RSS

(૪૯૩) “કોરો કાગળ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૪) -વલીભાઈ મુસા

11 Sep

A piece of blank paper

A Muslim wrote “Quran”
A Christian wrote “Bible”
A Jewish wrote “Torah”
A Hindu wrote “Gita”.
On a piece of blank paper

Everyone claimed
their version of the truth
to be the real truth
the only truth.

A pandemonium ensued
peace unraveled
Tempers flared
Chaos erupted

In great agony
the paper screamed
stop these hatred
these unholy wars
stop it all

let me be
let me just be
a blank piece of paper.

– Vijay Joshi

* * * * *

કોરો કાગળ

(અછાંદસ)

મુસ્લીમે લખ્યું ‘કુરાન’
ને ખ્રિસ્તીએ લખી ‘બાઈબલ’.
યહુદીએ લખ્યું ‘તોરાહ’
તો વળી, હિંદુએ લખી ગીતા;
કોરા એક કાગળ ઉપર.

દાવો દરેકનો એકસરખો;
કે તેમનો ગ્રંથ સત્ય,
આખરી સત્ય
ને એક માત્ર સત્ય.

કોલાહલ ઊઠ્યો,
શાંતિ ડહોળાઈ,
મિજાજ ભડક્યા,
અંધાધૂંધી ફાટી, સઘળે.

તીવ્ર પીડાએ
કાગળ ચીસ્યો :
આ ધિક્કાર બંધ કરો,
આ નાપાક યુદ્ધોય બંધ કરો.
આ સઘળુંય બંધ કરો.

મને રહેવા દો,
ખરે જ મને રહેવા દો,
કોરા કાગળનો એક ટુકડો જ !

– વિજય જોશી (કવિ)

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

કોરો કાગળ (સંક્ષેપ)

કાગળનો કોરો ટુકડો કોરા કાગળ તરીકે જ અસ્તિત્વમાં આવ્યો અને લહિયાઓએ પ્રાચીન ધર્મગ્રંથોની હસ્તપ્રતો તેના ઉપર લખી કાઢી. તેમણે ઈરાદાપૂર્વક પોતપોતાની તરફેણ અને વિરુદ્ધનાં અવળાં અર્થઘટનો એ કાગળમાં લખી નાખ્યાં; જેનું પરિણામ એ આવ્યું કે ધર્મયુદ્ધો, દલીલબાજીઓ, ધિક્કારની ભાવના, ધર્માંધતા વગેરે વગેરે ઊગી નીકળ્યાં. અહીં રૂપક તરીકે લેવાયેલો કોરા કાગળનો ટુકડો ધર્મગ્રંથોનાં ખોટાં અર્થઘટનો સામે બળવો પોકારી ઊઠ્યો અને આજીજી કરવા માંડ્યો કે તેને એકલો છોડી દેવામાં આવે, કોઈપણ ધર્મ સાથેના જોડાણથી તેને મુક્ત રાખવામાં આવે અને તેને માત્ર અને માત્ર એક કોરા કાગળ તરીકે જ રહેવા દેવામાં આવે.

 – વિજય જોશી (કવિ)

 – વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

* * * * *

 

Tags: , , , , , , , , ,

2 responses to “(૪૯૩) “કોરો કાગળ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૪) -વલીભાઈ મુસા

  1. pragnaju

    September 11, 2015 at 2:17 pm

    याद आया
    कोरा कागज़ था ये मन मेरा
    लिख लिया नाम इस पे तेरा
    सूना आंगन था जीवन मेरा
    बस गया प्यार इसमें तेरा…मानव मनका कागज़ कोरा होता है तब ही सच लिखा जाता है!

    Like

     
    • Valibhai Musa

      September 11, 2015 at 4:53 pm

      ‘મેરા જીવન કોરા કાગઝ, કોરા હી રહ ગયા’કિશોરદાનું ગાયેલું ‘કોરા કાગઝ’નું યાદગાર ગીત મને પણ યાદ આવી ગયું. ગાનની કડી વચ્ચેના મ્યુઝિકમા એક જગ્યાએ પક્ષીઓના અવાજને આબેહૂબ રીતે ગોઠવવામાં આવ્યો છે.

      Like

       

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: