સમરાંગણ જીવન આ (ગ઼ઝલ) – ૪
(લલગા લલગા લલગા લલગા)
સમરાંગણ જીવન આ સમજો
નમવું હઠવું બદતર સમજો
મરતાં દમ તક લડવું જ ખરું
વરસે અરિનાં શર ના હઠજો
દુ:ખ જો ઝડપે તવ ગરદનને
શુરવીર બની તમ છોડવજો
મનખા અવતાર ઉજાળવો જો
ધરતી સરખા થઈને વસજો
અદના જણને હરખે મળીને
તદનું દુ:ખડું હળવું કરજો
ખખડે બરતન કશું ના ઘરમાં
એ અકિંચન સર પર કર ધરજો
કરથી મુખથી શુભ કામ કરી
કરુણા જતવી જીવતર જીવજો
જીવવું ગર જો ખુદગીસહ તો
થઈને ભડવીર ‘વલી’ લડજો
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
તા.૦૬૧૦૧૭
(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૧૭૧૦૧૭)
સુરેશ જાની
November 13, 2017 at 11:47 pm
હમણાં વલદા જબરા નિકળ્યા
ઘરમાં ફરતાં ગઝલો નિકળી!
LikeLike
Valibhai Musa
November 14, 2017 at 1:41 am
આદાબ…આદાબ! વાહ, શીઘ્ર શાયર!!!
જબરો જગમાં ઈશને જ ગણું
જબરો તદને જ ખરો હું ગણુ.
LikeLike
સુરેશ જાની
November 16, 2017 at 2:07 am
ફરી આવું ? લો આવ્યો !
તોટક છંદ – સ સ સ સ
લલગા લલગા લલગા લલગા
https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%9B%E0%AA%82%E0%AA%A6/%E0%AA%A4%E0%AB%8B%E0%AA%9F%E0%AA%95
કલાપી
ફુલ વીણ સખે ફુલ વીણ સખે
સુજાણ
રમતી, ભમતી, હસતી દીકરી
વસતી ઝૂંપડી મહીં એ કલિકા
દિલમાં દીવડો, મનમાં શમણાં
હતી વ્હાલસમી,ચતુરી વનિતા
https://gadyasoor.wordpress.com/2014/01/04/gramkanya/
LikeLike