તકતી – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા (હઝજ)
પરિશ્રમ વણ નથી કોઈ જ બીજો માર્ગ તુજ પાસે
વગર જોરે જ શૌચાલય જઈ બેકી કરી તો જો
રતુમડી ને મદીલી આંખવાળો આખલો ભટકે
અટકચાળું જ કરવા કાજ પૂંછડું આમળી તો જો
પ્રદૂષણ વાતના અટકાવ કાજે કાયદાઓ છે
છડેચોકે વ જાહેરે અધોવાયુ તજી તો જો
કશુંયે ના કઠિન એવીય ગુલબાંગો નરી પોકળ
દબાવી પેસ્ટને પાછી ટ્યુબે દાખલ કરી તો જો
કદી ગુસ્સે ન થાવું એ ડહાપણ ડોળવું મિથ્યા
ભલા તું કો’કનો તુજ નાક પર મુક્કો ખમી તો જો
સમયના મૂલ્યની વાતો કહેતો તું ફરે જ્યાંત્યાં
ગપાટા ગામના મારે જરા હાથે ઘડી તો જો
નગારાં ઢોલ પોકળ છે વગાડી જાણતાં સૌએ
મુશળને હાથમાં લઇને ભલા પીટી જરી તો જો
વીતી પળ નહિ મળે પાછી, ‘વલી’ની વાતમાં દમ છે
સમયની રેત સરકે છે, પળોને સાચવી તો જો
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
તા.૧૭૧૨૧૭
(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૧૭ ૧૨૧૭)
સુરેશ
January 20, 2018 at 5:06 pm
તમારા સ્વમુખે સાંભળેલી આ હઝલ અક્ષરદેહે વાંચવાની મઝા આવી ગઈ. જો કે, પહેલા શેરનો વિકલ્પ એનીમા છે!
હવે એક પ્રતિશેર…
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
જમાનાની હવા લાવ્યા વલીચાચા, સુણી લો આ.
કરી સુરદાની સાથે સંગ , માધવપુર પધારી જો.
LikeLike
Valibhai Musa
January 20, 2018 at 5:30 pm
‘એનીમા’ લેવામાંય પરિશ્રમ તો ઉઠાવવો જ પડે ને! વળી તેમાંય વળી વધારે નહિ તો થોડુંક પણ જોર કરવું પડે! ખેર, આ તો એક વાત થઈ. પ્રતિશેરમાંનું નિમંત્રણ સૈદ્ધાંતિક રીતે સ્વીકારી શકાય, પણ પ્રાયોગિક રીતે મારા માટે અશક્ય છે. ફિર ભી દેખેંગે. આ હઝલ ઠીક લાગે તો હાદ ઉપર ઠપકારી દો. આંતરે બીજી બે હઝલ પણ મોકલીશ.
LikeLike