(૪૪૭) પ્રકીર્ણ હાઈકુ : (ક્રમાંક ૨૧૧થી ૨૨૮)
ભસતાં શ્વાને
રોટલા નીરે, ચક
ખાતરપાડુ ! (૨૧૧)
નૈના વરસે,
હીબકાં ગાજવીજે,
વણ ચોમાસે ! (૨૧૨)
સબકા ભલા
ચહે માગણહારા
કો’ દે યા ન દે ! (૨૧૩)
નગશિખરે
વરસે થઈ નાગો,
મેઘનાગડો ! (૨૧૪)
યાહોમ કરી
ચડો ઘોડલે, ચાખો
લક્કડલાડુ ! (૨૧૫)
શ્યામલ શ્વાના,
ભૂરિયાં ગલૂડિયાં !
ટેસ્ટટ્યુબે કે ? (૨૧૬)
કવિતા બનું,
કવિ, તને જ કવું !
શું, તું જ કવે ? (૨૧૭)
તરે તળાવે
મહિષીઓ, ઠેકતા
કાગ બરડે ! (૨૧૮)
[મહિષી=ભેંશ]
ઉંબર ઠેકો,
ભાળો નવી દુનિયા,
થૈ કોલંબસ ! (૨૧૯)
ચકીપ્રજાતિ
સમૂહ ધૂળસ્નાને,
ડૂબી મરી શું ? (૨૨૦)
કીર પિંજરે,
ચહું, આઝાદ કરું,
કિંતુ ના માને ! (૨૨૧)
પંખી વિસામે
ચાડિયા માથે બેસી
બની નિર્ભય ! (૨૨૨)
પકડદાવ
નિશા-રવિ રમતાં
યુગોયુગોથી ! (૨૨૩)
કુષ્ઠિત ગુલ
ઝંખતું ઈશુ તણો
હિલીંગ ટચ! (૨૨૪)
(કુષ્ઠિત=કોઢવાળું (પાંખડીએ સફેદ ડાઘવાળું); ઈશુ=ઈશુ ખ્રિસ્ત; હિલીંગ ટચ=Healing touch=ઈશુના હાથનો સ્પર્શ થતાં જ કોઢ, રક્તપિત્ત જેવા રોગ નાબુદ થઈ જતા હોવાની તેમનામાં દિવ્ય શક્તિ હતી તેવી ક્રિશ્ચિયન માન્યતા)
નેટદરિયે,
ઢૂંઢ્યાં શબદમોતી
થૈ મરજીવા! (૨૨૫)
હરિકૃપા શી
માતૃમમતા વહે ,
સર્વત્રે સદા. (૨૨૬)
દૂર ખસતી
પ્રિયસ્પર્શથી ક્યમ?
ખસવ્યાધિ કે! (૨૨૭)
શમા શું કરે?
જીવંત પરવાના
ભોગ બને ત્યાં! (૨૨૮)
-વલીભાઈ મુસા
Like this:
Like Loading...
Related
Tags: કવિતા, ટેસ્ટ ટ્યુબ, નગ, મહિષી, લક્કડલાડુ, શ્વાન
pragnaju
November 14, 2014 at 2:17 am
તરે તળાવે
મહિષીઓ, ઠેકતા
કાગ બરડે !
વાહ
યાદ અપાવી અમારા એક ગામડામા ખૂબ કાદવ મા ઉઘાડા પગે આંગળાવાળી કાદવમા
દબાવી ચાલવાનું પણ મારે માટે ભેંસ પર ઉંધી ખાટલી બાંધી પાયા પકડી પલાંઠી વાળી બેસવાનું અને ભેંસ કાદવમા બેસી ન પડે એટલે એક છોકરો લાકડી મારી ભેંસને ચાલતી રાખે
LikeLike
aataawaani
November 14, 2014 at 5:37 pm
હાઈકુ એ એક એવી કળા છે .જેમાં થોડામાં ઘણું કઈ દેવાય છે અને વલીભાઈ આ કળા સારી રીતે જાણે છે . આતા ના બે અક્ષરો માં આખી આતાવાણી આવી જાય છે .
LikeLike
Valibhai Musa
November 14, 2014 at 7:14 pm
(મિત્રોને મૂળ નામથી બોલાવવાની મારી પહેલી પસંદગી હોય છે, એટલે આપને નામથી સંબોધું છું.)
સન્માનીય હિંમતભાઈ,
પહેલી વાત તો આપની તબિયત વિષેની; બોલો, કહળા છો કે ? હવે, ભારત ક્યારે આવો છો ? આ વખતે તો આપને જાસોર લઈ જવા છે. બાલુન્દ્રા તળાવના કાંઠે બેસીશું. થોડી વાત આપના બે અક્ષરના શબ્દ ‘આતા’ની. તો એ બે અક્ષરમાં ૯૩ વર્ષની જિંદગી આવી જાય કે નહિ ? ‘પૈસો’ બે અક્ષરનો શબ્દ, આખી જિંદગી એની પાછળ દોડવામાં પસાર થઈ જાય કે નહિ ? ‘વિદ્યા’ બે અક્ષર, આખી જિંદગી પૂરી થઈ જાય તો પણ ભણવાનો અંત ન આવે ! ‘બૈરી’ બે અક્ષરનો શબ્દ, માણસ કેવો જીવનભર સંસારની માયામાં રચ્યોપચ્યો રહે ! ‘મોક્ષ’ બે અક્ષર, જિંદગીભરની સાધના ઓછી પડે ! તો મારા વડીલ, હાઈકુમાં તો ૧૭ અક્ષર; બોલો, સાડા આઠગણું તેમાં સમાય કે નહિ ?
છેલ્લે ‘આભાર’નો ભાર ઉપડાવું. ‘પ્રતિભાવ’ બદલ આભાર. જોયું, વર્ડપ્રેસવાળાઓએ ‘પ્રતિભાવ’ નો કોઈ ભાવ રાખ્યો નથી ; ‘તફમ’ એટલે કે ‘તલાજી ફલાજી મગરવાડીઆ !!!
LikeLike