The fair skinned beggar
Sunlight,
the fair skinned beggar,
stands long hours
of summer mornings
at the veranda of my house
asking for nothing
irritating and annoying.
In the afternoon,
he jumps on our roof
and slowly walks down
to the balcony of Mrs. Maria,
drinks water and quenches his thirst
from the hanging bowl for birds,
peeps into her house,
watches her napping in her chair,
softly touches her cheeks
says something into her ears
and walks down
towards the West
singing a song
swinging his hands
carelessly as ever.
– Mukesh Raval
(Pots of Urthona – A Collection of Poems)
* * * * *
ગૌરવર્ણો ભિક્ષુક
સૂર્યપ્રકાશ
ગૌરવર્ણો ભિક્ષુક !
કલાકો સુધી ગ્રીષ્મ પ્રભાતે
મુજ ગૃહ તણા વરંડે
રહી ઊભો
ન કશુંય યાચે, તથાપિ
પજવતો, છંછેડતો મુજને !
વળી મધ્યાહ્ને
કૂદાકૂદ કરી અવ છપ્પરે
ગમન કરતો બિલ્લીપગે
શ્રીમતી મારિયાની અટારી ભણી !
પીએ પાણી,
વિહંગ તણી લટકતી કૂંડીઓ મહીંથી તહીં,
નિજ પ્યાસ તૃપ્ત કરવા.
વળી ડોકિયું કરી લે તેણીના ગૃહ મહીં
અને નિરખી લે તેણીને
ઝોકાં ખાતી નિજ ખુરશી મહીં.
તો વળી સ્પર્શી લે તેણીના ગાલોને
હળવી હથેળીઓ થકી
અને કાનોમાં કંઈક ગૂસપૂસ કરી લૈ
વહી જાતો મગરિબ ભણી,
ગાન ગણગણતો અને હાથ વીંઝતો
સાવ જ બિફિકરાઈથી હંમેશની જ જ્યમ !
* * *
(ભાવાનુવાદક – વલીભાઈ મુસા)
(પ્રૉફેસર મુકેશ રાવલના કાવ્યસંગ્રહ ‘Pots of Urthona’માંથી સાભાર)
# # # # #
(યુ.કે.ના વિવિધ કાવ્યસંગ્રહો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં વીણેલાં ઉત્તમ કાવ્યો તરીકે કેટલાંક ચયન પામેલાં અને ૫૦૦થી પણ અધિક વિદેશી વાચકોના પ્રશંસાત્મક પ્રતિભાવો મેળવેલાં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ “Pots of Urthona” (કલ્પનાનાં પાત્રો) એ પ્રૉફેસર મુકેશ રાવલની એક અનોખી સિદ્ધિ અને ગુજરાતના ગૌરવ સમાન ઘટના છે. તેઓશ્રીએ તેમના ઉપરોક્ત કાવ્યના ભાવાનુવાદ માટે ઉદાર સંમતિ આપી છે, તે બદલ તેમનો ખૂબખૂબ આભાર.)
– વલીભાઈ મુસા
(તા.૨૯૧૧૧૪)
પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :
ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭
સરનામું :
પ્રો. મુકેશકુમાર એમ. રાવલ,
એસોસિએટ પ્રૉફેસર,
ડિપાર્ટેમેન્ટ ઑફ ઈંગ્લીશ
જી. ડી. મોદી કૉલેજ ઓફ આર્ટ્સ
હાઈવે ચાર રસ્તા,
પાલનપુર -૩૮૫ ૦૦૧ (જિ. બનાસકાંઠા)
પુસ્તક પ્રાપ્તિ : –
Pots of Urthona
ISBN 978-93-5070-003-7
મૂલ્ય : રૂ|. ૧૫૦/-
પ્રકાશક :-
શાંતિ પ્રકાશન,
ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ,
ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ,
અમદાવાદ – ૩૮૦ ૦૧૩
સુરેશ
November 30, 2014 at 7:03 am
અદભૂત કલ્પના અને સજીવારોપણ.
LikeLike
pragnaju
November 30, 2014 at 2:05 pm
મધુર ગીતનો સરસ ભાવાનુવાદ
ગુંજ્યા સૂર
I Feel So Unsure
As i take your hand
And lead you to the dance floor
As the music dies
Something in your eyes
Calls to mind a silver screen
And all its sad goodbyes
[Chorus]
I’m never gonna dance again
Guilty feet have got no rhythm
Though it’s easy to pretend
I know you’re not a fool
I should have known better than to cheat a friend
And waste a chance that i’ve been given
So i’m never gonna dance again
The way i danced with you
Time can never mend
The careless whisper of a good friend
To the heart and mind
Ignorance is kind
There’s no comfort in the truth
Pain is all you’ll find
[Chorus]
Tonight the music seems so loud
I wish that we could lose this crowd
Maybe it’s better this way
We’d hurt each other with the things we want to say
We could have been so good together
We could have lived this dance forever
But now who’s gonna dance with me
Please stay
Now that you’ve gone
Now that you’ve gone
Now that you’ve gone
Was what i did so wrong
So wrong that you had to leave me alone
LikeLike
Valibhai Musa
December 13, 2014 at 6:09 pm
By Mail :
Respected Valibhai
Salaam
I cant find words to show my astonishment that in Gujarati such a
beautifully a poem can be translated. Hats off to you Sir. Its
fabulous. Just Go On……
Regards and love,
Mukesh Raval
LikeLike
inkandipoetry
December 16, 2014 at 8:52 am
મહદઅંશે જાજરમાન ચીતરાતા સૂર્યપ્રકાશને ભિક્ષુક કલ્પવું અને એના લઘરવઘર વર્તનનું નિરૂપણ બંને ખુબ ગમી ગયા.
સર્વ પ્રથમ તો રાવલ સાહેબને અભિનંદન।
વલીકાકાનો અભાર આટલી સુંદર કવિતાઓ ઉપલબ્ધ કરાવવા બદલ.
મૂળ કવિતા અને એનો ભાવાનુવાદ બંને એમ માણવા લાયક લાગે છે જાણે સોનાના આભૂષણમાં સાચા હીરા જડાવીને પહેરો અથવા સાચા હીરાને સોને મઢાવીને પહેરો!!
મૂળ કલ્પના અને કૃતિઓ માટે રાવલ સાહેબને ફરી એક વાર ખુબ અભિનંદન; સાથે કહ્યા વગર નહિ રહી શકું કે
વલીકાકાની, શબ્દોના શરીરમાં વસતા અર્થના આત્માને ખોજી લેવાની ગજબની સૂઝ, તથા ભાષા પ્રભુત્વ અને અભિવ્યક્તિની superb કહી શકાય એવી શૈલી દ્વારા ભાવાનુવાદ થાય, એ સો ટચના સોના સમી કૃતિઓને અમુલ્ય હીરાની પ્રાપ્તિ થવા બરાબર છે.
હજી વધુ કૃતિઓ વાંચવી ગમશે।
LikeLike