RSS

(૫૨૫) DESPERATE  AGE (Tenzin Tsundue) – ઉત્સાહભંગ જૈવન્ય (ભાવાનુવાદક – વલીભાઈ મુસા)

10 Jul

ઉત્સાહભંગ જૈવન્ય 

હણી નાખો મુજ દલાઈ લામાને,
કે જેથી ન હું અનુસરું અધિક તેઉને.

મારા મસ્તકને ભંડારી દો ભોંયમાં
યા ધીબી નાખો એને
કે પછી કરી દો નગ્ન મુજને.

વળી ચહો તો જકડી લો જંજીર મહીં,
કિંતુ ના કરશો આઝાદ મુજને.

કારાવાસ મહીં કેદ
મુજ દેહ તણું સ્વામીત્વ ભલે રહે તમ તણું,
પરંતુ દેહ મહીં સ્થિત
મુજ આસ્થા તો રહેશે માત્ર ને માત્ર મુજ તણી.

ચહો છો કરવા ધાર્યું એ જ?
તો મિટાવી દો અહીં જ મુજને, સાવ ચૂપકીદીથી.
ને કરી લો ખાત્રી કે મુજ એકેય શ્વાસ ન બાકી રહે,
કિંતુ ના કરશો આઝાદ મુજને.

ઇચ્છો જો વળી,
તો ખતમ કરી નાખો મુજને ફરી ફરી
સાવ નવેસરથી, હા.

લાવી દો તવ અનુશાસન મહીં મને
અને શિક્ષિત કરી દો ફરી જ મુજને
યા ભરી દો તવ વિચારધારા મુજ મસ્તિષ્ક મહીં.
વળી ચહો તો દર્શાવી દો તવ સામ્યવાદી યુક્તિ-પ્રયુક્તિઓ
કિંતુ ના કરશો આઝાદ મુજને.

હણી નાખો મુજ દલાઈ લામાને, ,
કે જેથી ન હું અનુસરું અધિક તેઉને.

– તેન્ઝિન સન્ડૂ  (મૂળ કવિ)
વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

Disclaimer :

I have tried to have permission through available sources to translate and publish the following poem in Gujarati. I have not received any response; but being my literary work non-profit, I dared to do my work prior to any permission. If any breach of copyright is felt by the poet of the poem or any other copyright holder, I earnestly request to related persons just to mail me and the Post will immediately be withdrawn from my blog.

* * *

DESPERATE  AGE

Kill my Dalai Lama
that I can believe no more.

Bury my head
beat it
disrobe me
chain it.
But don’t let me free.

Within the prison
this body is yours.
But within the body
my belief is only mine.

You want to do it?
Kill me here – silently.
Make sure no breath remains.
But don’t let me free.

If you want,
do it again.
Right from the beginning:

Discipline me
Re-educate me
Indoctrinate me
show me your communist gimmicks.
But don’t let me free.

Kill my Dalai Lama
and I will
believe no more.

– Tenzin Tsundue

* * *

[You can chain me, you can torture me, you can even destroy this body, but you will never imprison my mind. – Mahatma Gandhi]

* * *

મૂળ કવિનો પરિચય:

[તેન્ઝિન સન્ડૂ એ તિબેટીયન મૂળના યુવા આંદોલનકારી કવિ છે. પિતૃઓએ માતૃભૂમિ તિબેટમાંથી દેશનિકાલ પામીને  ભારતમાં આશ્રય લીધો હતો. ભારતમાં જ જન્મેલા આ કવિએ ચેન્નાઈમાં ગ્રેજ્યુએશન લીધું હતું. એકવાર તેમણે પગપાળા એકલા અટૂલા હિમાલય પાર કરીને તિબેટમાં પ્રવેશવાનું સાહસ કર્યું હતું. ધરપકડ થતાં તેમને ત્રણ મહિના કારાવાસમાં રહેવું પડ્યું હતું અને છેવટે તેમને ભારતની સરહદે પાછા ધકેલી દેવામાં આવ્યા હતા. ચીનના આધિપત્ય હેઠળની માતૃભૂમિની મુક્તિ માટે એકલપંડે ઝઝૂમતા આ કવિ  કાવ્યસર્જન દ્વારા અને તિબેટના રાષ્ટ્રધ્વજ અને પોતાની માગણીને વાચા આપતાં બેનર્સને જાનના જોખમે   અવારનવાર પ્રદર્શિત કરતા રહીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યા છે. છેલ્લા અર્ધા શતકથી આઝાદી માટે ટળવળતી આ તિબેટિયન પ્રજા ચીની શાસનની એડી હેઠળ ચગદાતી રહી છે. યુનો અને યુનોમાં પ્રભાવશાળી એવા અમેરિકા જેવા દેશો તિબેટની મુક્તિ માટે ચીન ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવામાં નિષ્ફળ પુરવાર થયા છે. સામ્યવાદી ચીનથી ભિન્ન સંસ્કૃતિ અને અસ્મિતા ધરાવતા તિબેટને ૮૦ વર્ષીય ૧૪મા દલાઈ લામા નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે.

આ કવિનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘Crossing the Border’ ૧૯૯૯માં પ્રગટ થયો હતો, જે તેમણે મુંબઈ યુનિવર્સિટીના સહાધ્યાયી મિત્રોના આર્થિક સહયોગથી બહાર પાડ્યો હતો. ૨૦૦૧માં તેમને ‘આઉટલુક પિકાડોર એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. ત્યારપછીનાં તેમનાં ‘Kora’ અને ‘Semshook’ પુસ્તકોએ અનેક આવૃત્તિઓ હાસિલ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનાં સર્જનો દ્વારા સુખ્યાત એવા આ કવિ ઉપરનો ‘ફ્રી તિબેટ, ગેટ આઉટ’: તેન્ઝિન સનડૂ’ (http://webgurjari.in/2015/10/13/free-tibet-get-out) શીર્ષકે એક લેખ ‘વેબગુર્જરી’ ઉપર અગાઉ આવી ચૂક્યો છે. તેમાં ઉલ્લેખિત આ કાવ્યનો ભાવાનુવાદ પ્રસિદ્ધ કરવા દેવા માટેની સહમતી માટે સર્જકશ્રીને ઈ-પત્ર મોકલવામાં આવ્યો હતો, પણ તેઓશ્રીની વ્યસ્તતા કે અન્ય કોઈ કારણે પ્રત્યુત્તર મળ્યો નથી. આમ છતાંય મારા બ્લૉગનો કોઈ આર્થિક લાભ લેવાનો આશય ન હોઈ અને કોઈપણ દેશની પ્રજાનો સ્વાતંત્ર્ય એ જન્મસિદ્ધ માનવ અધિકાર હોવાનો માનવતાવાદી સંદેશો આ કાવ્યમાં હોઈ કવિશ્રી તેન્ઝિન સન્ડૂની અનુમતિની અપેક્ષાએ આ ભાવાનુવાદ તેમના આભારસહ અત્રે પ્રસિદ્ધ કરવામાં આવે છે.  – વલીભાઈ મુસા (ભાવાનુવાદક)]

 

 

Tags: , , ,

3 responses to “(૫૨૫) DESPERATE  AGE (Tenzin Tsundue) – ઉત્સાહભંગ જૈવન્ય (ભાવાનુવાદક – વલીભાઈ મુસા)

  1. pragnaju

    July 10, 2016 at 3:11 pm

    લાવી દો તવ અનુશાસન મહીં મને
    અને શિક્ષિત કરી દો ફરી જ મુજને
    યા ભરી દો તવ વિચારધારા મુજ મસ્તિષ્ક મહીં.
    વળી ચહો તો દર્શાવી દો તવ સામ્યવાદી યુક્તિ-પ્રયુક્તિઓ
    કિંતુ ના કરશો આઝાદ મુજને.

    હણી નાખો મુજ દલાઈ લામાને, ,
    કે જેથી ન હું અનુસરું અધિક તેઉને.

    You can chain me, you can torture me, you can even destroy this body, but you will never imprison my mind. – Mahatma Gandhi
    ખૂબ જાણીતી સચોટ વાત…
    મૂળ કાવ્ય અને ભાવાનુવાદ ખૂબ સ રસ

    Like

     
  2. pragnaju

    July 10, 2016 at 3:29 pm

    આ કાવ્યમાં હોઈ કવિશ્રી તેન્ઝિન સન્ડૂની અનુમતિની અપેક્ષાએ આ ભાવાનુવાદ તેમના આભારસહ અત્રે પ્રસિદ્ધ કરવામાં આવે છે. – વલીભાઈ મુસા (ભાવાનુવાદક)]ના અનુસંધાનમા અમને આવુ લખવાની સલાહ મળી હતી

    ‘આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે’
    આ વાતે થોડા છમકલા થયા છે જેનું આપના જેવા મિત્રોએ સમાધાન કર્યું છે.
    યાદ આવે અમારી પાદપૂર્તિની પંક્તીઓ
    હજુ આતો છમકલું છે , હજુ તો જંગ બાકી છે !

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: