RSS

(૪૨૦) હાસ્યમોતીની કંઠમાળા (૬)

02 Feb

(૩૬) મારા ૧૧ વર્ષના દીકરાને માથામાં વાગતાં અમે પતિપત્ની તેને દવાખાને લઈ ગયાં. ડોક્ટરે લોકલ એનેસ્થેશિઆ આપીને ટાંકા લેવાનું શરૂ કર્યું. દરેક ટાંકા વખતે તે પોતના અંગને સંકોડીને ઊંહકારા કરતો હતો. પાસે જ ઊભેલી નર્સ વચ્ચેવચ્ચે બોલ્યા કરતી હતી કે ‘બરાબર, રડવું એ સારી વાત છે !’ ઘરે પાછા ફરતાં મારા પતિએ અમારા દીકરાને પૂછ્યું, “બેટા, પેલી નર્સ વારંવાર કહ્યા કરતી હતી કે ‘રડવું એ સારી વાત છે.’ એ તને સંભળાતું હતું ?” મારા પુત્રે જવાબ આપ્યો, ‘હા, હું સાંભળતો હતો, પણ મને હતું કે તે મારી મોમને કહી રહી છે !’. (Kathleen Aldrich – RD)

(૩૭) અમે કેટલાક મિત્રો એક રેસ્ટોરન્ટમાં ડિનરનો ઓર્ડર આપવા માટે રકઝક કરી રહ્યા હતા. એવામાં બાજુના ટેબલ ઉપરના એક ભાઈ પોતાનો સેલ ફોન આવતાં સામેવાળાને ‘ચાલુ રાખો (Hold on)’ કહીને વાત કરવા માટે બહાર ગયા. જ્યારે તેઓ પોતાની વાત પતાવીને પોતાના ટેબલ ઉપર પાછા ફર્યા, ત્યારે મેં તેમને બિરદાવતાં કહ્યું, ‘આપની આ રીત સારી કહેવાય.’ પેલા ભાઈએ સ્વસ્થતાપૂર્વક જવાબ આપ્યો, ’મારી પાસે બીજો કોઈ વિકલ્પ જ ન હતો, કેમ કે તમે લોકો મોટેથી અવાજ કરી રહ્યા હતા !’ (Norm Blumenthal – RD)

 (૩૮) એક ચેરિટી ટ્રસ્ટના ડાયરેક્ટરે જાણ્યું કે શહેરના એક વિખ્યાત વકીલ કે જે ધૂમ કમાણી કરે છે તેમના તરફથી તેમના ટ્રસ્ટને કોઈ દાન મળતું નથી. એક વાર તેમણે પેલા વકીલ મહાશયને ફોન કરીને કહ્યું કે ‘અમને જાણવા મળ્યા મુજબ આપ વર્ષેદહાડે પાંચેક લાખ ડોલરની પ્રેક્ટિસ કરો છો અને છતાંય અમારા ટ્રસ્ટને આપ એક પણ પેની દાનમાં આપતા નથી. શું આપને એ નહિ ગમે કે આપ સમાજને કંઈક યોગદાન આપો ?’

વકીલ મહાશયે જવાબ આપ્યો, ‘આપની તપાસમાં આપને એ જાણવા નથી મળ્યું કે મારી સાસુ સતત બીમાર રહે છે અને તેની સારવારનું ખર્ચ તેની આવક કરતાં અનેકગણું આવે છે ?’

‘ઓહ, ના.’ ડાયરેક્ટરે જવાબ આપ્યો.

‘વળી તમને એ પણ જાણવા નહિ મળ્યું હોય કે મારો ભાઈ અંધ છે અને બેકાર પણ છે !’

ડાયરેક્ટર આટલું સાંભળીને અચકાતાઅચકાતા જવાબ આપી રહ્યા હતા, ‘ના, બિલકુલ નહિ.’ અને દિલગીરી વ્યક્ત કરતાં માફી પણ માગી રહ્યા હતા.

પેલા વકીલે પોતાની વાત આગળ ચલાવતાં સહેજ ઊંચા અવાજે કહ્યું, ‘અને મારી બહેનના પતિ અકસ્માતમાં માર્યા ગયા છે, તે પાછળ એક પણ પેની છોડી ગયા નથી અને તેમને ત્રણ બાળકો પણ છે !’

ડાયરેક્ટરે છોભીલા પડતાં કહ્યું કે, ‘સર, મને કંઈ ખબર નથી !’

પેલા વકીલે ખંધાઈપૂર્વક જવાબ આપ્યો, ‘ભલા માણસ, હું જ્યારે એ લોકોને એક પણ પેની મદદ તરીકે ન જ આપતો હોઉં, ત્યારે હું તમને કેવી રીતે આપી શકું ?’ (Anonymous – RD)

(૩૯) જેપનીઝ પોતાના ખોરાકમાં ઓછી માત્રામાં ચરબી (Fat)  લે છે અને તેમને બ્રિટીશ અને અમેરિકનના પ્રમાણમાં હૃદયરોગનું જોખમ ઓછું રહેતું હોય છે. ફ્રેન્ચ ખૂબ જ માત્રામાં આહાર તરીકે ચરબીનો ઉપયોગ કરતા હોય છે અને તેમને પણ પેલા બ્રિટીશ અને અમેરિકનના પ્રમાણમાં હૃદયરોગનું જોખમ ઓછું જ રહેતું હોય છે. તો વળી, ઈટાલિયન ખૂબ જ પ્રમાણમાં લાલ દારૂનું સેવન કરતા હોય છે અને તેમને પણ પેલી બે પ્રજાઓના પ્રમાણમાં હૃદયરોગનું જોખમ ઓછું રહેતું હોય છે. આનો સારાંશ એ થયો કે ‘મન ફાવે તે ખાઓ અને પીઓ કેમ કે અંગ્રેજી બોલવું  એ જ તમને મારી નાખતું હોય છે !’ (Irwin Knopf – RD)

(૪૦)  હું ઘરનું સફાઈકામ કરી રહ્યો હતો અને મને લાગતું હતું કે આ કામ મને મુશ્કેલ થઈ પડશે કેમ કે મારી કમરના નીચેના ભાગે મારો સ્નાયુ ખેંચાઈ ગયો હતો. હું ભોંયતળિયા ઉપરની ચીજવસ્તુઓ એકત્ર કરી રહ્યો હતો. હું ઊંડો શ્વાસ લઈને અને નીચો નમીને કંઈક વીણી લેવા જેવો કમરમાંથી વળ્યો, ત્યારે હું હસ્યા સિવાય રહી શક્યો નહિ, કેમ કે હું જે વસ્તુને ઉપાડી લેવા માગતો હતો તે એક માત્ર પરબીડિયું જ હતું કે જેના ઉપર એમ લખેલું હતું કે ‘વાળો નહિ. (Do Not Bend !)’ – (Karen Jubinville – RD)

-વલીભાઈ મુસા

(Abridged, adapted, summarized, edited  and translated  from “Reader’s Digest” [(November –  2002) – All credit goes to ‘Copy Right’ possessors.)]

 
Leave a comment

Posted by on February 2, 2014 in હાસ્ય

 

Tags: , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

Your springboard to your greatest heights

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

Captnarendra's Weblog

Just another WordPress.com weblog

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

શબ્દપ્રીત

ભલે પધાર્યા અમારે આંગણે

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

શબ્દસરિતા

शब्द जीवस्य भूषणम् |

Hiral's Blog

Just another WordPress.com weblog

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

દ્વિત્ય

અનંત યાત્રા....

%d bloggers like this: