RSS

(549) રડે જો આપ્તજન (ગ઼ઝલ) – ૧૦

02 Dec

(હઝજ – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)

રડે જો આપ્તજન આખર પળે જીવતર સફળ જાણું
રડે જો દિલ દઈને તો જ મુજ વળતર સફળ જાણું

નિભાવ્યો સાથ જીવનભર સુખેદુ:ખે  ભલે સૌએ
મરણવેળે તજું હું મોહ તો ભવતર સફળ જાણું

ન કેવળ જાત ખાતર જીવવું શીખ્યા અમે એ તો
રહીએ એ ઉસૂલે સજ્જ તો રળતર સફળ જાણું

ઉછેર્યાં અવ તણાં વારસ ભણાવી નીતિના પાઠો
હવે જીવી બતાવે તો જ એ ઘડતર સફળ જાણું

ગ઼ઝલ કાવ્યો સરજિયાં ખૂબ જીવનભર લખીને તો
અમર જો થાય એકાદુંય તો કવતર સફળ જાણું

ભણીને પ્રેમનું ભણતર અને  ડાહી ઘણી વાતો
નિભાવું એક પણ જો તોય મુજ ભણતર સફળ જાણું

ઉછીના શ્વાસ લઇને તો ‘વલી’ જીવ્યા ભલે જગમાં
હિસાબો હોય ચોખ્ખા તો જ તુજ ગણતર સફળ જાણું

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૨૩૧૧૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.૨૩૧૧૧૭)

 

 

 

 

 

 

 
5 Comments

Posted by on December 2, 2017 in ગ઼ઝલ

 

Tags: , , ,

5 responses to “(549) રડે જો આપ્તજન (ગ઼ઝલ) – ૧૦

  1. સુરેશ

    December 2, 2017 at 3:13 am

    લાંબા રદ્દીફ કાફિયાની મજા હવે શરૂ થઈ. હાર્દિક અભિનંદન

    ઉછીના દામ લઇને વેપલો કરતા નથી કિન્તુ
    ‘સુજા’ માંગે છે લાડુ – પીરસો તો સફળ જાણું

    Like

     
    • Valibhai Musa

      December 2, 2017 at 5:58 am

      બસ, દાદ રૂપે આમ એક એક શેર આપતા જ જાઓ; મને મજા તો પડે જ છે, પણ સાથે સાથે તમારી કવિત્વશક્તિ પણ ખીલતી જશે. આમેય તમે પ્રયોગશીલ તો છો જ અને આખી ગઝલ પણ લખો તો સારુ. તમે એકાદબે ગઝલો આપી છે પણ ખરી જ ને!

      Like

       
    • સુરેશ

      December 2, 2017 at 2:21 pm

      ચપટીક મઠારીને …
      ઉછીના દામ લઇને વેપલો કરતો નથી કિન્તુ
      ‘સુજા’ માંગે છે લાડુ ભાઈ! પીરસો તો સફળ જાણું

      Like

       

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: