RSS

(૪૯૪) “જ્યમ અસ્ખલિત મેઘ વરસે…” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૦)

23 Sep

Rain all along

Love me less O lady love me long
Rain all along o lady rain all along

As the earth absorbs but not all the rain
The excess water goes wasted in vain
So love me less O lady love me long
Rain all along o lady rain all along

Everything in proportion pleases more
Ships over-laden reach not the shore
So love me less O lady love me long
Rain all along o lady rain all along

We love the rain when it is drought
But do not we pray it to cease
while in flood we are caught
So love me less O lady love me long
Rain all along o lady rain all along………

– Mukesh Raval

(From ‘Pots of Urthona’ – A Collection of Poems)
[Published in an anthology of poetry named “A piece of my heart’ by Forward Poetry, U.K.]

* * *

જ્યમ અસ્ખલિત મેઘ વરસે…

અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.

ધરિત્રી શોષે જળ, પણ કદીય ના એક માત્રાથી વિશેષ,
અદકેરું જળ વરસ્યું સઘળું, સાવ જ વેડફાતું નકામું.
તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.

સઘળી વસ્તુ ખુશ જ કરતી, સપ્રમાણે જો એ હોયે
અતિભારિત વહાણો, સમસૂતર પહોંચતાં ના કિનારે
તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.

ચહીએ આપણ મેઘ અધિક, જો હોયે અનાવૃષ્ટિકાળ
શું ના પ્રાર્થીએ તેને વિરમવા રેલસંકટે સપડાતાં ?
તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.

* * *

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

રસદર્શન :

પ્રૉફેસર મુકેશ રાવલ પોતાના એક પ્રણયોર્મિ કાવ્ય સાથે આપણી સમક્ષ આવે છે, જેની ધ્રુવપંક્તિ છે :

“તો અલ્પ જ ચાહે ભલે પ્રિયે, પણ તું ચાહજે દીર્ઘ મુજને
પ્રણયવૃષ્ટિ સતત ચહું હું જ્યમ અસ્ખલિત મેઘ વરસે.”

અહીં કાવ્યનાયક અર્થાત્ પતિમહાશયની નિજ અર્ધાંગના પાસેથી અપેક્ષિત એવી એક આરજૂ વ્યક્ત થઈ છે, જેને આમ જોવા જઈએ તો સર્વે પતિદેવોની જ ગણવી રહે. દાંપત્યપ્રેમનું સાતત્ય એવું રહે કે જેમાં ચઢાવઉતાર કે વધઘટને સ્થાન ન હોય. આ કાવ્ય પત્નીને સંબોધીને મૂળે અંગ્રેજીમાં લખાયું છે અને વાચકો માટે ‘O Lady’ સંબોધન મનભાવન બની રહે છે. અનુવાદકે વળી ‘પ્રિયે’ સંબોધન પ્રયોજીને તેનો યથાર્થભાવ પ્રગટ કર્યો છે. મોટા ભાગે દાંપત્યજીવનના પ્રારંભે દંપતીનો અન્યોન્ય પરત્વેનો પ્રેમ અધિક હોય છે અને સમય જતાં એ પ્રેમ ઓસરવા માંડે છે. આપણા કાવ્યનાયકના જીવનમાં આવું ન બને કે સમયાંતરે તેમનું દાંપત્યજીવન નીરસ ન બની જાય અને તેથી જ તો અગમચેતી રૂપે તેઓ કહે છે કે, ‘ભલે તું મને ઓછું ચાહે, પણ તારી ચાહત દીર્ઘકાળ સુધી કાયમ રહેવી જોઈએ.’ પોતાની આ આરજૂના સમર્થનમાં કવિ અસ્ખલિત રીતે વરસતા વરસાદનું દૃષ્ટાંત આપે છે.

કાવ્ય આગળ વધે છે અને એ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં કવિ આપણને સમજાવે છે કે અતિવૃષ્ટિમાં પાણી વેડફાતું હોય છે અને ઘણીવાર તો તે હાનિકારક પણ નીવડે છે. વરસાદના પાણીને શોષી લેવાની ધરતીની પણ એક મર્યાદા હોય છે, કેમ કે તે અમુક માત્રાથી વિશેષ પાણી શોષી ન શકે. પ્રણયવર્ષાનું પણ એવું જ હોય છે. હૃદયરૂપી ધરતી પણ પ્રણયના અતિરેકને પોતાનામાં સમાવી શકતી નથી અને આમ એ વધુ પડતો પ્રણય એળે જતો હોય છે. કવિ ઇચ્છે છે કે દાંપત્યપ્રેમ અમૂલ્ય હોય છે અને એને જીવનભર વહેતો રાખવાનો રાખવાનો હોઈ આમ એ વ્યર્થ વેડફાવો જોઈએ નહિ. કવિએ દાંપત્યજીવનની આ ગહન વાતને પોતાની લાક્ષણિક ઢબે આપણને સહજ રીતે સમજાવી દીધી છે.

અંગ્રેજીમાં કહેવાય છે કે Everything in limit is good; અર્થાત્ દરેક વસ્તુ મર્યાદામાં જ સારી લાગતી હોય છે. કવિ આ વાતને મિતભાષી ‘સઘળી વસ્તુ ખુશ જ કરતી, સપ્રમાણે જો એ હોયે’ કંડિકા દ્વારા સમજાવે છે અને વળી એ વાતના દૃઢિકરણ માટે ઉદાહરણ પણ આપે છે કે વધારે ભાર લાદેલાં વહાણ સહીસલામત રીતે કિનારા સુધી પહોંચી શકતાં નથી હોતાં. દાંપત્યજીવનના વહાણનું પણ એવું હોય છે કે જે અધિક પ્રેમના ભારને ઝીલી શકે નહિ. ઘણાં દંપતીનાં જીવનમાં પણ આવું જ બનતું હોય છે કે જ્યાં અન્યોન્ય પરત્વેના પ્રારંભિક પ્રેમના અતિરેકના ભારથી અને પાછળથી પ્રેમના અભાવના કારણે લગ્નવિચ્છેદની સમસ્યા સર્જાતી હોય છે.

કાવ્યસમાપને કવિ દાંપત્યજીવનમાં યુગલોએ ક્યારે અને કેટલો પ્રેમ અભિવ્યક્ત કરવો જોઈએ તે મેઘના એ જ સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજાવે છે. જ્યારે વરસાદ વિલંબાતો હોય અને અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાવાની સંભાવના હોય ત્યારે આપણે તેને વાંછીએ છીએ, પરંતુ અતિવૃષ્ટિના સંજોગોમાં આપણે ઈશ્વરને પ્રાર્થતા હોઈએ છીએ કે એ વરસાદ વરસતો બંધ થઈ જાય. કૌટુંબિક જીવનમાં કોઈક આસમાની સુલતાનીના સમયે દંપતીએ પ્રેમ દ્વારા એકબીજાંને હૂંફ આપવી જોઈએ, કેમ કે પ્રેમવર્ષા થવા માટેનો એ જ તો યોગ્ય સમય હોય છે. પ્રેમમાં અજ્ઞાત એવી શક્તિ હોય છે અને એ શક્તિનો યથા સમયે ઉપયોગ થવો જોઈએ. કુટુંબજીવન જ્યારે સમસૂતર રીતે પસાર થઈ રહ્યું હોય ત્યારે યુગલે પ્રેમની એ શક્તિનો દુરુપયોગ ન કરતાં એનો સંચય કરી લેવો જોઈએ કે જે જરૂરિયાતના સમયે ખપ લાગે.

દાંપત્યજીવનમાં પ્રેમની અભિવ્યક્તિ માટેના મધ્યમમાર્ગને સૂચવતી આ લઘુરચના બદલ કવિશ્રીને ધન્યવાદ.

– વલીભાઈ મુસા (રસદર્શનકાર)

* * * * *

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

Tags: , , ,

4 responses to “(૪૯૪) “જ્યમ અસ્ખલિત મેઘ વરસે…” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૦)

  1. pragnaju

    September 23, 2015 at 11:57 am

    ખૂબ મધુરુ કાવ્ય
    અને મધુરો મધુરો ભાવાનુવાદ
    રસ દર્શન માં તોપ્રણયવર્ષામા તરબતર !
    હવે તો આ તરન્નુમમાં મૂકશો જ મુકશો
    આવું અમને ગમતું ગીત…ઘરમા આછા પ્રકાશમા બીજા અવાજ બંધ કરી આંખ બંધ કરી Listen to the falling rain

    Jimmy Patrick – Listen to the falling rain & You’re … – YouTube
    Video for youtube love you drop of rain▶ 5:09

    Sep 10, 2013 – Uploaded by fritz51342
    Listen to the falling rain, Listen to it fall, And with every drop of rain. I love you more. Let it rain all night long, Let my love for you grow strong,

    Like

     
  2. સુરેશ

    September 23, 2015 at 3:47 pm

    अति सर्वत्र वर्जयेत ।

    Like

     
  3. Mahebubali A. Musabji

    November 11, 2015 at 5:15 pm

    Tnx uncle best poem.

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.