RSS

(567) હૃદયમાં હો મમતા  (ગ઼ઝલ) – ૨૪ 

05 Feb

તકતી – લગાગા લગાગા લગાગા લગાગા

હૃદયમાં હો મમતા એ ઓછું ન જાણો
ઉમળકાથી મળતા એ ઓછું ન જાણો

પ્રજળતી ભલે આગ દિલમાં સદાયે
રહેવું મલકતા એ ઓછું ન જાણો

પ્રજા મોંઘવારી સહન જે કરી લે
કરે ના ફજેતા એ ઓછું ન જાણો

જુઓ તો ખરા કે અધર્મો છતાંયે
ન કોપે વિધાતા એ ઓછું ન જાણો

નપાવટ નમાલો ધણી હોય માથે
ગણાતી વિજાતા એ ઓછું ન જાણો

મહેતા ન મારે, ભણાવે ન તોયે
પગારો અપાતા એ ઓછું ન જાણો

ભલે ઘોરતા હોય નેતા સભાએ
ઉપસ્થિત રહેતા એ ઓછું ન જાણો

મનાવે ‘વલી’ મન ચલાવે બધુંયે
નિભાવે જ શાતા એ ઓછું ન જાણો

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

[વિજાતા= છોકરાં થયાં હોય તેવી સ્ત્રી]

(તા.૦૮૦૧૧૮)

 

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૦૮૦૧૧૮)

 

 

 

 

 

 

 

 

 
2 Comments

Posted by on February 5, 2018 in ગ઼ઝલ

 

Tags: , ,

2 responses to “(567) હૃદયમાં હો મમતા  (ગ઼ઝલ) – ૨૪ 

 1. સુરેશ

  February 5, 2018 at 1:39 pm

  ગમી આ ગઝલ હા! તમારી છે સુંદર
  અમારી ગઝલમાં કંઈ દમ ન જાણો!

  Like

   
  • Valibhai Musa

   February 6, 2018 at 4:11 am

   ભલે દમ છતાંયે ગઝલમાં તો દમ છે
   દવા દમ તણી છે ગઝલમાં જ હરદમ

   Like

    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: