સૂર્યાગમને,
નિશાચર સંતાડી,
નિશા ભાગતી ! (૧૭૭)
ઇક્ષુપિલાણે
શ્વેત વિષ સર્જાતું,
શુગરમિલે ! (૧૭૮)
ઘેઘુર વડ,
લંબાવે વડવાઈ
ભાર ઝીલવા ! (૧૭૯)
વીજખડગે
વાદળ ચિરાતાં, ને
વારિ દદડે ! (૧૮૦)
વીજ ત્રાટકે,
ના પ્રજળે, જુઓ ને
રૂ-પુંજ વાદળો ! (૧૮૧)
ભૂ છલાછલ,
વાદળમાથે સાવ,
કોરું ધાકોડ ! (૧૮૨)
વ્હેલી પરોઢે,
કાગ જગાડે ખગ,
’ભોર ભઈ, લ્યાં !’ (૧૮૩)
સૂરજમુખી,
સૂર્યભણી મિટડે,
નવ અંજાતું ! (૧૮૪)
પ્રસવે માતા,
બે જીવમાંથી થાતી,
એકલો જીવ ! (૧૮૫)
ખેતમૂષક,
નહિં હોય લ્યા ભાઈ,
યુરોપિયન ? (૧૮૬)
મધ્યમવર્ગી
ઘંટીપડિયાં વચ્ચે,
રોજ પિસાતો ! (૧૮૭)
થઈ ભૂલકું,
થાઉં ભુલક્કડ, હા
મજો મજો ભૈ ! (૧૮૮)
– વલીભાઈ મુસા
pragnaju
February 3, 2014 at 2:42 pm
માણ્યાં સરસ હાઈકુઓ
ચાલો કરીએ, પ્રતિહાઈકુનો પ્રયત્ન
આ પળે
………..
કૂણો તડકો,
જાય હિમાળી નિશા,
સૂર્ય ઉદયે !
………………
મીઠાશ લાવો,
સજીવ ખેતી વડે,
શેરડી તણી.
……………………………
સરખામણે
છે, વધુ ભુલક્કડ
સ્ત્રી ? ના, પુરુષો !!!
…
LikeLike
Valibhai Musa
February 3, 2014 at 4:52 pm
વાહ રે, સરસ હાઈકુ જામતાં જાય છે.
સૌ બ્લોગર ભાઈબહેનો,
આપ સૌ જાણો જ છો કે પ્રજ્ઞાબેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્ઝમાં નોંધાવાપાત્ર હજારો પ્રતિભાવો આપીને કેટલાય બ્લોગરોને પ્રોત્સાહિત કર્યા છે. અહીં તેમનાં હાઈકુઓ માટે તેઓ ‘પ્રયત્ન’ શબ્દ પ્રયોજે છે, તે તેમની નમ્રતા છે. ઘણાને કદાચ ખબર નહિ હોય પણ તેમણે મારી ઈ-બુક ‘વિલિયમનાં હાસ્યહાઈકુ’ ઉપર પોતાની વિદ્વતાપૂર્ણ પ્રસ્તાવના લખી આપી છે. ‘હાસ્યદરબાર’ બ્લોગ ઉપર એક વખતે જ્યારે હાદજનો તરફથી હાઈકુઓની રમઝટ બોલી રહી હતી, ત્યારે પ્રજ્ઞાબેને પ્રતિભાવમાં નીચેનું સરસ મજાનું હાઈકુ લખ્યું હતું.
શમા ખામોશ,
અગ્નિની જિહ્વા લાંબી,
રચે દોઝખ!
ઉપરોક્ત હાઈકુ સામે મારે લખવું પડ્યું હતું :
“કોમેન્ટમાંનું આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું! દુન્યવી શમાને એક તો અગ્નિના ઉગમસ્થાન હોવાનું સ્થાયી દુ:ખ અને પરવાનાને ભસ્મીભૂત થતું જોવાનું હંગામી દુ:ખ. ધર્મશાસ્ત્રો કહે છે કે પારલૌકિક દોઝખને આવી લાગણીઓ નહિ થાય, કેમ કે તેને તો પાપીઓને બાળવાની કામગીરી સોંપાઈ હોઈ એ તો કરિયાદ કરતી જ રહેશે કે ‘હું તો હજુ ભૂખી છું!’
પણ, મને એક વાતનું દુ:ખ થાય છે કે ફૂલદાની તો દિવાનખંડમાં શોભે, નહિ કે વરંડે! ઉમદા હાઈકુ અને કોમેન્ટે! વિહંગ આંખે આપનો બ્લોગ જોઈ આવ્યો અને ગુણવતાસભર રચનાઓથી પ્રભાવિત થયો છું.”
LikeLike
pravinshastri
February 3, 2014 at 4:01 pm
વલીભાઈ મને પણ હાઈકુ લખતાં આવડી ગયું
વાહ વલીભાઈ વાહ,
વાહ, વાહ અને વાહ,
અમારા વલીભાઈને ખૂબ વાહ વાહ
મેં પહેલા પણ લખ્યું હતું…સાહિત્યનો અઘરામાં અઘરો પ્રકાર એટલે હાઈકુ. મને તો જોડકણાં પણ ન આવડે.
LikeLike
Valibhai Musa
February 3, 2014 at 4:16 pm
વાહવાહથી,
મુજ હાઈકુયાને,
હવા ભરાઈ !
આભાર, પ્રવીણભાઈ.
હવે, તમને પૂછું ? વીણા વગાડી શકો ખરા ? તમારું નામ પ્રવીણ છે, એટલે પૂછું છું !
‘પ્રવીણ’ શબ્દનો મૂળ અર્થ વીણા વગાડવામાં કુશળ એવો થાય છે. ક્રમેક્રમે આ વિશેષ અર્થ જતો રહીને હરકોઈ કામમાં કુશળ એવો સામાન્ય અર્થ રહ્યો છે.
LikeLike
pravinshastri
February 3, 2014 at 4:43 pm
કોઈ કામમાં પ્રવીણતા નહીં. બધામાં ડાફાં મારતો “સબ બંદરકા વ્યાપારી” કિ બોર્ડ પર વીણા અને શહનાઈ વગાડી શકું. મારા નવમાં ધોરણના પાધ્યા સાહેબે મારું નામ ‘દૂધી ચણાનું શાક’ રાખેલું. તે જમાનામાં દક્ષિણ ગુજરાતમાં લગ્ન હોય કે મરણની રસોઈ હોય આ શાક હંમેશા થતું. સ્કુલની કોઈ પણ પ્રવૃત્તિ હોય મારું નામ પૂછ્યા વગર લખાઈ જતું. આંતરશાળા સ્પર્ધામાં જ્યાં જીતવાના ચાન્સ ન હોય ત્યાં બકરા તરીકે શહીદી માટે મને મોકલવામાં આવતો અને પરિણામથી એઓ કોઈકવાર આશ્ચર્ય પામતા. પ્રેમ રાખતા રહેજો વલીભાઈ. સાદર વંદન.
LikeLike
Valibhai Musa
February 3, 2014 at 5:24 pm
તો તો પછી, ‘સબ બંદરકે બ્યૌપારી’ ઉપરનો મારો નીચેના લિંકે હાસ્યલેખ તમને વાંચવો ગમશે.
https://musawilliam.wordpress.com/2010/04/10/%E2%80%98%E0%AA%B8%E0%AA%AC-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%95%E0%AB%87-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8C%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%93%E2%80%99-%E0%AA%A8%E0%AB%80/#more-2673
LikeLike
Laxmikant Thakkar
March 3, 2014 at 3:08 pm
વલીભાઇ,
તમારા સાદા અને સરળ ‘હાઇકુ’ પહેલાં પણ માણ્યાં*નાણ્યાં, જાણ્યા છે !
“થઈ ભૂલકું,
થાઉં ભુલક્કડ, હા
મજો મજો ભૈ ! “(૧૮૮)…. આ તો બધ્ધા બુધ્ધિયા-બુઢિયાઓની મન્શા….
.***
“પ્રસવે માતા,
બે જીવમાંથી થાતી,
એકલો જીવ ! “(૧૮૫)…..માં … હકીકતમાં , માતા ઘણી બધી રીતે વિસ્તરે છે …” એકલો જીવ “? કેમ?
***
“સૂરજમુખી,
સૂર્યભણી મિટડે,
નવ અંજાતું ! “(૧૮૪)
……..કારણ કે,… ‘સૂર્ય-પ્રકાશ’ની ચમક-પીળાશ જ તેની સન્જીવની….[પ્રાણ-વાયુ જેવું તત્ત્વ]
(મિટડે,=મીટડે જોઇયેને?)
ધાકોડ ! (૧૮૨)માં ‘ધાકોર’ ખપેને ?
***
(pragnaju / February 3, 2014 at 2:42 pm / માણ્યાં સરસ હાઈકુઓ/ ચાલો કરીએ, પ્રતિહાઈકુનો પ્રયત્ન આ પળે)…. ની સામેના આપના પ્રતિભાવો…, – વિદ્વાન સિનિયર…અનુભવીઓના બયાનો અંગે શું કે’વું?
[“પોતાની વિદ્વતાપૂર્ણ પ્રસ્તાવના લખી આપી છે. ‘હાસ્યદરબાર’ બ્લોગ ઉપર એક વખતે જ્યારે હાદજનો તરફથી હાઈકુઓની રમઝટ બોલી રહી હતી, ત્યારે પ્રજ્ઞાબેને પ્રતિભાવમાં નીચેનું સરસ મજાનું હાઈકુ લખ્યું હતું.”
તમે તો ‘કૈંક’ અવનવો અરથ ઉઘાડી આપ્યો છે….:- “શમા ખામોશ, / અગ્નિની જિહ્વા લાંબી, /રચે દોઝખ! ” ]
******************************************************************************************************************
લ્યો, આ સાથે ‘કૈંક’:-
[ હું સૂક્કું વૃક્ષ,
તું સહસ્ર કમલ,
વિરોધાભાસ !
***
શાશ્વત લાગે,
એ રૂપક પ્રેમનું,
એમનું એમ.
***
હાઈકુ યાને,
૧૭ અક્ષર,કોમા,
એકજ વાક્ય.
***
૧૭ અક્ષર ,
માત્ર એક વાક્યમાં ,
ઉઘડે અર્થ.
***
સાદું બયાન,
સત્તર અખ્ખરમાં,
છૂપાયા મર્મ. ]
****************************************************************************************************************************
-લા’કાંત / ૩.૩.૧૪
LikeLike