RSS

(541) છે દોઢ ઈંચી જીભડી (ગ઼ઝલ) -૨

09 Nov

(ગા ગા લ ગા ગા/ ગા લ ગા ગા/ ગા લ ગા ગા/ ગા લ ગા)

માત્રામેળ છંદ – હરિગીત (દરેક ચરણમાં ૨૮ માત્રા, યતિ ૧૪ અને ૧૬ માત્રાએ)

છે દોઢ ઈંચી જીભડી ને લ્હેજતું ખટરસ તણી
હિકમત અજબની જાણતાં મુજ ચિત્ત તો ભરમાય છે

સૌ શ્વાસ લઈ યા શ્વાસ છોડી જીવની આટોપતાં
ધબ ધબ થતી મુજ નાડ પરખું શ્વાસ ઊંચા થાય છે

જ્યારેય અણુભર તરફ તારી આવું તુજને પામવા
ખસતો જતો તું વેગળો મારીય મતિ અટવાય છે

ના જાત જાણે ખુદ તણી એ ઈશને જાણી શકે?
ના ના કદી હરગિજ નહીં તું ખાંડ ખોટી ખાય છે

દ્વયજીવ માદા થાનમાંના દુગ્ધ મધુની સેરમાં
તુજ હસ્તિનો શક મન મહીંથી દૂર હડસેલાય છે

છે મૃત્યુશય્યા દોહ્યલી જ્યાં ઊભરે નેકીબદી
ભયભીતતાની વેળ કલ્પી હૈડું મુજ ગભરાય છે.

સમજી ‘વલી’ તું જા અગર જો મોત ચાહે સોહ્યલું
જીવો અને દો જીવવામાં સર્વ માઈ જાય છે

(લ્હેજતું= લહેજતનું બ.વ.; જુગત= રચના)

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૨૦૦૯૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૦૩૧૦૧૭) 

 

 
3 Comments

Posted by on November 9, 2017 in ગ઼ઝલ

 

Tags: , ,

3 responses to “(541) છે દોઢ ઈંચી જીભડી (ગ઼ઝલ) -૨

  1. સુરેશ જાની

    November 9, 2017 at 1:53 am

    વાહ ! ગઝલ સર્જનમાં અવનવા પ્રયોગો . ‘વલી’ અને ઈમેલ સંદેશ મંત્ર ‘જીવો ને જીવવા દો’ ની જુગલબંધી આ ગઝલને તમારી સિગ્નેચર ગઝલ બનાવી જાય છે.

    Like

     
  2. સુરેશ જાની

    November 9, 2017 at 1:55 am

    છે મૃત્યુશય્યા દોહ્યલી જ્યાં ઊભરે નેકીબદી
    ભયભીતતાની વેળ કલ્પી હૈડું મુજ ગભરાય છે.
    ગભરાના મત. હમ આપકે સાથ હૈં.

    Like

     
  3. P. K. Davda

    November 9, 2017 at 3:27 am

    ક્યા ખૂબ ! More power to your pen Valibhai !

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: