સાચાં પ્રેમીને,
વૅલન્ટાઇનડે તો,
બારે મહિના ! (૧૮૯)
જીવનભર,
નિજ વૅલન્ટાઇન,
જીવનસાથી ! (૧૯૦)
હોળી ગુલાલે,
વૅલન્ટાઇનડે તો,
ગુલાબ વડે ! (૧૯૧)
ધર્યું ગુલાબ,
વૅલન્ટાઇન ડેએ,
થપ્પડ સાટે ! (૧૯૨)
રહો સાબદા,
વૅલન્ટાઇનડેએ,
*પાદત્રાણથી ! (૧૯૩)
ગોઠણ સામે,
ગોઠણભર ઝૂકી
ધરે ગુલાબ ! (૧૯૪)
ગોઠણભર
વૅલન્ટાઇન ડેએ,
તરડે પેન્ટ ! (૧૯૫)
પીળા જુલાબે
વૅલન્ટાઇનડે રે,
સાવ જ ફ્લોપ ! (૧૯૬)
‘આઈ લવ યુ’ –
કાર્ડ થોકડાબંધે
સસ્તાં પડતાં !!! (૧૯૭)
કાળાબજારે
વૅલન્ટાઇનડેએ,
ગુલાબ ખપે ! (૧૯૮)
હિમ પડતાં,
વૅલન્ટાઇનડેએ,
નષ્ટ ગુલાબ ! (૧૯૯)
* પગરખું
-વલીભાઈ મુસા
સુરેશ
August 4, 2014 at 10:35 pm
મિત્રને વેલેન્ટાઈનનું ગુલાબ અપાય? જો અપાય તો….
લેજો ગુલાબ
અમેરિકાથી ખાસ
પ્રતિભાવનું !!
LikeLike
jugalkishor
August 5, 2014 at 1:23 am
મૈત્રીદિન મુબારક !!
ગાલ, ગુલાબ, ચંપલ, થપ્પડ, ઘુંટણ…..વાહ, આ બધાંને ભેગાં કરીને સારો મેળ બેસાડ્યો છે !
LikeLike
pravinshastri
August 5, 2014 at 3:56 am
વલીભાઈ, સાલું મારા ભેજામાં હજી નથી ઉતરતું કે તમે બધા કવિઓ ઓછામાં ઓછા શબ્દો વાપરી ત્રણ લાઈન ના હાઈકુમાં મોટામાં મોટી વાત કહી દો છો. રોજ કઈ જાતની અને કેટલી બદામ ખાવી પડે?
LikeLike
jugalkishor
August 5, 2014 at 7:11 am
પામ્યા ગુલાબ –
વેલેન્ટાઇન–ખર્ચા;
અહો જુલાબ !
LikeLike
pragnaju
August 5, 2014 at 12:49 pm
ગુલનું પાણી ?
વેલેન્ટાઇન દિને !
લો,ગુલદસ્તો !!
………………..
પ્રેમ નો માર્ગ
સમજી લીધો સીધો ?
છે -જવાળાપથ !
મૈત્રી દિવસે
મિત્રચક્ષુથી સૌની
કરો સમીક્ષા !
LikeLike
દીપક
August 7, 2014 at 8:21 am
અતિસુંદર!
સાચાં પ્રેમીને,
વૅલન્ટાઇનડે તો,
બારે મહિના !
—-
‘આઈ લવ યુ’ –
કાર્ડ થોકડાબંધે
સસ્તાં પડતાં !!!
LikeLike