RSS

Category Archives: ગ઼ઝલ

(560) ‘વલી’ જીદ તારી (તસ્બી ગ઼ઝલ) – ૧૯

તકતી – લગાગા લગાગા લગાગા લગા

‘વલી’ જીદ તારી નકામી અહીં
મહોબત મહીં જીદ સારી નહીં

સમર્પણ જરૂરી ખરા પ્રેમમાં
સમર્પણ વિના પ્રેમ ઊણો તહીં

ધબકતાં દિલોમાં પુનિત પ્રેમ તો
રહે ના કદી ભેદ હોયે જહીં

મહોબત ખરી જો કદી હોય તો
વિરોધો રહે ના દિલોની મહીં

વિરોધો રહે ના દિલોની મહીં
‘વલી’ જીદ તારી નકામી અહીં

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૧૧૧૨૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.૧૧૨૧૭)

 

 

 
Leave a comment

Posted by on January 13, 2018 in ગ઼ઝલ

 

Tags: , ,

(559) સયાનાપન સમજતા (ગ઼ઝલ) -૧૮

તકતી – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા (હઝજ)

સયાનાપન સમજતા જે સમજને શોભનારાઓ
ન સમજે તે અનાડી ને નકામું ગાજનારાઓ

શિકારી છોડતો પંખી જવા ઊડી નભે તોયે
ન ઊડતું એ જરીકેયે કરે શું છોડનારાઓ

થયા આઝાદ આપણ સૌ સદીઓની ગુલામીથી
ન માણો એ સુખોને તો કરે શું તારનારાઓ

નજર સામે મુકાયું હોય મનભાવન જ જમવાનું
ન ખાઓ તો કરી શકતા જ શું ખવડાવનારાઓ

ન જાણે કેટલાયે શઠ અગનના કાકડા લઇને
ભટકતા બાળવાને કાજ લીલું બાળનારાઓ

તમે તો મૂરખા એવા  કહેવું શું તમોને તો
છતી લાઠી છતાં શ્વાનોથી કેવું  ભાગનારાઓ

અમે તો અમ ખભાએ જળ તણી મશકો લઈ ફરતા
ભલે જે એ કરે અમ તો પ્રજળતું ઠારનારાઓ

બુરાઈનો ભલાઈથી અમે તો આપતા બદલો
કયામત છે ખચિત છેવટ જ એવું  માનનારાઓ

‘વલી’ આઝાદ તું જન્મ્યો રહી આઝાદ તું ફરજે
બહાદુર થા કરી લેશે તને શું  ડારનારાઓ

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૧૦૧૨૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.૧૦ ૧૨૧૭)

 

 

 

 

 

 

 

 

 
Leave a comment

Posted by on January 10, 2018 in ગ઼ઝલ

 

Tags: , ,

(558) પિયર ગઈ, ગઈ ભલે (હઝલ-૨) – ૧૭

તકતી – લગાલગા લગાલગા લગાલગા લગાલગા

પિયર ગઈ, ગઈ ભલે, તરત જ આવ તું પ્રિયે
નહાવું મુલતવી અરે, તરત જ આવ તું પ્રિયે

બિઅર્ડ તો જટા થતી, ફકીર શો હું દીસતો
વિલંબ ના હવે ખપે, તરત જ આવ તું પ્રિયે

ઉદાસ કીર પિંજરે, તરત જ આવ તું પ્રિયે
વળી ઉદાસ છું હુંયે, તરત જ આવ તું પ્રિયે

દિવસ થયા ભલે જ કમ, થયા યુગો સમા પ્રિયે
તડપ ખમીશ ના હવે, તરત જ આવ તું પ્રિયે

સવારસાંજનાં અજીઠ વાસણો ભર્યાં ભર્યાં
મલિન સરવ, રફેદફે, તરત જ આવ તું પ્રિયે

સમજું હવે હું મૂલ્ય તવ, ગઈ તું જ્યારની ડિયર
તું મેઘ સમ વરસ ઘરે, તરત જ આવ તું પ્રિયે

વિરહ ન તું ખમી શકે, ‘વલી’ જરાય આટલો
મરણ સમે કહીશ કે, તરત જ આવ તું પ્રિયે?

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૦૭૧૨૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા. ૦૬૧૨૧૭)

 

 

 

 

 

 

 

 

 
Leave a comment

Posted by on January 7, 2018 in ગ઼ઝલ

 

Tags: , , ,

(557) માનવી તું કોક દી (ગ઼ઝલ) – ૧૬

તકતી – ગાલગાગા ગાલગાગા ગાલગા

માનવી તું કોક દી હરખાય છે
તો વળી કો દી દિલે  હિજરાય છે

પાંચ જણ વચ્ચે વળી વખણાય છે
તો વળી તું કો સમે નિંદાય છે

એકધારી જિંદગી હોતી નથી
તો પછી તું શીદને ગભરાય છે

દોઢડાહ્યો ચોગણો ખરડાય છે
માત્ર ડાહ્યો મસ્ત હાલ્યો જાય છે 

દુશ્મનોથી બીવું ના કો દી ભલા
જીભ જો તુજ દાંતમાં સચવાય છે

ચોતરફ વેરી ભલે ઘેરી વળે
વાડ તોયે ખેતરો લહરાય છે

જીવવાની કળ ‘વલી’ તેં પારખી
એટલે તો હર પળે મલકાય છે

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૦૫૧૨૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા. ૦૬૧૨૧૭)

 

 

 

 

 

 

 

 

 

 
Leave a comment

Posted by on January 4, 2018 in ગ઼ઝલ

 

Tags: , ,

(555) ભલે હું નકામો (ગ઼ઝલ) – ૧૪

(તકતી – લગાગા*8)

ભલે હું નકામો, ભલે હું દિવાનો, છતાંયે ગણો તો, હું માણસ મજાનો
રડો જો તમે તો, દુ:ખોના પ્રહારે, હું આપું  દિલાસો, હું માણસ મજાનો

લડો સૌ નિરર્થક, મતો આપવાને, ફલાણો જ સારો, કહી  પૂજ્ય ભાવે
હું તો ચૂપચાપે, જ નોટા દબાવી, દઉં  વોટ નિજનો, હું માણસ મજાનો

તમે લોહી પ્યાસા, છુરીઓ હુલાવો, બની આંધળા સાવ, પાગલ ખયાલે
હું તો દોડતો જાઉં, બ્લડ બેંક રાહે, ધરું કર હું મારો, હું માણસ મજાનો

તમે હાથમાં લઇ, મશાલો સળગતી, ઘરો ને દુકાનો, પ્રજાળો પ્રકોપે
હું તો ખોબલાભર, ભલે હોય પાણી, મથું ઠારવા તો, હું માણસ મજાનો

નપાવટ થઈને, કદી કો સતાવે, અભાગી જ નારાયણીને બજારે
ધસી જાઉં મદદે, ધરી હામ હૈયે, મદદગાર થાતો, હું માણસ મજાનો

તમે તો કહેશો, નરી આ ગણાયે, બડાઈ સ્વની તો, સ્વઘાતી સરીખી
ભલે સ્વપ્રશંસા, ગણાતી સ્વઘાતી, છતાંયે કહું કે, હું માણસ મજાનો

‘વલી’ હું ગણાતો, ભલે લોક નજરે, નફકરો, નમાલો વ કમજોર ઘેલો
વિપદ આવતી ક્યાંય, કૂદી પડું હું, ન લાવું વિચારો, હું માણસ મજાનો

-વલીભાઈ મુસા (વલીકાણોદરી)

તા.૦૧૧૨૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.૨૮૧૧૧૭)

 

 

 

 

 

 

 

 
1 Comment

Posted by on December 27, 2017 in ગ઼ઝલ

 

Tags: , ,