યો. આ શ્લોકમાં ભાર્યા (પત્ની)ના છ ગુણો ગણાવાયા છે. શ્લોકનું સમાપન એમ દર્શાવે છે કે એ છએ ગુણોનો સંગમ થતો હોય એવી ભાર્યા દુર્લભ હોય છે.

कार्येषु मन्त्री करणेषु दासी
भोज्येषु माता शयनेषु रम्भा ।
धर्मानुकूला क्षमया धरित्री
भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥

कार्य प्रसंग में मंत्री, गृहकार्य में दासी, भोजन कराते वक्त माता, रति प्रसंग में रंभा, धर्म में सानुकुल, और क्षमा करने में धरित्री; इन छे गुणों से युक्त पत्नी मिलना दुर्लभ है ।

મારી નેટસફરમાં થોડાક આગળ વધતાં ઉપરના શ્લોકને મળતા આવતા અન્ય શ્લોકો પણ મારી નજરે ચઢ્યા. એ બધા શ્લોકોમાં ભાર્યાના ગુણોની સંખ્યા છ તો જાળવી રખાઈ છે, પણ તેઓમાં કોઈ એકના બદલે અન્ય ગુણ દર્શાવાયો છે. આમ ઉપરોક્ત શ્લોકમાંના છ ગુણો ભેળો પત્નીના સૌંદર્યને દર્શાવતો સાતમો ગુણ ‘रुपेषु लक्ष्मी’ને પણ અહીં ગણતરીમાં લેવામાં આવ્યો છે.

મારા ઉપરોક્ત શ્લોકના વાંચન દરમિયાન હાસ્યતત્ત્વગ્રાહી એવા મારા સ્વભાવે મને પ્રેર્યો કે આદર્શ ભાર્યાના આ ગુણોને મદ્દેનજર રાખીને હું કોઈક હાસ્યહાઈકુઓ રચી કાઢું. આ હાઈકુઓના નાયક તરીકે ‘હું’ ને સ્થાપિત કરીને નાયિકામાં પેલા પ્રારંભના છએ ગુણોનો અહીં છએ હાઈકુઓમાં ક્યાંક અભાવ તો દર્શાવાયો છે, પરંતુ છેલ્લા હાઈકુમાં ભાર્યામાં બાહ્ય સૌંદર્યને લગતા સાતમા ગુણનો અભાવ હોવા છતાં પણ તેના આંતરિક ગુણસૌંદર્યને ઉપસાવવામાં આવ્યું છે અને એ રીતે સમાપને આ હાઈકુશ્રેણીનું સુખદ સમાધાન સાધવામાં આવ્યું છે.

તો મારાં મિત્રો, આ હાઈકુઓને માણો અને આપનો પ્રતિભાવ આપવાની કંજુસી કે કરકસર કરશો મા; નહીંતર આવાં વિશેષ હાસ્યહાઈકુઓ રચવાની પ્રેરણા મને ક્યાંથી મળશે, હેં !

કાર્યેષુ મંત્રી ?
ખોટ્ટુ, લટ્ટુ બનાવે,
મને મંતરી ! (૧૭૦)

*   *   *

કરણે દાસી !
ટાંટિયા તૂટે તોય ,
ના પગચંપી ! (૧૭૧)

*   *   *

ભોજ્યેષુ માતા ?
‘પ્રિયે, ફાંદ વિસ્તરી !
થા ઓરમાઈ !’ (૧૭૨)

*   *   *

શયને રંભા ?
શીઘ્ર *નાસિકારંધ્રે,
સહું અનિદ્રા ! (૧૭૩)

*   *   *

ધર્માનુકૂલા ?
મુજ અધર્મધર્મે,
તું દૂર ભાગે ! (૧૭૪)

*   *   *

ક્ષમાધરિત્રી ?
ના, વાંકું પડે ત્યાં  જ
કિટ્ટા કરંતી ! (૧૭૫)

*   *   *

રૂપેષુ લક્ષ્મી ?
ના, તું ગુણે રૂપાળી
સદા ભાવતી ! (૧૭૬)

*   *   *

(*નાસિકારંધ્રે, = નસકોરાંએ)

-વલીભાઈ મુસા

 

 

Advertisements
 

Tags: , ,

12 responses to “(૪૧૫) મારાં હાસ્યહાઈકુ (તાજો ફાલ) ભાગ -૧૧ (ક્રમાંક ૧૭૦ થી ૧૭૬)

 1. pragnaju

  January 16, 2014 at 4:22 pm

  ૧૭૦ તું કાઢી નાંખશો

  દ્વી અર્થી મને
  શુભાન અલ્લાહ
  …………………
  ૧૭૧ કરણેષુ દાસી !..
  કર્ણેષુ દાસી કરીએ તો ?
  ………………………..
  ૧૭૨ હાથ છે ‘ મા’ નો
  પણ મોઢું તો તારું !
  શ્રમ તો કર
  ……………………..
  ૧૭૩ તું છે અઘોરી
  લાગે ઘોરનો ત્રાસ
  કાને દે ડાટા !
  …………………………….
  ૧૭૪ કાફર બને
  તોબા કરી ભાગતી
  ધર્માનુકૂલા !
  ……………………………..
  ૧૭૫ જા હવે લુચ્ચા….
  કિટ્ટાની વાત છોડ
  ક્યાં જોઇ જોડ ?
  ………………………………..

  ૧૭૬ સદા ભાવતી ?
  છેલ્લે તું બોલ્યો સાચું !
  જતો ના ખાઇ!

  અર્પણ હાઇકુ પ્રેરણા ગુરુને

  Like

   
 2. pravinshastri

  January 16, 2014 at 5:17 pm

  બે વાર વાંચી ગયો. મજા આવી…મજા આવી.

  Like

   
 3. Valibhai Musa

  January 16, 2014 at 5:29 pm

  પ્રજ્ઞા(બુદ્ધિ !)બહેન,

  (૧૭૦) માંથી છેલ્લો છઠ્ઠી આંગળી જેવો ‘તું’ કાઢી નાખ્યો છે. આભાર. હું સુધારું ? ‘દ્વિઅર્થી’ અને ‘સુબ્હાન અલ્લાહ’
  (૧૭૧)માં મૂળ શ્લોકમાં ‘કરણ’ ‘કર્મ’ કે ‘કાર્ય’ના અર્થમાં છે. ‘કર્ણ’ કહેતાં ‘કાન’ થાય અને તો પછી કાન પકડવો પડે !!!
  (૧૭૨) થી (૧૭૬) સુધીનાં આપનાં પ્રતિહાઈકુઓ મજાનાં છે. ‘હાઈકુપ્રેરણા ગુરુ’ કહીને ચણાના ઝાડ ઉપર ચઢાવી દીધો ! મેં સાંભળ્યું છે કે મરાઠી કે કોઈક ભાષામાં ‘ગુરુ’ નો અર્થ ‘જાનવર’ પણ થાય છે, સાચી વાત ?

  Like

   
  • pragnaju

   January 19, 2014 at 1:05 pm

   તમને વલી જ સમજીએ છીએ
   ૧૭૧ કરણેષુ દાસી !..
   કર્ણેષુ દાસી કરીએ તો ?
   અંગે આપની વાત કબુલ કબુલ કબુલ
   અનર્થ થાય પણ હા ઇ કુ માટે માટે પ અક્ષર કરવા સૂચવ્યું હતું !
   તો ફરીથી લખશોજી અથવા અમે તો ૧૮ અક્ષર નો લખીએ

   Like

    
   • Valibhai Musa

    January 19, 2014 at 3:16 pm

    અમે મૂળ શ્લોક્ના ‘કરણેષુ દાસી’ શબ્દોને વળગી રહ્યા અને પાંચની અક્ષરસંખ્યા જાળવી રાખવામાં ભૂલથાપ ખાઈ ગયા, જેની જાણ અમને આપના આ પ્રતિભાવથી જ થઈ. હવે અમે ‘કરણેષુ’ અને ‘કર્ણેષુ’ બંનેને અળગા રાખીને ‘કરણે દાસી’ જ રાખીએ છીએ, કેમ કે હાઈકુના બંધારણને તો વફાદાર રહેવું જ પડે ને ! અમારું ધ્યાન દોરવા બદલ સાવ હળવો અને મુદ્દલ ભાર વગરનો આપનો આભાર માનીએ છીએ. વળી આ બહાને ‘કાર્ય’ અને ‘કરણ’ના અર્થોમાં ઊંડા ઉતરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પહેલી નજરે આ બંને શબ્દોનો એક જ જેવો ‘કામ’ અર્થ પણ સ્વીકારી ન શકાય. જો તેમ સમજતાં મૂળ શ્લોક ક્ષતિયુક્ત માલૂમ પડે, જે અસંભવિત જ છે; કેમ કે મંત્રી અને દાસીનાં કામ એક જેવાં હોઈ શકે નહિ. આથી ‘લેગુ’ પ્રમાણે ‘કાર્ય’નો અર્થ ‘કરવા યોગ્ય’ કે ‘કરણીય’ એવો લેવો પડે, જેવી રીતે ‘સ્વીકાર્ય’ = સ્વીકારવા યોગ્ય’, ‘આવકાર્ય’ = ‘આવકારવા યોગ્ય’ શબ્દો બન્યા છે. આમ મંત્રીએ રાજવહીવટ માટે “‘કરવા યોગ્ય’ કામો” કરવાં પડે, જ્યારે દાસીએ “‘કરવાનાં’ કામો” કરવાં પડે. વધુ ઊંડાણમાં કહીએ તો મંત્રીનાં કામો અનિશ્ચિત હોય છે, એટલે કે એ કામો આવતાં જાય તેમ કરતા રહેવું પડે; જ્યારે દાસીનાં કામો નિશ્ચિત હોય છે, એટલે કે દૈનિક ફરજના ભાગરૂપ હોય છે. આમ ભાર્યાને મંત્રી અને દાસી એમ બંને રીતે પતિની જવાબદારીઓની સહભાગી બતાવાઈ છે.

    Like

     
 4. Valibhai Musa

  January 16, 2014 at 5:46 pm

  ભોજ્યેષુ માતા ?
  ‘પ્રિયે, ફાંદ વિસ્તરી !
  થા ઓરમાઈ !’ (૧૭૨)

  મિત્રો,

  પહેલાં તો એક રમુજી ટુચકો કહું. સાંભળો. એક વ્હોરાજી પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. છોકરાંને શીખવે, ‘ટલવાર’નો ‘ટ’ અને છોકરાં પણ બોલે ‘ટલવાર’નો ‘ટ’. બિચારા અકળાયા. છેલ્લે સમજાવ્યું કે હું મોંઢેથી બોલું છું ટે ‘ટ’ નહિ, પણ મારા મનમાં છે ટે ‘ટ’ બોલો.

  મારા ઉપરોક્ત હાઈકુમાં મેં ‘ઓરમાઈ’ શબ્દ પ્રયોજ્યો છે. હવે આપ વાચકોમાંથી કોઈ એ શબ્દપ્રયોગના રહસ્યને સમજાવશે તો હું માનીશ કે એ ભાઈ કે બાઈએ મારા મનની વાત પકડી પાડી છે. આ કોઈ કસોટી કરવાની વાત નથી, પણ કોઈ માઈનાં લાલ લે લાલી એ જણાવશે, તો તે/તેણી પકડી પાડનારને અને ‘હું’ પકડાનારને એમ બંને પક્ષે આનંદઆનંદ થઈ રહેશે, તે વાત નક્કી સમજજો ! શું કહ્યું ?

  Like

   
  • Valibhai Musa

   January 19, 2014 at 9:01 am

   લ્યો ત્યારે, મારે જ ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી ?’ની જેમ મારા નીચેના હાઈકુમાં પ્રયોજાએલા શબ્દ ‘ઓરમાઈ’નું રહસ્ય છતું કરવું પડશે !

   ભોજ્યેષુ માતા ?
   ‘પ્રિયે, ફાંદ વિસ્તરી !
   થા ઓરમાઈ !’ (૧૭૨)

   અહીં ‘હાહા’કાર (હાસ્યહાઈકુકાર) પત્નીને ભોજન કરવા સબબે અપાએલા ‘ભોજ્યેષુ માતા’ના દરજ્જાને સ્વીકારે તો છે જ; કેમ કે માતાની જેમ પ્રેમથી ભોજન પીરસતાંપીરસતાં તેણે તેમને એટલું બધું ખવડાવ્યે જ રાખ્યું છે કે તેમની પેટની ફાંદ વિસ્તાર પામી ગઈ છે. હવે એ ફાંદ ઉતારવા માટે હાઈકુનાયક પત્નીને ખરી માતાના બદલે ઓરમાઈ (સાવકી) માતા થવા જણાવે છે. સામાન્ય રીતે એમ મનાતું હોય છે કે સાવકી માતાઓ પોતાનાં સાવકાં સંતાનોને એટલું બધું દુ:ખ આપતી હોય છે કે ઘણીવાર તો તેમને પેટભર ખાવા પણ આપતી નથી હોતી. અહીં હાઈકુનાયિકા ‘ઓરમાઈ’માતા સમી બને તો જ હાઈકુનાયકને અપૂરતું ખાવાનું મળે અને તો જ તેમની પેટની ફાંદ ઓગળવા માંડે, સમજ્યાં કે વીરાઓ-વીરીઓ !!!

   Like

    
   • pragnaju

    January 19, 2014 at 3:59 pm

    ‘ગજરત’ ને પૂછો

    Like

     
   • Valibhai Musa

    January 20, 2014 at 4:16 am

    ‘ગજરત’ સમજાયું નહિ !

    Like

     
 5. M.D.Gandhi, U.S.A.

  January 19, 2014 at 7:46 am

  બહુ સુંદર….

  Like

   
  • pragnaju

   January 20, 2014 at 1:34 pm

   Microsoft Office Proofing Tools – ગજરત is used by 1 users of Software Informer. The most popular version of this product among our users is 15.0. The names of program executable files are GROOVE.EXE, lync.exe. The product will soon be reviewed by our informers.

   Like

    
   • pragnaju

    September 8, 2015 at 11:54 am

    Pl try to read જય જય વસ ગજરત, તય તયવસ ગજરત
    નમસકર મતર, આપ રધ મહતન ઓળખ છ…ગજરતન ગરવ વકતવય આપવન એન કળથ પરભવત થય વન રહ ન શકએ.ત મતર રધ મહતન નવ વકતવયન વડય તમ ય ટયબ પર જઈ શકશ જઓ અન શર કર_પશચમ ભરતમ આવલ ગજરત રજય જ વયકતઓન મતભમ છ, તવ લકન ગજરત કહવમ આવ છ. અથવ બજ શબદમ કહએ ત જ લક ગજરત ભષ બલ છ, તમન ગજરત કહવમ આવ છ.ગજરત લક પતન રહણ કરણ, ભષ, ખરક, રત-રવજ, વગરન કરણ અલગ તર આવ છ. ગજરતઓ સમનય રત મળતવડ અન પતન સસકતન વળગ રહનર લક છ, અન તમન ખરક તઓ કયરય બદલ શકત ન હવથ, પરચલત ઉકત છ ક, જય જય વસ ગજરત, તય વસ ગજરત. _ગજરત રજયમ પણ પઘડ પહરવન પરપર ઘણ જ પરચલત અન સમજક મભ પરમણન હત. વરતમન સમયમ પણ અહન ભતગળ મળઓમ, લગન તમજ નવરતર જવ ઉતસવમ પઘડ પહરલ પરષ જવ મળ છ. ગજરત લકગત, વરતઓ, કહવત વગરમ પણ પઘડન ઉલલખ અવરનવર થયલ જવ મળ

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-18

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

word and silence

Poetry, History, Mythology

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

માતૃભાષા

मातृभाषा जीवे छे अने जीवशे पण एना प्रचार-प्रसारनी जरुर पण एटली ज छे...

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

A forum for all inspirers

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

%d bloggers like this: