RSS

(૫૨૨) કેતન મુનશી વાર્તાસ્પર્ધા – ૮ (૨૦૧૫) : પરિણામ અને પસંદગી પ્રક્રિયા (‘સંવેદન’ના સૌજન્યથી)

13 May

તાજેતરમાં કેતન મુનશી વાર્તાસ્પર્ધા – ૮ (૨૦૧૫)નું પરિણામ આવ્યું, જેમાં નીચેના ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા. પારિતોષિક અર્પણ સમારોહ તા.૦૮૦૫૧૬ના રોજ સુરત ખાતે ‘નર્મદ સાહિત્ય સભા’ના નેજા હેઠળ યોજાઈ ગયો.

( ૧) શ્રી ડૉ. સ્વાતિ નાયક (નવસારી)  – વાર્તા ‘કચરો’ – પ્રથમ પારિતોષિક રૂ. ૨૫,૦૦૦/-  

(૨) શ્રી નીતા જોશી (વડોદરા) – વાર્તા ‘યામા કદાચ માની જશે’ – દ્વિતીય પારિતોષિક રૂ. ૧૦,૦૦૦/-

(૩) શ્રી માવજી મહેશ્વરી (કચ્છ) – વાર્તા ‘ લાક્ષાગૃહ’ – તૃતીય પારિતોષિક રૂ. ૫,૦૦૦/-  

દેશ-વિદેશથી ૨૪૮ વાર્તાઓ સ્પર્ધામાં આવી હતી. નિર્ણાયકો તરીકે ડૉ. પ્રફુલ્લ દેસાઈ અને શ્રી બકુલેશ દેસાઈ હતા. ખૂબ જ જહેમત લઈને એમણે પહેલા રાઉન્ડમાં ૨૪ વાર્તાઓ પસંદ કરી હતી. ત્યારપછી ‘નર્મદ સાહિત્ય સભા’એ શ્રી યોગેશ જોશી અને શ્રી બકુલેશ દેસાઈને આ ૨૪ વાર્તાઓમાંથી પાંચ વાર્તાઓ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ એ બંનેએ વધારાની બબ્બે બબ્બે વાર્તાઓ પસંદ કરતાં કુલ્લે સાત વાર્તાઓ પસંદ થઈ હતી. આ સાતમાં ઉપરોક્ત ત્રણ વાર્તાઓ ઉપરાંત નીચેની ચાર વાર્તાઓ સમાવિષ્ટ થઈ હતી.

(૪) પકડેલો હાથ – સુનીલ વિઠ્ઠલદાસ મેવાડા (નાલાસોપારા)
(૫) ચાવીનો ઝૂડો – કિશોર પંડ્યા (વેજલપુર – અમદાવાદ)
(૬) વહુનાં વળામણાં – વલીભાઈ મુસા (કાણોદર – બનાસકાંઠા)
(૭) દ્વિધા – આમ્રપાલી દેસાઈ (સુરત) 

ઉપરોક્ત સાતેય વાર્તાઓને પૂરતો ન્યાય મળી રહે તે હેતુથી જનક નાયક અને બકુલેશ દેસાઈએ દિલીપ ઘાસવાળા અને રેખાબહેન શાહના સહયોગથી સંસ્થાના પ્રમુખ અને સાહિત્યકાર-વાર્તાકાર- કવિ શ્રી ભગવતીકુમાર શર્મા સમક્ષ સાતેય વાર્તાઓનું પઠન કર્યું. વાર્તાઓ સાંભળ્યા પછી શ્રી ભગવતીકુમાર શર્માનો પ્રથમ ઉદગાર હતો, આ વખતે વાર્તાઓ સાચે જ ખૂબ સરસ આવી છે.

દરેક વાર્તા ઉપર ચર્ચાઓ થઈ, દલીલો થઈ, વાર્તાઓની વિશિષ્ટતાઓ અને નબળાઈઓની ખુલ્લા મનથી ચર્ચાઓ કરવામાં આવી. સાથે સાથે નિર્ણાયક શ્રી યોગેશ જોશી સાથે ટેલિફોનિક  ચર્ચા પણ કરવામાં આવી. પછી સર્વસંમતિથી ઉપરોક્ત લાલ અક્ષરોમાં દર્શાવેલી ત્રણ વાર્તાઓને આખરી પસંદગી આપવામાં આવી.

આ સમગ્ર ચયન પ્રક્રિયામાં છેલ્લે ત્રણ વાર્તાઓ પસંદ થઈ ત્યાં સુધી કોઈનેય જે તે વાર્તાના લેખકોનાં નામોની ખબર ન હતી. આમ આ વાર્તાસ્પર્ધા પારદર્શી  રહી.

‘સંવેદન’ સામયિકનો જુલાઈ – ૨૦૧૬નો અંક કેતન મુનશી વાર્તાવિશેષાંક તરીકે પ્રગટ થશે, જેમાં ઉપરોક્ત સાતેય વાર્તાઓ અને તેમના આસ્વાદ, વાર્તાલેખન કળા વિષે લેખ, નિર્ણાયકોના પ્રતિભાવ, બાકીની ૨૪માંથી પસંદ કરેલી કેટલીક વાર્તાઓ અને પારિતોષિક વિતરણ સમારોહનો અહેવાલ પ્રકાશિત થશે.

‘સંવેદન’ – તંત્રી જનક નાયક : પ્રાપ્તિ અંગે :-

વાર્ષિક લવાજમ રૂ. ૧૮૦ના બદલે વાર્ષિક માત્ર રૂ. ૫૦/- (વિદેશ માટે ૨૪ ડોલર અથવા ૮ પાઉંડ)
સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – ૩૯૫ ૦૦૧
ફોન : (૦૨૬૧) ૨૫૯૭૮૮૨ – ૨૫૯૨૫૬૩

 આગામી ‘કેતન મુનશી વાર્તાસ્પર્ધા – ૨૦૧૬’ અંગે :

નવલિકા મોકલવાની અંતિમ તારીખ ૩૦-૦૯-૨૦૧૬ રહેશે.

-વલીભાઈ મુસા 

   

 

 
6 Comments

Posted by on May 13, 2016 in અહેવાલ

 

6 responses to “(૫૨૨) કેતન મુનશી વાર્તાસ્પર્ધા – ૮ (૨૦૧૫) : પરિણામ અને પસંદગી પ્રક્રિયા (‘સંવેદન’ના સૌજન્યથી)

 1. Valibhai Musa

  May 13, 2016 at 6:53 pm

   
 2. chaman

  May 13, 2016 at 7:11 pm

  આ બધા હરિફોના નામોમાં એક નામ પરિચિત હોઈ, શ્રી વલીભાઈને મારા હાર્દિક અભિનંદન. આ બધી વાર્તાઓ વાંચવા હું અધીર રહીશ. જાણ કરવા પ્રજ્ઞાબેનને મારી વિનંતિ બુક કરવા વિનંતિ છે! બાકીના સૌ વિજેતા વર્ગ અને ભાગ લેનાર ગ્રુપને પણ મારા હાર્દિક અભિનંદન આટલે દૂરથી!

  Like

   
 3. Capt. Narendra

  May 14, 2016 at 6:28 am

  અભિનંદન વલીભાઈ! કમાલ છે આપની કલમ, આપની કલ્પનાશક્તિ અને ઉમંગ! સમાચાર સાંભળીને મઝા આવી ગઈ.

  Sent from http://bit.ly/MTgZdo

  Like

   
  • Valibhai Musa

   May 14, 2016 at 5:25 pm

   આપની કલમ પણ કમ નથી, હોં કે ! આવી સ્પર્ધાઓમાં કૃતિઓ મોકલવાનો એકમાત્ર આશય એ કે કૃતિનું યોગ્ય મૂલ્યાંકન થાય. સર્જક કૃતિના સર્જન વખતે જ કૃતિથી પરિચિત થઈ જતો હોઈ વાચક ઉપર તેની કેવી અસર થશે તેની તેને ખબર પડે નહિ. જો કે નિર્ણાયકો પણ માનવી જ હોય છે અને દરેક વ્યક્તિનું દૃષ્ટિબિંદુ અલગ અલગ હોય છે.

   Like

    
 4. La' Kant " કંઈક "

  May 18, 2016 at 1:26 pm

  જોકે ‘વાર્તા’ અંગત-વ્યક્તિગત સ્તરે મારા રસનો વિષય નથી …ફીર ભી કભી કભી કરના પડતા હૈ યાર !
  હોંશ-ઉમંગની વાત છે ,વલીભાઈ કે હોંસલા -ઉત્સાહ-પ્રયાસ દિલસે ” ઇન્વોલ્વમેન્ટ” જરૂર કાબિલ-એ -દાદ હૈ જી !
  હમારે સલામ ,તહે દિલ સે .તમારી સંવેદન શીલતા ,વિદ્વત્તાથી પ્રભાવિત તો છુંજ . આજે સુ.જા,વલ્લા એ પણ આવુંજ ‘કંઈક’ સૂચવ્યું છે[ અણગમતું કરી જોવું ” कर गुजरना “,એટલે ઉપલબ્ધ થશે ત્યારે એક વાર ચોક્કસ વાંચશું એ કોલ ! આભાર . તમારી જૂની પોસ્ટ ” અનંગ,અર્ધાંગ,પૂર્ણાન્ગ,અર્ધાંગના…..वि….. અંગે ની સમજણ ,જેમારામાં ‘કંઈક’ ઉમેરી ગયું .. એ નાં કબૂલું તો તો મને નગુણો લાગું ! तमारी लखनवी शैली ..’… ख़ाक-दर ख़ाक …’ स्टाइल [अतिनम्रता पण गमी ज ..] ने “…આ તો જરા મનમાં આવતું ગયું અને લખાતું ગયું!” वालो सहज-भाव वधु कायल करी गयो. फिरसे ” आदाब-शुक्रिया” जनाब वली जी .
  — ला’कान्त / 18.5.16

  Like

   
 5. મનસુખલાલ ગાંધી

  May 22, 2016 at 11:13 pm

  સુંદર વાર્તા……….

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: