RSS

(546) ઘરવાળી છે (ગ઼ઝલ) – ૭

23 Nov

Image Courtesy – ‘Story Mirror’

ઘરવાળી છે (ગ઼ઝલ)

(ગાગાગાગા લગાલગા ગાગાગાગા)

વાતેવાતે કરે કલહ ઘરવાળી છે
સુખદુ:ખમાં જે  ખડી રહે ઘરવાળી છે.

મોહક દીસે ભલે અધિક એ પરનારી
સીધીસાદી સમી ભલે ઘરવાળી છે

ટાઢુંઊનું  જમાડતી ઘરવાળી છે  
રીઝેરીસે  છતાંય એ ઘરવાળી છે

મન વાણી શીલ નિત નવાં સુથરાં રાખો
તારે મનખો અને તરે ઘરવાળી છે.

દુનિયાદારી મધુર છતાં પેચીદી છે
ટેકો આપે વિપદ પડે ઘરવાળી છે

ધીરા ચાલો કદમ કદમ પર જોખમ છે
ખંધો મજબૂત જે ધરે ઘરવાળી છે

તપભંગને કાજ મેનકાઓ આતુર છે
પુરુષનું ઢાંકણ વ મિત ખરે ઘરવાળી છે 

અન્યોને શીખ દે ‘વલી’ પણ સમજી લે
ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે  

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી) 

(તા.૦૬૧૧૧૭)

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૧૫૧૧૧૭)

*‘સ્ટોરી મિરર’ દાંપત્ય કાવ્ય સ્પર્ધા- નવેમ્બર, ૨૦૧૭માં આ ગ઼ઝલ ઈનામપાત્ર નીવડી છે.

 

 

 

 

 

 

 

 

 

 
2 Comments

Posted by on November 23, 2017 in ગ઼ઝલ

 

Tags: , ,

2 responses to “(546) ઘરવાળી છે (ગ઼ઝલ) – ૭

  1. સુરેશ

    November 23, 2017 at 1:37 am

    ગાગાગાગા લગાલગા ગાગાગાગા

    સાચે સાચી કહી ખરી આ વાતો છે.
    મારા ઘેર રહે સદા ઘરવાળી છે.

    Like

     
    • Valibhai Musa

      November 23, 2017 at 4:28 am

      શેર રચતા જાઓ છો તે ઉપરથી એમ લાગે છે કે માંહ્યલો ગઝલ લખવા માટે સળવળવા માંડ્યો છે. ફેસબુક ઉપરના ‘ગઝલ તો હું લખું’ ગ્રુપમાં જોડાઈ જાઓ. નિષ્ણાતોના સથવારે ઘણી પ્રગતિ થશે અને ખૂબ મજા પણ આવશે.

      Like

       

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: