RSS

(૪૬૪) જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે… – ભાવાનુવાદ [11]

13 Feb

When the election war will end …

 The train was running at its fastest.
From the Nazi nationalism
to English valor
from American dominance
to commonwealth slavery
he studied along with Freud
the psychology of peasants
and embarked on for train of power.

From a cup of tea
sold on the platform
he learnt the idea of habit.
the habit of people to follow what they like.

He learnt how to manipulate and use
the feelings for the power.
He started selling dreams
to the dream-less mass.
He aroused them fore more.
the train started
from an already versatile state.
Deeply buried in his thoughts
Hitler was still alive.

His courtiers were the followers of Goebbels.
The train accelerated fast
through the spongy hearts of few other states.

He wished to capture the whole fruit.
Now he reached the core of the coconut.
the train was tired now
the train needed some more fuel
and a bit of repairs.
again the same power shots
on character and style
on coughing and mufflers
on the bad luck of enemy
Which are the identity of his opponent
with millions others.

The mufflers made the rope
strong and unbreakable
tied the train from behind
and let not move further
in spite of all his mighty thrusts

his train was moving at its fast
until a muffler man
showed him the red signal.
the vodka, the bunker and the Goebbels
wait him on 10th
when the election war will end
the train will derail
on its own fake rails…..

– Prof. Mukesh Raval

(Dt.090215)

 જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે… (ભાવાનુવાદ)

દોડી રહી હતી એ ટ્રેઈન નિજ પૂરઝડપે
નાઝી રાષ્ટ્રવાદી વિચારધારાથી અંગ્રેજ રણક્ષેત્રીય વીરત્વ ભણી
ને વળી અમેરિકી સત્તાપ્રભાવથી તે રાષ્ટ્રસમૂહ દેશો તણી નિર્માલ્યતા લગી
એણે આત્મસાત કરી લીધું સિગમંડ ફ્રોઈડ મનોવિજ્ઞાની તણી ઢબે
મનોવિજ્ઞાન એ ગ્રામ્યપ્રજા તણું
અને ચઢી બેઠો એ સત્તા તણી ટ્રેઈન ઉપરે.

રેલવે પ્લેટફોર્મે વેચાતા
ચાના એ કપ થકી
શીખી લીધી એણે માદક પ્રભાવકતા આદત તણી
કે લોકટોળાં એને જ અનુસરતાં જે તેઉને ગમતું.

શીખી લીધું એણે વળી ક્યમ ચાલાકીથી કામ નિપટવું
અને વટાવી લેવી ક્યમ લોકલાગણીઓ કરવા સત્તા હસ્તગત.
દિવાસ્વપ્નો વેચવાં શરૂ કર્યાં એ લોકસમુદાય મહીં
જે હતો સાવ જ શુષ્ક  અને વળી સ્વપ્નવિહીન
જગાડી  ઉગ્ર લાલસાઓ તેઉમાં પ્રથમથી જ પામવા અધિક.
ટ્રેઈન તો નીકળી પડી મોજુદા બાહોશ સ્થિતિએ.
વિચારોમાં એના ઊંડેઊંડે ધરબાયેલો
હિટલર હજુય જીવિત હતો !

હજુરિયા દરબારીજનના ભ્રામક પ્રચારો થકી
પકડી લીધો વેગ એ ટ્રેઈને એવો અધિક
કે વિશેષ કૈક પ્રદેશોનાં પોચટ લોકહૃદયો વચાળે સડસડાટ એ વહી ગઈ.

વાંછ્યું તેણે નિજ કાજે ઝડપવા ફળ આખેઆખું,
અને ઊંડેરો એ પહોંચ્યો ખરોય શ્રીફળના ગર્ભ સુધી,
પણ હવે એ ટ્રેઈન થઈ હતી શ્રમિત
અને માગે એ અધિક ઈંધણ ને થોડી મરમ્મત
વળી પાછા ત્રાટકવા એ જ બળે અને એવા જ  રંગઢંગે
દુર્ભાગી ખાંસતા એ વિપક્ષી જન અને તદ તણા મફલર ઉપરે
કે જે ઓળખ બની વિરોધી એના ને લાખો એના સાથીઓ તણી

મફલરોએ વણી લીધું એવું જાડું જ રજ્જુ
કે જે હતું મજબૂત અને વળી અતૂટ પણ
દીધું બાંધી એને ટ્રેઈનના પછવાડે કસકસીને
કે ન હાલે એ ટ્રેઈન અગાડી લગીરે
ભલે ને મારે એ તાકતવર હડસેલા અધિકાધિક !

દોડ્યે જતી હતી એની ટ્રેઈન પૂરઝડપે
કે જ્યાં લગણ એ મફલરવાળાએ લાલ સિગ્નલ ન ધર્યો.
સ્વઘાત પૂર્વેની હિટલરની આખરી ચુસકી વૉડકાની બન્કર મહીં
ને વળી ગૉબેલ્સ જેવા દુષ્પ્રચારના અંજામ એ સઘળાં તણી
કરો પ્રતીક્ષા આગામી દસમી સુધી
કે જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે
અને પેલી ટ્રેઈન નિજ કૃત્રિમ પાટાઓ પરથી
ખડી પડશે ભોંય ઉપરે !

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(તા.૦૯૦૨૧૫)

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , ,

2 responses to “(૪૬૪) જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે… – ભાવાનુવાદ [11]

  1. સુરેશ

    February 13, 2015 at 1:41 pm

    હમણાંથી કવિતાઓ વાંચવા ખાસ મન થતું નથી;પણ તમારા ઈમેલ ઈજને આ વાંચવા પ્રેરાયો. એ ઈજન માટે દિલી આભાર, નહીં તો ગુજરાતી કવિતામાં ભાગ્યે જ જોવા મળતી આવી સદ્ધર અને માતબર કલ્પનાથી વંચિત રહી જવાત.
    મારામાં રહેલા ઈતિહાસ પ્રેમીને આ કલ્પના ખુબ જ ગમી ગઈ.
    કદાચ ધક્કો લાગશે; પણ ……..
    હિટલર મારા માનીતા વિલનોમાંનો એક છે !! આ એક જ માણસે એની માનસિક કુરૂપતાથી જગતમાં જે ફેરફારો આણ્યા – એકદાચ અનેક સંતો નહીં લાવી શક્યા હોત !!

    આવી જ એક વિલન સંહિતા મોરારીબાપુ એ કહેલી છે – એમનું ‘રાવણ ચરિત માનસ’
    રાવણ ન હોત – તો કદાચ રામને કોઈ જાણતું પણ ન હોત.
    ———
    આથી જ કદાચ…..
    જગતમાં જે કાંઈ સારું કે નરસું છે – તેની કોઈક ને કોઈક સંદર્ભમાં પ્રસ્તુત હોય જ છે. દા.ત. ધરતીકંપ/ જ્વાળામુખી/ ત્સુનામી
    ફેરફારનાં આ વિકરાળ બળો ન હોત; તો પૃથ્વીનો નકશો સાવ નિરાળો જ હોત.
    ધાર્મિક માન્યતા મૂજબ……
    જગન્નિયંતાએ બધું વિચારીને જ બનાવ્યું છે !!
    આ કવિતાના નિયંતા અને તેનું ભાષાંતર કરનાર વલીદાએ એ એક મહાન પ્રદાન કર્યું છે.

    Liked by 1 person

     
  2. Valibhai Musa

    February 13, 2015 at 11:27 pm

    જર્મન રાજપુરુષ (Politician) એડોલ્ફ હિટલરે બીજા વિશ્વયુદ્ધમાં બર્લિન ગુમાવી દેવાના આઘાતથી સાઈનાઈડની કેપ્સુઅલ ચાવી જઈને અને પછી તરત જ પોતાની ગનમાંથી ગોળી છોડીને પોતાના જીવનને સમેટી લીધું હતું. આ આત્મહત્યા તેણે સલામતી માટે છુપાઈ જવાના ભંડકિયા (Bunker)માં જ કરી લીધી હતી અને એ પહેલાં એણે છેલ્લો વૉડકા (રશિયન દારૂ) પીધો હતો. વળી આ ઘટનામાં નવાઈ પમાડનારી બાબત એ હતી કે હિટલરે આત્મહત્યા કરવાના ચોવીસ કલાક પહેલાં જ પોતાની પ્રેમિકા ઈવા બ્રાઉન સાથે લગ્ન કરી લીધાં હતાં અને તેણીએ પણ હિટલરની જેમ જ આત્મહત્યા કરીને તેને આખરી સાથ આપ્યો હતો.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

અભીવ્યક્તી

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

Success Inspirers' World

Your springboard to your greatest heights

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

Captnarendra's Weblog

Just another WordPress.com weblog

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક"

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

શબ્દપ્રીત

ભલે પધાર્યા અમારે આંગણે

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

શબ્દસરિતા

Whatsapp Us : +919408812054

Hiral's Blog

Just another WordPress.com weblog

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

દ્વિત્ય

અનંત યાત્રા....

%d bloggers like this: