RSS

(566) કાગનો વાઘ છે (ગ઼ઝલ) -૨૩

02 Feb

તકતી – ગાલગા * 4  (મુતદારિક મુસમન સાલિમ)

કાગનો વાઘ છે, વાતમાં દમ નથી,
ચિત્રનો વાઘ છે, એ કંઈ જમ નથી.

જામ શરબત તણો હાથમાં  છે લીધો,
માનશો  ના ભલે, કિંતુ એ રમ નથી.

આગ ભડકાવતા શાસકો  ખુદ પછી,
શાંતિને યાચતા શાઠ્ય એ કમ નથી.

કોમને  કોમથી  ડારવી  છળ થકી,
સેક્યુલર શબ્દ શું શાબ્દિક ભ્રમ નથી?

રાજકારણ બન્યું  મિન્ટ બીજું  જ તો,
ખાયકી તેઉની શ્યામધન સમ નથી?

લોકશાહી  બિચારી વહાવે લહૂ,
દૂઝતા ઘાવનો  કોઇ મરહમ નથી?

ચોરને સોંપવું ચોરનું પકડવું,
ખેલ જોઈ ‘વલી’  શું તને ગમ નથી?

(રમ= એક પ્રકારનો દારૂ; સેક્યુલર= બિનસાંપ્રદાયિક; મિન્ટ=ટંકશાળ) 

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

(તા.૦૩૦૧૧૮)

 
1 Comment

Posted by on February 2, 2018 in ગ઼ઝલ

 

Tags: , , , , ,

One response to “(566) કાગનો વાઘ છે (ગ઼ઝલ) -૨૩

  1. સુરેશ

    February 2, 2018 at 3:26 pm

    છોડ ચિંતા વલી! મસ્ત થૈ મ્હાલી લે.
    ‘સુરદા’ વદી રહ્યો, તેને કોઈ ગમ નથી.
    ( ગમ ના બન્ને અર્થ પ્રસ્તુત છે !)

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: