તા. ૨૨મી નવેમ્બર, ‘૧૫ના રોજ અમદાવાદની મધ્યમાં એક ઐતિહાસિક અને રમણીય સ્થળે વેબગુર્જરી પરિવારનું વિશેષ સ્નેહમિલન યોજાયું છે.
આ સભાના મુખ્ય અતિથિ – વેબગુર્જરીને પોતાનું કિંમતી યોગદાન આપી રહેલા, અમેરિકાસ્થિત – શ્રી વિજયભાઈ જોશીના સાન્નિધ્યમાં, અમદાવાદ, વડોદરા તથા અન્ય સ્થળોથી હાજર રહેનારા કેટલાક મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમે મળવાનાં છીએ !!
‘વેગુ’પરિવાર સાથે સંકળાયેલા સભ્યો ઉપરાંત બ્લૉગર્સ અને જુદાંજુદાં ક્ષેત્રોમાં યોગદાન આપી રહેલ વિશેષ વ્યક્તિઓની ઉપસ્થિતિ આ સભાનું આકર્ષણ હશે.
તારીખ : ૨૨–૧૧–૨૦૧૫
સમય : સાંજના ૪.૦૦થી
સ્થળ : ગાંધીજી દ્વારા સૌથી પ્રથમ જેની સ્થાપના થયેલી તે અતિ રમણીય ને ઐતિહાસિક કોચરબ આશ્રમ : પાલડી, અમદાવાદ.
આ સભાની સ્વાગતા અને ભાવભરી યજમાનગીરી શ્રી વલીભાઈ અને તેમનો “હોટેલ સફર ઇન” પરિવાર સંભાળશે. કોચરબ આશ્રમ તથા તેના વ્યવસ્થાપક શ્રી રમેશભાઈ ત્રિવેદીના સૌજન્યનો લાભ પણ આ સભાને મળશે.
આ જાહેર જાણકારી આપીને વેગુ પરિવારજનો અમે, સૌ કોઈ રસિકજનોને આ મહત્ત્વના સ્નેહમિલનમાં ભાવસભર નિમંત્રણ સાથે આવકારવા ઉત્સુક છીએ.
સંપર્ક માટે ટેલિફોન નંબરઃ
વલીભાઈ મુસા : +91 93279 55577; જુગલકિશોર વ્યાસ : +91 94288 02482; અશોક વૈષ્ણવ : +91 98252 37008; બીરેન કોઠારી : +91 98987 89675; અકબર અલી મુસા, ડાયરેક્ટર, હૉટેલ સફર ઈન : +91 93770 09077; ફ્રાંસીસ ડિસોઝા, જનરલ મૅનેજર, હોટેલ સફર ઈન : +91 93740 10050
‘વેગુ’પરિવાર વતી –
સુરેશ જાની
November 14, 2015 at 2:40 pm
આવવા જવાની ટિકિટ મોકલાવો તો આવી લાગું !
-અમદાવાદી
LikeLike