RSS

Daily Archives: December 29, 2015

(301) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 2 (સંપૂર્ણ)

(301) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 2 (સંપૂર્ણ)

William’s Tales (Bilingual Multi Topic Reads)

મુખીશેઠનો આર્થિક પ્રગતિનો ગ્રાફ સીધો જ ઉપર ચઢ્યે જતો હતો. એક વખતે રેલવેની સફર દરમિયાન જ્યોતિષનું સાચું કે ખોટું જ્ઞાન ધરાવનાર એક સજ્જન તેમની સામેની સીટ ઉપર બેઠેલા હતા. તેમણે વગર પૂછ્યે મુખીશેઠનો ચહેરો કે કપાળ જોઈને કહી દીધું કે તેઓ લાખોપતી છે અને થોડાંક વર્ષોમાં કરોડપતી બનશે. મુખીશેઠે હસતાં હસતાં કહ્યું કે તેમને ભવિષ્યની કોઈ ખબર નથી, પણ વર્તમાનમાં તેઓ લખપતી તો નહિ, પણ હજારોપતી તો જરૂર છે. પેલા સજ્જને પોતાની વાતને સાચી ઠેરવવા એવી દલીલ આપી કે તમે ભલે વાસ્તવિક રીતે હજારોપતી હશો, પણ તમારા ગામના માણસોની નજરે તમે લાખોપતી જ છો. મારી સલાહ છે કે તમે તમારું ધંધાકીય કાર્યક્ષેત્ર ગામડેથી કોઈ મોટા શહેર સુધી વિસ્તારશો તો તમે જલ્દી કરોડપતી નહિ તો ખરેખરા લાખોપતી તો જરૂર બનશો જ. આમ પેલા સજ્જનની વાતમાં તેમને તથ્ય લાગ્યું કે ખરે જ હાલમાં તો તેઓ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જ ગણાય. આમ તેમણે ધંધાની રણનીતિમાં ફેરફાર કરીને કાચા માલ એવા સૂતરની ખરીદી…

View original post 1,621 more words

 
1 Comment

Posted by on December 29, 2015 in લેખ

 

(300) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 1

મુખી શેઠના અમેરિકાસ્થિત પ્રપૌત્રની શાદીના શુભ પ્રસંગે તેમના બહોળા પરિવારનાં દેશ-વિદેશ-સ્થિત કુટુંબીજનો હાલમાં વતનમાં ઉપસ્થિત હોઈ આ લેખને Reblog કરતાં અકથ્ય આનંદ અનુભવું છું.

-વલીભાઈ મુસા  

William’s Tales (Bilingual Multi Topic Reads)

બ્રહ્માંડોનો સર્જનહાર માનવવસવાટનાં વિવિધ સ્થળોએ અને માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સમયાંતરે વિશિષ્ઠ પ્રતિભાઓ ધરાવતાં એવાં મનુષ્યોને મોકલતો રહે છે કે જેઓ લોકો માટે દીવાદાંડી સમાન બની રહે. આવા મહામાનવો સમયના પ્રવાહને નવીન વળાંક આપીને લોકોનાં ચારિત્ર્યોને અને તેમની સમજદારીની ભાવનાને ઉર્ધ્વગામી બનાવતા હોય છે. માનવધર્મને પ્રાધાન્ય આપનારાઓ આવા મુઠ્ઠી ઊંચેરા માનવીઓને તથા તેમનાં કાર્યોને યાદ કરીને ગવાતાં તેમનાં ગુણગાનને ઈશ્વરપ્રાર્થનાઓ જેવી જ માનવપ્રાર્થનાઓ સમજતા હોય છે.

વીસમી સદીના પ્રારંભને માંડ છએક મહિના થયા હશે અને અમારા વતન કાણોદરમાં એક કુલીન અને મધ્યમવર્ગી, પણ કર્જદાર મોમીન કુટુંબમાં એક છોકરાનો જન્મ થાય છે. વિધિની વક્રતા એ કે એ છોકરો જ્યારે માંડ છ જ માસનો હશે, ત્યારે પયપાન કાજે બિમાર માતાના સ્તને વળગેલી સ્થિતિમાંથી તેને ઊઠાવી લેવામાં આવે છે, એટલા માટે કે તેની માતાની રૂહ દેહમાંથી પરવાજ કરી ચૂકી છે. હૃદયને હચમચાવી દે તેવા આ કરૂણ દૃશ્યનાં સાક્ષી એવાં કીડિયારાની જેમ નરનારીઓથી ખીચોખીચ ઊભરાતા એ વિશાળ ઘરનાં સૌ કોઈને ભાવીના ગર્ભમાંની એ વાતની ખબર…

View original post 1,251 more words

 
Leave a comment

Posted by on December 29, 2015 in લેખ