(ગાગાગાગા ગાગાગાગા)
ગોરી રાધે, ભેદ જ શાને?
કાળા કાને, ભેદ જ શાને?
રાધે કાનો, ઊલટ વાને
વાન વચાળે, ભેદ જ શાને?
દૈવી વાણી, સઘળા ધર્મે
ધર્મો મધ્યે, ભેદ જ શાને?
ડાબેજમણે, લિપિકા હોયે
ભાષા માંહે, ભેદ જ શાને?
લોહી રાતું, સૌનું તોયે
જાતો અંગે, ભેદ જ શાને?
નરનારીની કાયા સરખી
લૈંગિક સબબે, ભેદ જ શાને?
જીવવું મરવું, સરખેસરખું
જીવન અર્થે, ભેદ જ શાને?
ઈશ્વર અલ્લા સરખા તોયે
ભજવા આડે, ભેદ જ શાને?
આમ ‘વલી’ સમજે, સમરસ સહુ
પાછા એને, ભેદ જ શાને?
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
તા.૨૨૧૧૧૭
(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા. તા.૨૪૧૧૧૭)
સુરેશ
December 5, 2017 at 6:45 am
દૈવી વાણી, સઘળા ધર્મે
ધર્મો મધ્યે, ભેદ જ શાને?
એકદમ સાચી વાત. ગમી ગઈ.
સાચી વાતો, થોડી વાતો
સમજો ઝાઝું, લખજો થોડું !
LikeLike
Valibhai Musa
December 5, 2017 at 7:39 am
ઈશ્વરકૃપાએ સમજ્યા તો ઝાઝું જ છીએ, સામે પાત્રતા પ્રમાણે જ આપીએ છીએ અને તે પણ હજમ થાય તેટલું જ. તમને પણ આપવાનું મેં Pending રાખ્યું છે. આવશો ત્યારે, યાદ અપાવશો તો આપીશ. અમે તો નીડા પાણીમાં નહાવાવાળા, કેમ કે તરતાં આવડે નહિ અને ક્યાંક ડૂબી જઈએ તો!
LikeLike
P. K. Davda
December 5, 2017 at 3:51 pm
વાહ ! વલીભાઈ કયા ખૂબ કહી! છંદ શીખવવાને બહાને કેટલું મોટું તત્વજ્ઞાન આપી દીધું. મારા આંગણાં માટે સાચવી રાખું છું.
LikeLike
Valibhai Musa
December 5, 2017 at 6:36 pm
બેશક.
LikeLike
Vinod R. Patel
December 5, 2017 at 5:53 pm
આમ ‘વલી’ સમજે, સમરસ સહુ
પાછા એને, ભેદ જ શાને?
પાયાની વાત
કહી દીધી વલીજી
ભેદ જ શાને ?
LikeLike
Valibhai Musa
December 5, 2017 at 6:35 pm
વિનોદભાઈ, આમેય વિનોદી તો ખરા જ! હાઈકુમાં જવાબ આપી દીધો, વાહ!
LikeLike
સુરેશ
December 6, 2017 at 1:30 pm
લખ ચોર્યાશી જન્મો ના હો
આ ક્ષણમાં જીવ્યા તો જીવ્યા
નહીંતર જીવ્યા? ના… ના… મુઆ.
મસ્તીમાં ઝૂમ્યા તો જીવ્યા.
————
આજે મુડ આવ્યો અને ફરી હાથ અજમાવ્યો!
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ.
ઘેરો થયો ગુલાલ તો ભગવો બની ગયો.
– જવાહર બક્ષીને સલામ
LikeLike