RSS

માફીનામા …

20 Sep

બ્લૉગ અને નેટજગતનાં આબાલવૃદ્ધ પ્રત્યક્ષ અને પરોક્ષ પરિચિત વિશ્વમાનવો,

અસ્સલામો અલયકુમ…

અમે નીચે દર્શાવેલાં હાજી વલીભાઈ મુસાનાં સંતાનો આજરોજે અમારી હજ અદા કરવા માટે સાઉદી અરેબિયા જઈ રહ્યાં છીએ. અમારા બહોળા પરિવારના વડીલશ્રી છેલ્લાં આઠેક વર્ષથી પોતાની બ્લૉગીંગ પ્રવૃત્તિના કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિશ્વભરમાં અસંખ્ય લોકોના પરિચયમાં આવ્યા છે, જે અંગે એમના જ શબ્દોમાં કહીએ તો એ લોકોથી એક નાનકડું ગામ વસી જાય. આ લોકો પૈકીના મૂળ ગુજરાતના વતનીઓ જ્યારે પણ માદરેવતનની મુલાકાત લેતા હોય છે, ત્યારે અમને અમારા ખુશનસીબે મહેમાનનવાજીનો મોકો મળતો રહેતો હોય છે. અમારા સંસ્કાર પ્રમાણે માતાપિતાનાં સ્નેહીજનો કે મિત્રોને તેમની હયાતી કે બિનહયાતીમાં માતાપિતા જેટલાં જ માનસન્માન અને આદરભાવ આપવાં તથા આતિથ્યસત્કાર કરવો એને અમે અમારી ફરજ માનતાં હોઈએ છીએ.

અત્યારસુધીમાં એવાં કેટલાંય અમારાં માતાપિતાતુલ્ય વડીલો, સમવયસ્કો અને નાનેરાંઓએ અમને તેમનાં યજમાન બનવાનો મોકો આપ્યો છે. અમારી ધંધાકીય વ્યસ્તતાઓ કે અન્ય કોઈ કારણોએ અમારી મહેમાનનવાજીમાં કોઈ ઉણપ રહી ગઈ હોય, સ્થળાંતરો કરવા-કરાવવામાં કોઈ મુશ્કેલીઓ પડી હોય કે જાણે-અજાણે અમારાં વાણી, વર્તન કે વ્યવહારથી કોઈની લાગણી દુભાઈ હોય તો અમને દરગુજર કરવાની આર્જવતાભરી અમે વિનંતિ કરીએ છીએ. વળી અમારા પક્ષે પણ આપ કોઈના એવા કોઈ વર્તનથી અમને કોઈ દુ:ખ પહોંચ્યું તો નથી જ અને છતાંય એવો કોઈ વિચાર પણ કદાચ અમને આવી ગયો હોય તો અમે પણ આપ સૌને દરગુજર કરીએ છીએ.

અમારી હજની પ્રક્રિયાઓમાં અરફાતના મેદાનમાં સાચા દિલથી કરવામાં આવતી દુઆઓ (પ્રાર્થનાઓ) કબૂલ કરવામાં આવતી હોય છે. પ્રવર્તમાન વિશ્વભરની અશાંત પરિસ્થિતિઓ થાળે પડે અને જગતભરના લોકોમાં વિશ્વબંધુત્વની ભાવના જાગે અને સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય તેવી અમે પ્રાર્થના કરીશું. હાથીના પગલામાં અન્ય પ્રાણીઓનાં પગલાં સમાઈ જાય તે પ્રમાણે આપ સૌ પણ અમારી વૈશ્વિક પ્રાર્થનામાં સમાવિષ્ટ છો જ તેવું અમે શ્રદ્ધાપૂર્વક માનીએ છીએ.

આપ સૌ પણ અમારા માટે પ્રાર્થના કરશો કે અમે લોકો તંદુરસ્તી સાથેની અમારી હજયાત્રા સફળતાપૂર્વક પાર પાડીએ, અમારી દુઆઓ-પ્રાર્થનાઓ સર્વશક્તિમાન બ્રહ્માંડોનો સર્જનહાર કબૂલ ફરમાવે અને અમે સહીસલામત પાછાં ફરીને અમે અમારું  શેષ જીવન સાત્વિકતાપૂર્ણ ગુજારીએ.

આપનાં દુઆગીર,

મહંમદઅલી વલીભાઈ મુસા

રોશન (D/O વલીભાઈ મુસા) નૌશાદ  શાહુ

શબાના W/O મહંમદઅલી મુસા

Advertisements
 
10 Comments

Posted by on September 20, 2014 in લેખ

 

10 responses to “માફીનામા …

 1. HasanAli Maknojiya

  September 20, 2014 at 7:03 am

  Dear
  SubhanAllah, Alhamdolillah,
  અલ્લાહ આપની હજજ અને તમામ દુઆ કબુલ કરે અને આપ તમામ ને સહીસલામત વતન પરત લાવે. અલ્લાહ આપ સહુને તંદુરસ્ત રાખે. અને અલ્લાહ થી દુઆ કરજો કે તમામ ને હજજ નસીબ કરે, Iraq અને સીરિયા માં શાંતિ કાયમ કરે અને ઝીયારતો નસીબ કરે.
  Khuda Hafiz

  HasanAli Maknojiya
  +91 99 25-440786
  Satnam Psyllium Industries, Sidhpur
  http://www.satnampsyllium.com

  Liked by 1 person

   
  • Valibhai Musa

   September 20, 2014 at 5:40 pm

   ભાઈશ્રી હસનઅલી,
   શુક્રિયા, મારાં સંતાનોની હજયાત્રા નિમિત્તે તમારા શુભ સંદેશા બદલ. મારો બ્લૉગ Follow કરવા બદલ પણ શુક્રિયા. જાણી શકું, તમારું પૂરું નામ ? તમારી આગળની પેઢીથી કદાચ તમને ઓળખી પણ શકું !

   Liked by 1 person

    
 2. Suresh Jani

  September 20, 2014 at 11:44 am

  તમને સૌને હજ ફળે, એવી દુઆ.
  ત્યાં જઈ અમારા વતી દુઆ માંગજો.

  Like

   
 3. pragnaju

  September 20, 2014 at 1:37 pm

  બિસમિલ્લા

  Liked by 1 person

   
 4. Vinod R. Patel

  September 20, 2014 at 7:11 pm

  મારી દુઆઓ-પ્રાર્થનાઓ આપની સફળ હજયાત્રા માટે

  Liked by 1 person

   
 5. Pravin V. Patel (USA)

  September 20, 2014 at 8:08 pm

  Bhaishree Valibhai,
  The ” Pavankari Ganga of Humanity”flows from the hearts of your entire family.
  I am in touch with your BLOG through ” pravinshastri’s BLOG” few days ago.
  I am really happy with true human personality.
  May GOD bless you and your entire FAMILY.
  My humble request— Please pray for me.
  Happy holy journey(HAJ)

  Liked by 1 person

   
 6. 'Bhabhai' Bharat Pathak

  September 20, 2014 at 11:01 pm

  આપે લખ્યું : “… પ્રવર્તમાન વિશ્વભરની અશાંત પરિસ્થિતિઓ થાળે પડે અને જગતભરના લોકોમાં વિશ્વબંધુત્વની ભાવના જાગે અને સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય તેવી અમે પ્રાર્થના કરીશું…” તેમાં મારો નાનકડો સાદ પુરાવું છું. જે ઝંખના મારાં ઊંડાં ભીતરમાં સતત રહે છે તેને અરાફાતના મેદાનમાં આપ વાચા આપશો. પરંતુ આપના આ માફીનામા પરથી એ પણ જોઈ શકાય છે કે આપના અંતરની પણ એ જ સતત ચાલતી ઝંખના છે, પ્રાર્થના છે. આપની હજ સુખરૂપ હોજો; આપની દુઆઓ ફળજો; આપ સહુને સલામ, પ્રણામ.

  Liked by 1 person

   
 7. pravinshastri

  September 21, 2014 at 2:39 pm

  હાર્દિક શુભેચ્છાઓ. આપની ધર્મયાત્રા સુખદ રહે. તંદુરસ્તીનો જરૂરથી ખ્યાલ રાખશો.

  Liked by 1 person

   
 8. Valibhai Musa

  September 21, 2014 at 7:18 pm

  આ ‘માફીનામા’ કોઈ લેખ નથી, પણ હજયાત્રાએ જઈ રહેલાં મારાં કુટુંબીજનોની લાગણીનો પડઘો છે. આ પડઘાના પ્રતિધ્વનિ રૂપે સામેથી જે પ્રતિભાવો મળી રહ્યા છે તેનાથી ભાવવિભોર થઈ જવાય છે. અમારાં ગામડાંમાં કહેવાય છે કે ‘ઘરનો રોટલો બહાર ખાવાનો હોય છે.’ આનો સીધોસાદો મતલબ એ છે કે આજે તમે કોઈનો અતિથિસત્કાર કરશો તો કાલે અન્ય કોઈ તમારો અતિથિસત્કાર કરશે જ. અમારા બહોળા પરિવારનાં પેટા કુટુંબો કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલીઆ ખાતે વસે છે. અમારાં ભારત ખાતે વસતાં કોઈપણ કુટુંબીજનને આ બધા દેશોમાં જવાનું થાય છે, ત્યારે જે લોકો અમારાં મહેમાન બનેલાં હોય છે તેઓ અમારાં યજમાન બનવા પડાપડી કરતાં હોય છે. કેટલાંક પરોક્ષ રીતે અમને એકપક્ષીય રીતે જાણનારાંઓ તરફથી પણ અમારા સેલફોનની રીંગ સતત વાગ્યા કરતી હોય છે. કોઈ અમારા માનસન્માનમાં કોઈ એક જગ્યાએ Get togetherના કાર્યક્રમો પ્રયોજે છે. કોઈ અમારા માટે દિવસોના દિવસો ફાળવીને અમને ફરવા લઈ જાય છે, કોઈ અમને કહે છે કે અમે તમને લેવા આવીએ અને પાછા તમને તમારા ઠેકાણે મૂકી જઈએ. એક મિત્ર તો કહે છે કે મને એટલે કે ‘વલદા’ને ખેતીકામનો અનુભવ છે તો તેમના ફાર્મમાં શાકભાજીનું વાવેતર કરીને ત્યાં મહિનાઓ સુધી રહે અને જમીનનો વિકાસ કરી આપે. એક મિત્રે તો ત્યાં સુધી કહ્યું કે જો અમારા ત્યાં તમારે ઊતારો ન લેવાનો હોય તો અહીં આવશો જ નહિ. અમે અમારી મુશ્કેલી બતાવી, તો તેમણે કહ્યું કે આખા દેશના કોઈપણ સ્ટેટમાં જ્યાં તમારે જવું હશે, ત્યાં કાર કે ફ્લાઈટ દ્વારા સાથે આવીશું-જઈશું, પણ તમારું હેડક્વાર્ટર તો અમારા ત્યાં જ રહેશે. એક મિત્ર તો પરિચય થયાના ત્રણ જ મહિના પછી અવસાન પામ્યા હતા, અમે તેમના દફનસ્થાને જવાની ઇચ્છા વ્યક્ત કરી તો મરહુમનાં પત્ની અને તેમના પુત્રે અમારા રહેઠાણેથી તેમની કારમાં પચાસેક માઈલ દૂર લઈ જઈને અમારી ઇચ્છાને પૂર્ણ કરાવી.
  છેલ્લાં આઠેક વર્ષમાં ‘માફીનામા’માં લખ્યા મુજબ સ્નેહીઓમિત્રોથી એક ગામ વસી જાય એટલી સંખ્યામાં નિ:સ્વાર્થ અને આત્મીય સંબંધો બંધાવા એને તો ઈશ્વરની કૃપા જ સમજવી રહી.
  આપ સૌ પ્રતિભાવકોનો ખૂબખૂબ આભાર. ધન્યવાદ.

  Liked by 1 person

   
 9. vkvora Atheist Rationalist

  September 22, 2014 at 4:21 am

  શુભેચ્છાઓ, દુહાઓ, અભીનંદન બધુ વીનયપુર્વક અને વીધીપુર્વક….અમારા માટે શુભેચ્છાઓ અને દુહાઓ લઈ આવજો…..

  Liked by 1 person

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
વેબગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વિચાર–મંચ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

word and silence

poetry & prose by Tim Miller

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

MATRUBHASHA

"ઉત્તમ અંગ્રેજી; માધ્યમ ગુજરાતી." -- પ્રા. નિ. ભગત

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers World

Land of opportunity

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

શબ્દસરિતા

Whatsapp Us : +919408812054

%d bloggers like this: