RSS

(૫૨૦) મારી નવમી  બ્લૉગવર્સરિ નિમિત્તે “Congrats 2 Me !”

05 May

મેં તા.૦૫૦૫૨૦૦૭ના રોજ “William’s Tales” નામે દ્વિભાષી (અંગ્રેજી-ગુજરાતી) બ્લૉગ શરૂ કર્યો હતો. આજરોજ તા.૦૫૦૫૨૦૧૬ના રોજ મારા મુખ્ય બ્લૉગને નવ વર્ષ પૂરાં થાય છે અને હું દસમા વર્ષમાં પ્રવેશી રહ્યો છું. હું તા.૦૭૦૭૨૦૧૬ના રોજ એટલે કે આજથી બે માસ અને બે દિવસ પછી મારી જિંદગીનાં ૭૫ વર્ષ પૂરાં કરીશ. આમ હું મારી હાલ સુધીની જિંદગીનાં છેલ્લાં નવ વર્ષ દરમિયાન વૃદ્ધાવસ્થાએ બ્લૉગની બલામાં ફસાયો તેનો સંતોષ અનુભવું છું. જો હું જુવાનીમાં આ બલામાં ફસાયો હોત તો હું જીવનમાં પાયમાલી સિવાય કશું જ પામી શક્યો ન હોત !

બ્લોગીંગ પ્રવૃત્તિને મેં બલા તરીકે ઓળખાવી તેનું આપ સૌને આશ્ચર્ય તો થશે. પરંતુ હું કોઈક ફિલ્મી ગીતના શબ્દો ‘રાઝ કો રાઝ હી રહને દો’ને ટાંકીને હું મારા આ મંતવ્યના ખુલાસાઓ આપવાથી દૂર રહું છું!

મારી બ્લૉગીંગ પ્રવૃત્તિ વિષે સંક્ષિપ્તમાં જણાવું તો મેં વચગાળામાં તા.૦૬૦૩૨૦૧૩ના મારા પૌત્ર આબિસઅલીના નવમા જન્મદિવસના રોજ વળી “William’s Tales” ના સમાંતરે મારી સ્વરચિત માત્ર વાર્તાઓનો બ્લૉગ “વલદાનો વાર્તાવૈભવ” શરૂ કર્યો, જેને ૩ વર્ષ પૂરાં થયાં. આ ત્રણ વર્ષના ગાળામાં મારી મોટા ભાગની સ્થાપિત સ્વરૂપગત વાર્તાઓ ઉપરાંત થોડીક માઈક્રોફિક્શન, કેટલીક પ્રયોગશીલ અને અંગ્રેજી વર્ઝનમાં રૂપાંતરિત સહિતની ૯૧ વાર્તાઓ પ્રસિદ્ધ થઈ છે. મારી આગામી જન્મતારીખ ૦૭૦૭૨૦૧૬ સુધીમાં જો મારો મિજાજ (Mood) સાથ આપશે તો *૧૦૦ના આંક સુધી પહોંચવાની મારી નેમ છે. આ બ્લૉગમાં ‘મિત્રોની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તાઓ’નું એક પાનું પણ રાખ્યું છે, જેમાં અત્યારસુધીમાં ૫૦ વાર્તાઓ મુકાઈ ચૂકી છે.

તો વળી છેલ્લે છેલ્લે તા.૧૯૦૩૨૦૧૫ના મારા જ્યેષ્ઠ પૌત્ર ડૉ. રમીઝ મુસાના ૨૭મા જન્મદિવસ ઉપર મારો ત્રીજો બ્લોગ “માનવધર્મ” શરૂ કર્યો હતો જેને એક વર્ષ પૂર્ણ થયું છે. આ બ્લૉગને મેં સહિયારો જ રાખ્યો  છે, જેની પાછળનો મારો આશય એ છે કે માનવતાના આ કાર્યમાં સૌ કોઈ સહભાગી બની શકે. આશ્ચર્યની વાત એ રહી છે કે કોઈક અગમ્ય કારણોસર આ બ્લૉગને જોઈએ તેટલો પ્રતિસાદ મળ્યો નથી. મારું અનુમાન છે કે આજકાલ વિવિધ વીજાણુ માધ્યમોએ વિપુલ પ્રમાણમાં એટલું બધું વાંચન ઠલવાવા માંડ્યું છે કે વાંચનસામગ્રીના અતિરેકના કારણે વાચકોનો વાંચનપ્રેમ ઘટતો જતો હોઈ આમ બન્યું હોવું જોઈએ.

બ્લૉગવર્સરિનો વ્યવહાર નિભાવવા ખાતર આ લેખ મૂકવામાં આવી રહ્યો છે. કોઈનો બ્લૉગ હોવો એ હવે સામાન્ય બાબત ગણાય છે, કેમ કે વિશ્વની વિવિધ ભાષાઓમાં હજારો, લાખો, કરોડો બ્લૉગ જોવા મળે છે. આથી મારા સુજ્ઞ વાચકોને વિનંતી કે મારા બ્લૉગવર્સરિના આ લેખ સબબે આપે પ્રતિભાવ આપવો જ એવું કંઈ જરૂરી નથી. આમ તો હું આ લેખ પૂરતો પ્રતિભાવ અટકાવી શકવાની ટેકનિકલ સુવિધા અપનાવી શકત, પણ એ મારાથી શક્ય બન્યું ન હોઈ મારે આમ લખવું પડ્યું છે.

આપ સૌ વતી હું મને એટલે કે  Musa William ને ‘Congrats 2 Me’ પાઠવીને અત્રેથી વિરમું છું. હાહાહા…હાહા..હા.

-વલીભાઈ મુસા

  • નોંધ : – બ્લૉગીંગની આચારસંહિતા મુજબ તા.૦૬૦૫૧૬ના રોજ ‘રીડ ગુજરાતી’ ઉપર પ્રસિદ્ધ થનારી મારી વાર્તા  ‘વહુનાં વળામણાં’ અને જુન-૧૬ ના ‘આનંદ-ઉપવન’ સામયિકમાં સંભવત: પ્રસિદ્ધ થનારી મારી વાર્તા ‘થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ’ યોગ્ય સમયે ‘વલદાનો વાર્તાવૈભવ’ ઉપર પ્રસિદ્ધ થશે.
 

Tags: , ,

6 responses to “(૫૨૦) મારી નવમી  બ્લૉગવર્સરિ નિમિત્તે “Congrats 2 Me !”

  1. Capt. Narendra

    May 5, 2016 at 7:41 am

    Congratulations! Tell’s tales has so many arrows in his quiver that he can shoot all the Apples in this world. You certainly have shot through my Apple MacBook, iPad and iPhone. Happy Ninth Anniversary.

    Like

     
    • Valibhai Musa

      May 5, 2016 at 8:05 am

      ‘Thanks for your compliments’ is the title of my story to be published in late June-’16, but I apply my same utterance here for you.

      Like

       
  2. pragnaju

    May 5, 2016 at 5:24 pm

    મારી નવમી બ્લૉગવર્સરિ નિમિત્તે Congrats

    Like

     
  3. સુરેશ

    May 6, 2016 at 1:35 am

    હાર્દિક અભિનંદન
    બ્લોગવર્સરિ ……બ્લોગનર્સરિ
    હવે એમાં ગુલાબ ઊગશે !!!!

    Like

     
  4. Anila Patel

    May 8, 2016 at 7:40 pm

    Khoob khoob khoob abhinandan Valibhai. Hajuy aapani yatra fooli faline virat vatvruksh bane evi shubhechchha.

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.