Great Indian Summer
Naked feet on the street
dream ice-cream in hands
Sun smiles in sky
Barren water taps
torn umbrellas of trees
roasted eggs in nests
A thirsty tongue
at a baraf gola lari (at a stand where ice slush is sold)
laughs at the Sun
A water melon and
a tomato killed Summer
in a burning street
Deserted streets
licking air-conditioners
Sun imposed curfew
Dark clouds in ponds
rest throughout the noon
village folk envy
An onion with roti (chapatti)
a jug of butter milk
intoxicate the sun.
– Mukesh Raval
* * * *
ભવ્યતમ ભારતીય ગ્રીષ્મ
પગરખાંવિહિન પગ શેરીએ
ને વળી હાથોમાં સ્વપ્નિલ આઇસક્રીમ,
રવિ મલકતો આકાશે !
શુષ્ક જળ તણા નળ,
તરુવર તણી શીર્ણવિશીર્ણ છતરીઓ
ને માળાઓ મહીં શેકાયલાં ઈંડાં !
તરસી જિહ્વા
બરફગોળા તણી રેંકડીસમીપે
ઉપહાસતી રવિને !
તડબૂચ અને
ટામેટાએ હણ્યો ઉનાળાને
ધોમધખતી શેરીએ !
વેરાન શેરીઓ,
જિહ્વા થકી ચાટતી એરકન્ડિશનરોને,
રવિએ જાણે લાદ્યો કર્ફ્યૂ !
ઘેરાં વાદળો, તળાવડાંમાં
ફરમાવે આરામ આખો બપોર
ને ગામલોક દાખવતાં દ્વેષ !
રોટલીસહ ડુંગળી
ને છાશ તણો ભોટવો
ઉન્મત્ત કરે રવિને !
-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :
ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭
સરનામું :
પ્રો. મુકેશકુમાર એમ. રાવલ,
એસોસિએટ પ્રૉફેસર,
ડિપાર્ટેમેન્ટ ઑફ ઈંગ્લીશ
જી. ડી. મોદી કૉલેજ ઓફ આર્ટ્સ
હાઈવે ચાર રસ્તા,
પાલનપુર -૩૮૫ ૦૦૧ (જિ. બનાસકાંઠા)
પુસ્તક પ્રાપ્તિ : –
Pots of Urthona
ISBN 978-93-5070-003-7
મૂલ્ય : રૂ|. ૧૫૦/-
પ્રકાશક :-
શાંતિ પ્રકાશન,
ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ,
ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ,
અમદાવાદ – ૩૮૦ ૦૧૩
pragnaju
January 7, 2015 at 1:19 pm
વેદ પ્રમાણે એક મોટું શિકારી કૂતરું છે અને તે આકાશમાં દોડે છે. એણે જીભ બહાર કાઢી છે. એમાંથી જ્વાળા નીકળે છે…’ અને કવિઓએ આ રીતે જોયો ઉનાળો –સુરેશ દલાલ પોતે શિયાળાની વહેલી સવારે તડકાની વાટ જોતા કહે છે: ‘થાય છે કે ક્યારે આકાશમાંથી કિરણોની કામધેનુઓ ઊતરી આવે’ કોઇને તડકો ‘શેડકઢો’ ‘કામળા’ જેવો હૂંફાળો, કવિ ઉશનસ્ ધવલ તડકાને ‘તાજા તાજા દહીં-દડકા’ સાથે સરખાવે છે. વેણીભાઇ પુરોહિત ‘કોકરવરણો તડકો’ શબ્દ પ્રયોગ કરે, પ્રિયકાંત મણિયારને ચોકમાં ઢોળાયેલો શ્રાવણની સાંજનો તડકો જોતાં ગવરી ગાયની ડોકમાં સોનાનો હાર શોભતો હોય એવું લાગે છે, લાભશંકર ઠાકરને તડકો ધોળા ટુવાલ જેવો ભાસે છે. સુન્દરમને તડકો મેંદા જેવો શોભતો દેખાય છે.કવિ યજ્ઞેશ દવેને તો ઉનાળો ‘વ્હાલુકડો’ લાગે છે. તેને બદલે સ્નો વચ્ચે કડકડતી ઠંડીમા ગ્રીષ્મની ગરમી !
A thirsty tongue
at a baraf gola lari (at a stand where ice slush is sold)
laughs at the Sun
તરસી જિહ્વા
બરફગોળા તણી રેંકડીસમીપે
ઉપહાસતી રવિને !
વાહ બાળપણ માં પહોંચાડયા
અહીં તો બહાર બરફ હોય તો પણ આઇસ્ક્રીમ ,ગોળા ખવાય !
LikeLike
jugalkishor
January 9, 2015 at 10:21 am
ખૂબ જ સરસ ! ધ્યાન ખેંચનારું છે….ધન્યવાદ.
LikeLike