એકાકી કારાવાસ
(ભાવાનુવાદ)
મુજ મહદંશ સૂધબૂધથી વંચિત
એવા મેં વીતાવ્યું મુજ સમગ્ર અસ્તિત્વ સાવ એકલવાયું
ઘોર તિમિરભર્યા ગર્ભકોચલા મહીં.
હળવા ને વળી લયબદ્ધ મારા ખુદના જ શ્વાસોચ્છ્વાસ તણી
મોજૂદગી અનુભવી અને સાવ ઝાંખુંઝાંખુ ને અસ્પષ્ટ ધૂંધળું
જોવા માંડ્યું હું પહેલવહેલું ગર્ભ મહીં ધીમે ધીમે.
અને પછી તો એકદા સાવ અચાનક સરી પડ્યું હું
ગર્ભ માંહેથી બાહિર અને અંજાઈ ગયું બાહ્ય ઝળહળતા તીવ્રતમ પ્રકાશ થકી
અને ડઘાયું હું વિવિધ કર્કશ અવાજો સુણી
ને વળી ઝીણી નજરે મુજને અવલોકતાં સૌ જન થકી.
શમનકારી શાંતિ છવાઈ ગઈ મુજ પરે તુર્ત જ,
ક્યમ કે જાણ્યું મેં કે નવ માસ તણા એકાકી કારાવાસ પછી
ઝૂલી રહ્યો છું હું તો મુજ જનની તણા સલામત અને માવજતભર્યા બાહુઓ મહીં.
– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
* * * * *
Solitary Confinement
Deprived of most of my senses,
I spent my entire existence alone,
in complete darkness in that cell.
I felt gentle rhythmic presence
of my own breathe and blurry and fuzzy
at first, gradually I began to see.
Then one day, quite unexpectedly, as I was ushered
out of the cell, I was blinded by the sharp stinging lights,
a cacophony of noises and probing eyes.
Soon a soothing calm came over me. I knew –
after 9 months of solitary confinement –
I was in the comforting caring arms of my mother.
– Vijay Joshi
* * * * *
સંક્ષેપ :
આ કાવ્ય માનવમાદાના ગર્ભમાંના ભૃણ, તેનો વિકાસ અને છેલ્લે માનવબાળ તરીકેના તેના જન્મની સમગ્ર પ્રક્રિયાને ઉજાગર કરે છે. ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ની ઉક્તિ અનુસાર કવિએ આત્મકથાનક રૂપે ગર્ભસ્થ શિશુના મુખે કથની મૂકીને ઉમદા કવિકર્મ પાર પાડ્યું છે. માનવમાદાના ગર્ભને કારાવાસનું રૂપક આપીને તેમાં વિકસતા ભૃણને કેદી તરીકે ઓળખાવ્યું છે. નવ માસની જાણે કે સજા પામ્યું હોય એવું એ ભૃણ અંધકારભરી કાળકોટડીમાં એકલવાયું જીવન વિતાવે છે. ગર્ભાધાન પછીનાં કેટલાંક અઠવાડિયાં પછી જ્યારે એ ભૃણમાં જીવસંચાર થાય છે ત્યારથી માંડીને તેના જન્મ સુધીના એ સમયગાળા દરમિયાન તેણે વેઠેલી યાતનાઓ હિંદુ મત પ્રમાણે કર્મફળ હોવાની કવિની ધારણા છે. છેવટે પરિપક્વ સમયે એ ભૃણ પૂર્ણ વિકસિત બનીને શિશુ રૂપે જન્મ ધારણ કરે છે. નવજાત શિશુ જન્મ્યા પછી ક્ષણભર શાંત પડી રહે છે એ બાબત વિષેની કવિની ભવ્યતમ કલ્પના વાચક માટે હૃદયસ્પર્શી બની રહે છે. નવ માસના કારાવાસ પછી મુક્તિનો શ્વાસ લેતા એ શિશુને માતાના સલામત અને માવજતભર્યા હાથોમાં ઝૂલતું બતાવીને કવિ કાવ્યનું સમાપન કરે છે.
-વલીભાઈ મુસા (સંક્ષેપકાર)
* * * * *
શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –
ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com
બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com
pragnaju
February 7, 2016 at 7:03 pm
અદભૂત વિષયનું સ રસ કાવ્ય Solitary Confinement અને તેના અનુરુપ એકાકી કારાવાસ ભાવાનુવાદ અને રસદર્શન
હંમણા તો અમારી ભાણીના ગર્ભના સ્માર્ટફોન- જે સ્કેનરની મદદથી સોનોગ્રાફી મશીનમાં બદલી શકાય છે તેના ફોટા જોયા-બાળક ક્યારે આનંદની મલકાય,ક્યારે માની અમુક હલનચલનથી નારાજ થાય અને આરામથી સુઇ જાય.હવે તો આ કાવ્ય માણતા -જોઇ અને સાંભળી પણ શકાય છે !
From Conception to Birth – YouTube
Video for youtube human fertilization development and delivery▶ 4:18
Video for youtube human fertilization development and delivery 3 D sonography▶ 12:16
from conception to birth, Hans Zimmer mixing musics. … I am 11 weeks, pregnant, yeasterday I heard babys heart beat and saw it kicking arround :-D … we are all a miracle <3 .
LikeLike