RSS

(૪૪૧) પ્રકીર્ણ હાઈકુ : (ક્રમાંક ૨૦૦થી ૨૧૦)

20 Aug

હાઈકુજોડો,
રૂક્ષ શબ્દચામડે
કઠતો પગે !  (૨૦૦)

[મિત્ર શ્રી સુરેશભાઈ જાની (ડલાસ-અમેરિકા)એ ઉપરોક્ત હાઈકુનો છેલ્લો મૂળ શબ્દ ‘પાદે’ના બદલે ‘પગે’ ફેરબદલ કરાવ્યો તે બદલ શુક્રિયા]

હાઈકુપુષ્પ,
રૂક્ષ શબ્દકાંટડે,
ચૂભતું દિલે ! (૨૦૧)

[ઉપરોક્ત (૨૦૦)મા હાઈકુમાં ‘હાઈકુ’ને ‘જોડા’ જોડે સરખાવતાં ‘હાઈકુ’ની કદાચ તૌહિન થઈ હોય એમ સમજીને ક્ષમાભાવે અહીં (૨૦૧)માં ‘હાઈકુ’ને ‘પુષ્પ’ સાથે સરખાવી લઈને મારી જ દુભાયેલી લાગણીને મેં જ સરભર કરી લીધી છે !]

મન હોય  તો
માળવે જવાય એ
નક્કર સત્ય ! (૨૦૨)

છત્તર મ્હેલે
શ્રેષ્ઠી કે’વાયે, ફાટી
છત્રીએ રાંક ! (૨૦૩)

ગુજ્જુજન સૌ,
બ્લૉગાકાશે ઝૂમતા,
પોસ્ટતારલે ! (૨૦૪)

બગાસું-ખાંસી,
છીંક-હવા, આરોગો
સાવ મફત ! (૨૦૫)

[મિત્ર શ્રી ચીમનભાઈ પટેલ ‘ચમન’ (હ્યુસ્ટન-અમેરિકા) સાથે જામેલી ઈ-મેઈલ રમઝટમાં એમના નામને સાંકળતાં અને તેમના કામને નિરૂપતાં મારાં હાઈકુઓ ક્રમાંક -૨૦૬ થી ૨૧૦ તેમને સાદર અર્પણ]

ચિમની ધૂમ્રે
ને ચમનનાં ફૂલે,
ભાવ નિરાળા ! (૨૦૬)

મનચમને
મનમાળી મથતો
મન મૂકીને ! (૨૦૭)

શબદજાળાં ,
ધાતુસળિયા જાળાં,
સ્ટ્ર્ક્ચરકલા ! (૨૦૮)

હાડપિંજરે
રક્તમાંસ ચડંતાં
દેહભવન ! (૨૦૯)

ભાષા પંડિત
ઇજનેર પંડિત
ફેર કશો ના ! (૨૧૦)

-વલીભાઈ મુસા

 

 
3 Comments

Posted by on August 20, 2014 in હાઈકુ

 

Tags: , , , , , , , , ,

3 responses to “(૪૪૧) પ્રકીર્ણ હાઈકુ : (ક્રમાંક ૨૦૦થી ૨૧૦)

  1. Suresh Jani

    August 20, 2014 at 12:23 pm

    મન હોય તો
    અમેરિકા જવાય
    નક્કર સત્ય !
    ——–
    પંડિતથી શું
    ભાષા-ઈજનેર
    દિલ જોઈએ !

    Like

     
  2. pragnaju

    August 20, 2014 at 1:20 pm

    રુબી સ્લીપર
    થ્રો થયો મારા પર …
    હાઇકુ દ્વારા !

    Liked by 1 person

     
    • Valibhai Musa

      August 20, 2014 at 7:55 pm

      મિ. જ્યોર્જ ડબલ્યુ. બુશ અને ચીનના પ્રિમિયર મિ. વેન જિબાબો ઉપર જુતાંપ્રહાર થયા હતા. જો એ “રૂબી સ્લીપર્સ” હોત અને ખાનગીમાં એ ઘટના બની હોત તો એ લોકો એકએક સ્લીપર પેન્ટ કે ઓવરકોટનાં ગજવાંમાં મૂકતાં પેલા પ્રહારકોને ‘થેન્ક યુ’ કહ્યું હોત !!!

      Like

       

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: