RSS

Category Archives: નવલિકા

(519) Best of the year 2015 (5)

You may click on

(૪૫૬) પ્રિયતમાની જીવંત કબર ! (ભાવાનુદિત કાવ્ય) [7]

(૪૫૭) ભવ્યતમ ભારતીય ગ્રીષ્મ (ભાવાનુવાદ) [8]

(૪૫૮) માધુરી દીક્ષિત (સિનેતારિકા) – ભાવાનુવાદ [9]

(૪૬૦) હું અને મારો ઘોડો : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧)

(૪૬૧) ચકલીઓ : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૨)

(૪૬૩) ચાલો ને, આપણે … – ભાવાનુવાદ [10]

(૪૬૪) જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે… – ભાવાનુવાદ [11]

(૪૬૫) “માધુરી દીક્ષિત (સિનેતારિકા)” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૩)

(૪૬૭) “ગૌરવર્ણો ભિક્ષુક” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૪)

(૪૬૯) “મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૫)

(472) Comprehension of  a Poem ‘Colossal Mistake’ (by Rabab Maher) – Valibhai Musa

(474) The Demise of a Gentle Giant

(૪૭૫) “પિયુ પરણ્યાની રાતડી પહેલી” :પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૬)

(૪૮૦) મારો જન્મદિવસ – તિર્યક (તિરછી) નજરે

(૪૮૩) “સર્જન અને વિસર્જન” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૧)

(૪૮૪) “તાત્ત્વિક સ્વગતોક્તિ”- શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૨)

(૪૮૫) પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન : ૭ : “ચાલો ને, આપણે …”

(૪૮૬) પ્રિયતમાની જીવંત કબર : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૮) – વલીભાઈ મુસા

(૪૮૯) હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ! -વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(૪૯૧) “ચતુર્થ પરિમાણની પેલે પાર” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૩)

(૪૯૨) “વેદનાનું વૃક્ષ” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૯)

(૪૯૩) “કોરો કાગળ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૪) -વલીભાઈ મુસા

(૪૯૪) “જ્યમ અસ્ખલિત મેઘ વરસે…” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૦)

(૪૯૭) આમવૃક્ષ (મૂળ વાર્તાકાર : મધુલિકા લિડલ || ભાવાનુવાદક : વલીભાઈ મુસા

(૫૦૦) “વિખૂટા પડ્યાનો વલવલાટ” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૧)

 –વલીભાઈ મુસા 

 

 

 

 

 

Tags: , , , , , , , , , , , ,

(૪૯૭) આમવૃક્ષ (મૂળ વાર્તાકાર : મધુલિકા લિડલ || ભાવાનુવાદક : વલીભાઈ મુસા

બાબુ જાનકીદાસને તેમના એકના એક પુત્ર દેબેન્દ્રનાથ પરત્વે ભારોભાર પ્રેમની લાગણી હતી. વળી તેની ક્ષમતા વિષે પણ તેમના મનમાં ઊંડો The Mango Tree Story-Imageવિશ્વાસ હતો. કેટલાક અંશે, દેબેન્દ્ર પણ તે ના હિતેચ્છુ છતાં થોડાક આપખુદ પિતાની ઇચ્છાઓને અનુકૂળ થયો પણ હતો. જ્યારે બાબુ જાનકીદાસે દેબેન્દ્રને ફરમાન છોડ્યું હતું કે તે વકીલાતના વ્યવસાયમાં જોડાય, ત્યારે તેણે સ્તુત્ય ઉત્સાહ સાથે એમ કર્યું પણ હતું. વળી જાનકીદાસે નિર્ધારિત કરી જ લીધું હતું કે હવે યુવાન વકીલ માટેનો કોઈક છોકરી સાથે પરણી જવાનો આ યોગ્ય સમય છે, ત્યારે પણ દેબેન્દ્રે તેમનો ખુલ્લો વિરોધ કર્યો ન હતો. એ તો દેખીતું જ છે કે બાબુ જાનકીદાસ તેમની પોતાની પસંદગી મુજબની છોકરી સાથે જ દેબેન્દ્ર પરણે એમ જ ઇચ્છતા હોય ને!

દેબેન્દ્રે પરણી લેવા અંગેના એ ફરમાન સામે વિરોધનો શ્વાસ સુદ્ધાં ન કાઢ્યો અને એ તેનું પાલન પણ કરી બતાવ્યું. જ્યારે જાનકીદાસે ઘરમાં આ મુદ્દાને ફરી છેડ્યો હતો, તેના બે દિવસ પછી જ દેબેન્દ્ર તેને અનુસરતી પત્ની સાથે હસતો હસતો ઘરે આવ્યો. એ વરંડામાં દાખલ થઈને ઝોકાં ખાતા પિતા તરફ આગળ વધીને મોટા અવાજે બોલ્યો, ‘નમસ્કાર, બાબા!’

બાબુ જાનકીદાસ ઊંઘમાંથી ઝબકીને જાગી જતાં અવાકપણે દેબેન્દ્રની પાછળ ઊભેલી છોકરી સામે જોઈ રહ્યા. દેબેન્દ્રે કહ્યું, ‘આ શારદા છે, બાબા…, આપની પુત્રવધૂ!’ શારદા ઉતાવળેથી જાનકીદાસના ચરણસ્પર્શ કરવા નીચી નમી. તેઓ એવા દિગ્મૂઢ થઈ ગયા હતા કે તેના આ શિષ્ટાચારનો કોઈ જ પ્રતિભાવ ન આપી શક્યા અને બહાવરા બનીને માત્ર માથું જ ધુણાવ્યું. બાબુ જાનકીદાસને પોતાના ઉછેરના સંસ્કારોને લીધે છોકરી તરફ નમ્ર બનવાની ફરજ પડી; પણ પોતાના દીકરા તરફ તો એમને એવી કોઈ જ લાગણી ન થઈ.

“તું.. તું, હમણાં કહું છું…એની ઓલાદ!’. બાબુ જાનકીદાસે છેલ્લી હદના તેમના અવિવેકને ખાળી લીધો અને આગળ બોલી પડ્યા, ‘તેં અમને બધાંને શરમજનક સ્થિતિમાં મૂકી દીધાં! સગાંવહાલાં શું કહેશે? આડોશીપાડોશી શું કહેશે? મિ. ચેટરજીને હું શો જવાબ આપીશ? તારી બાને હું શું કહીશ…?

દેબેન્દ્ર અધવચ્ચે વિક્ષેપ નાખતાં જાણે તેમને સહાય કરતો હોય તેમ બોલી ઊઠ્યો, ‘એ તમારી પાછળ જ ઊભી છે ને!’

‘મને બોલતો અટકાવીશ નહિ, બુધ્ધુ!’ જાનકીદાસ ગર્જી ઊઠ્યા. ‘જો તેં તારું મોઢું ફરી ખોલવાની હિંમત કરી, તો તને આ ઘરમાંથી બહાર તગેડી મૂકીશ!’

પરંતુ દેબેન્દ્રે પોતાની વાતચીતમાંથી પીછેહઠ કરવાના બદલે અણધાર્યું કંઈક નવું જ કર્યું. તે દોડી જઈને પિતાના પગ આગળ ઝૂકી ગયો. બાબુ જાનકીદાસ દેબેન્દ્રના પગ પકડી લેવા માટે લંબાયેલા હાથથી દૂર થવા ત્વરિત પાછળ હઠી ગયા. પરંતુ દેબેન્દ્રના હાથનાં લંબાયેલાં આંગળાં પિતાના પગને તો ન સ્પર્શી શક્યાં, પણ તે બાબુ જાનકીદાસની કડકડતી સ્ટાર્ચ કરેલી, ચોખ્ખીચણાક ગડીબંધ અને વિવિધ ભાતથી ભરતકામ કરેલી સુતરાઉ ધોતીના છેડાને વીંટળાઈ વળ્યાં.

‘ધોતી છોડી દે, એ અક્કલના ઓથમીર!’ બાબુ જાનકીદાસ પોતાની ધોતીને ખેંચી રાખતાં તાડુકી ઊઠ્યા.

‘બિલકુલ નહિ. જ્યાં સુધી આપ આશીર્વાદ ન આપો ત્યાંસુધી તો નહિ જ, બાબા.’ દેબેન્દ્રે જવાબ આપ્યો. ભયભીત બની ગયેલા બાબુ જાનકીદાસ ચકિત થઈ જતાં વિચારવા માંડ્યા કે આ જુવાનિયો તેના મગજ ઉપરનો કાબૂ ગુમાવી બેઠો તો નથી ને!

‘શો બકવાસ ! મારી ધોતીને જલ્દી છોડી દે, લુચ્ચા; નહિ તો હું પોલીસને બોલાવીશ.’

‘ના, હું છોડીશ નહિ. આપ જેટલો વિલંબ કરશો, તેટલી પરિસ્થિતિ વધારે વણસશે. જો આપ હવે પછીની દસ સેકંડમાં આશીર્વાદ નહિ આપો તો હું મારી શરતો વધારતો જ જઈશ.’

બાબુ જાનકીદાસ સાવ મૂગામંતર થઈ જતાં દીકરા સામે જોઈ જ રહ્યા. દસ સેકંડ પસાર થઈ ગઈ અને દેબેન્દ્રે તેના પિતાના ચરણો આગળ ઝૂકેલી સ્થિતિમાંજ તેની નવી શરત ઉમેરી દીધી, ’હવે આપે અમને જીવનભર આ ઘરમાંજ રહેવા દેવાં પડશે.’

‘ના, હરગિજ નહિ. મારી નજરોથી દૂર થઈ જા. મારી ધોતીને છોડી દે!’ બાબુ જાનકીદાસ હવે બેબાકળા બની ગયા. છોકરાની ધોતીના છેડાને પકડી રાખવાની ચેષ્ટાથી તેઓ વિચારશૂન્ય બની ગયા. દેબેન્દ્રે તો બિન્દાસપણે કહેવાનું ચાલુ રાખ્યું, ‘વધુ દસ સેકંડ અને બીજી બે શરતો યાદીમાં ઉમેરાઈ જશે.’

બાબુ જાનકીદાસે વિસંવાદિતાની મન:સ્થિતિમાં ઘોતીને મજબૂત રીતે પકડી રાખી અને એમને સાચે જ કપડું ફાટ્યું હોય તેવા અવાજનો આભાસ પણ થયો. તેમણે ભયભીત થઈને પગને વીંટલાયેલા વસ્ત્ર તરફ નીચે જોઈ લીધું અને દેબેન્દ્રના હાથની નજીક ધોતીના છેડા ઉપર કંઈક ચીરા જેવું તેમને લાગ્યું પણ ખરું. જો કે હજુ આ બાબત ગંભીર બની ન હતી, તેમ છતાંય તેઓ સામે આવી પડેલા ખતરા વિષે સભાન તો બની જ ગયા હતા. તેમની ખૂબ જ નાજુક ધોતી કે જે તેમનું માનસન્માન સઘળું હતી તે હવે દીકરાના હાથમાં હતી. વળી ખૂબ જ લજ્જા અનુભવતી અને હસી ન પડાય એવી સાવધાની જાળવી રાખતી પુત્રવધૂ સામે હતી. ધોતીના ચીરા થઈ જાય અને દેબેન્દ્રના હાથમાં એ આવી જાય તો એ આફતરૂપ બને તેમ હતું. પછી તો તે પોતાના કુટુંબમાંનો પોતાનો મોભો ફરી પાછો કદીય ન મેળવી શકે તેવી પરિસ્થિતિ સર્જાય તેમ હતી. વળી ન કરે નારાયણ અને શારદા જો કુથલીબાજ હશે તો આખા કલકત્તામાં પોતે હાંસીપાત્ર બની જાય તેમ હતું.

બાબુ જાનકીદાસ નિસાસા નાખતા રહ્યા અને દેબેન્દ્ર આનંદસહ ફ્લોર ઉપરથી બોલ્યો.

‘ભલે, હવે આપને મારી સાથે સંમત થવું જ પડશે કે હું જ્યાં ઇચ્છું ત્યાં હું કામ કરી શકીશ. આપને મારી બા માટે સોનાનાં નવાં કંગનની જોડ ખરીદવી પડશે અને તેને આ ઉનાળામાં સહેલગાહે પણ લઈ જવી પડશે.’

‘બીજું કંઈ જોઈએ, મા?’ દેબેન્દ્ર તેમને ઉત્સાહિત કરતાં બોલ્યો. બાબુ જાનકીદાસની પત્નીએ જોશીલી રીતે પોતાનું માથું હલાવ્યું અને મનોમન વિચાર્યું કે તેણે કદીય પતિ અને પુત્ર વચ્ચે આમ મુર્ખાઈભરી રીતે વચ્ચે આવી જવાનું સાહસ કર્યું ન હતું.

બાબુ જાનદીદાસે દેબેન્દ્રને દબાવી દેવા ઘુરકિયું કર્યું અને દેબેન્દ્રે દાંતિયાં કાઢતાં કહ્યું, ’બાબા, હું એક પળમાં ધોતી ખેંચી લઈશ. મા, જલ્દી કર. તું ઇચ્છતી હોય તેવું કંઈક તો હશે જ. જલ્દી કર, ઝડપથી વિચારી નાખ!’

બાબુ જાનકીદાસનાં પત્ની એકેય શબ્દ બોલી શક્યાં નહિ. એમના મનમાં કંઈક નાળિયેરને છોલવા માટેના તવેથાથી માંડીને બીજા કોઈક દિવસે ન્યુ માર્કેટમાં જોયેલી કાથીનાં દોરડામાંથી બનેલી સુંદર મજાની ટોપલી સુધીની યાદ આવી ગઈ, પણ એમને લાગ્યું કે આવું માગવું મુર્ખાઈભર્યું લાગશે.

‘મા!’ દેબેન્દ્રે તેમને પ્રેરતાં કહ્યું. ‘આ શું છે? બોલ, જલ્દી કર!’

એક આખી મિનિટ સુધી તેમણે લાચારીભરી રીતે દેબેન્દ્ર સામે જોયા કર્યું અને પછી એમના પતિ તરફ ચિંતાતુર નજરે જોઈ લેતાં મુશ્કેલીથી સંભળાય તેવા ધીમા ગણગણાટે કહ્યું. ‘આમવૃક્ષ. મને આમવૃક્ષ જોઈએ.’

શારદા ખી ખી કરતી હસી પડી. બાબુ જાનકીદાસ નામોશીભરી રીતે જોઈ રહ્યા, તો વળી દેબેન્દ્ર મૂંઝવણમાં પડી ગયો. તેણે કોઈ પ્રતિભાવ આપવાના બદલે તેના પિતાના સામે જોઈ રહેતાં તેણે શરતોની યાદીને ઝડપથી ગણી બતાવી. ‘તો સાંભળો. યાદી આમ થાય છે. આપ અમને આશીર્વાદ આપશો, અમને આપની સાથે જ રહેવા દેશો, હું ઇચ્છું ત્યાં મને કામ કરવા દેશો, મા માટે તેનાં સોનાનાં કંગન ખરીદશો, એને સહેલગાહ કરાવશો…અને તેને તેનું આમવૃક્ષ આપશો.બોલો, કબૂલ?’

બાબુ જાનકીદાસને થયું કે તેઓ પરાજિત થઈ ચૂક્યા છે. તેમણે મહાપરાણે ઊંડો વિષાદમય શ્વાસ લીધો અને માથું ધુણાવ્યું. જે કંઈ બન્યું તેનાથી બાબુ જાનકીદાસની ગર્ભિત સંમતિ સધાઈ ચૂકી હતી. તેમને જે કંઈ ડર હતો તેવું આપત્તિજનક કશું થાય એવું દેખાતું પણ ન હતું. એમણે બધા જ મુદ્દાઓનું સમાધાન કરી લઈને દેબેન્દ્રના લગ્નસંબંધને મંજૂરીની મહોર મારી દીધી હતી. શારદા ખરે જ સારી છોકરી હતી અને થોડાક જ સમયગાળામાં એ સાબિત પણ થઈ ગયું હતું કે જે પ્રકારની પુત્રવધૂ પોતાના કુટુંબમાં હોવાની જાનકીદાસને અપેક્ષા હતી તેવી જ તે હતી. દેબેન્દ્રે પિતાના આશ્ચર્ય વચ્ચે તેમની કે તેના જૂના નોકરીદાતાની મદદ વગર જ આપબળે તેણે સરસ લિગલ પ્રેક્ટીસ ગોઠવી દીધી હતી. બાબુ જાનકીદાસનાં ધર્મપત્ની પતિ, પુત્ર અને નવવધૂ સાથે ડાયમન્ડ હાર્બરની સહેલગાહમાં માણેલી મિજબાનીથી સંતુષ્ટ હતાં. વળી, તેમનાં સોનાનાં કંગન, જો કે તે ઘણી ઊંચી કિંમતનાં હતાં અને બાબુ જાનકીદાસે ખરેખર પોતે તેમને આપવામાં મોડા પડ્યા હતા તેવા ખેદ સાથે ખરીદી આપ્યાં હતાં; અને જે માટે તેઓ ખરાં હકદર પણ હતાં. બાબુ જાનકીદાસે એકવાર સ્વાદિષ્ટ ભોજન લીધા પછી મનોમન પત્ની વિષે વિચારવા માંડ્યું હતું કે આટલાં વર્ષો સુધી તેઓ તેમનાં ઉમદા પત્ની રહ્યાં છે. જો કે તેમનો અનુરાગ હંમેશાં ઉષ્મારહિત અને નીરસ રહ્યો હોવા છતાં એકંદરે તેઓ ભલી ઓરત હતાં.

જો કે ખરી મુશ્કેલી જેના કારણે સર્જાઈ હતી, તે આમવૃક્ષ હતું. પહેલાં તો બાબુ જાનકીદાસે જે વિરોધ નોંધાવ્યો તે એ હતો કે આમવૃક્ષ માટે વરંડામાં કોઈ જગ્યા જ ન હતી.

‘આપે માને વચન આપ્યું છે,’ દોષારોપણ કરતો હોય તેવા ભાવે દેબેન્દ્રે કહ્યું. ‘હવે જો આપ વચનમાંથી પાછા હઠી જશો તો તેમનું દિલ તૂટી જશે, બાબા. જુઓ જુઓ, બાબા દિવાલની પાસે જગ્યા છે; ત્યાં કશું જ નથી આપ ત્યાં સહેલાઈથી આમનો છોડવો ઉગાડી શકશો.’

આખરે બાબુ જાનકીદાસને આમવૃક્ષ માટે સંમત થવું પડ્યું હતું. તેમના માટે યક્ષપ્રશ્ન એ હતો કે એમની પત્નીએ કેટલાં બધાં વર્ષોથી આ મહેચ્છા સેવી હશે? ખરે જ એ બિચારી સહનશીલ જીવાત્મા હતી. બાબુ જાનકીદાસ બેકયાર્ડમાં વાવવા માટેનો સરસ મજાનો આમનો રોપો લેવા સ્થાનિક નર્સરીમાં જઈ પહોંચ્યા. નર્સરીના માળીએ વરંડામાં આમનો છોડવો રોપી આપ્યો અને તેણે બાબુ જાનકીદાસને તેની સારસંભાળ લેવા અંગેની જરૂરી સૂચનાઓ પણ આપી દીધી.

જ્યારે માળી જતો રહ્યો, ત્યારે બાબુ જાનકીદાસ તેમની માનીતી ખુરશીમાં જઈ બેઠા. તેઓ થાક્યા હતા, છતાંય ખુશ હતા. તેમણે વિજયી અદાથી કહ્યું, ‘સરસ મજાનું લંગડા આમવૃક્ષ.’ વળી તેમણે પત્ની તરફ ફરીને આગળ ઉમેર્યું, ‘મારા શબ્દો નોંધી લે. આ વૃક્ષ આખાય કલકત્તામાં સૌથી વધારે મીઠાં આમ આપશે, મનોરમા.’ વળી અફસોસ વ્યક્ત કરતાં બોલ્યા, ‘આટલાં વર્ષો સુધી તારી આ ઇચ્છાને હું પરિપૂર્ણ ન કરી શક્યો તે બદલ દિલગીરી અનુભવું છું. પરંતુ તારે મને આ વહેલું કહેવું જોઈતું હતું ને!’

આમવૃક્ષના છોડવાએ પહેલા જ અઠવાડિયામાં સૂકાઈ જવાની નિશાનીઓ દેખાડવા માંડી. તેના ઉપર પાણી કે સૂર્યપ્રકાશની કોઈ અસર થતી ન હતી અને દિનપ્રતિદિન તે ક્ષીણ થતો જતો હતો. રખડતી રઝળતી બિલાડીઓથી માંડીને મૂળિયાંને કોરી ખાતી ઉધઈ સુધીનાં સૌ કોઈનું એ આકર્ષણકેન્દ્ર બન્યો હતો. પખવાડિયાના અંત સુધીમાં તો છોડવા ઉપર તેની સૂકલકડી ડાળખીઓ ઉપર કેટલાંક સૂકાં પાંદડાં જ બચ્યાં હતાં. બાબુ જાનકીદાસ ફરિયાદ લઈને નર્સરીએ પહોંચી ગયા અને બદલામાં મફતમાં નવો છોડ માગ્યો.

‘તમે છોડને બરાબર પાણી નહિ પાયું હોય,’, નર્સરીના માલિકે કહ્યું. ‘એને જ્યારે આપવામાં આવ્યો હતો ત્યારે તો એ સંપૂર્ણ રીતે બરાબર જ હતો અને તમે જાતે જોયું પણ હતું.’ બાબુ જાનકીદાસે નવો છોડ મફત મેળવવાની માગણીને પડતી મૂકી અને બીજો નવો છોડ ઘરે લઈ આવ્યા. તેમણે આ નવીન છોડને પેલા નિષ્ફળ નીવડેલા તેના પૂર્વગામીની જગ્યાએ રોપી દીધો. આશ્ચર્યોનાંય આશ્ચર્ય વચ્ચે આ નવીન છોડ તો જોરાવર છોડવા તરીકેની બધી નિશાનીઓ સાથે મોટાંમોટાં પાંદડાં સમેત વૃદ્ધિ પામવા માંડ્યો.

એક મોડી સાંજે અચાનક ગાજવીજ સાથેનું વાવાઝોડું ઉદભવ્યું, જે દરમિયાન આમવૃક્ષ ઉપર વીજળી ત્રાટકી અને તેની નીચે બાંધેલી ગાય મરણશરણ થઈ ગઈ. બાબુ જાનકીદાસ ઊંડી આહ સાથે રડી પડ્યા અને આવેશમાં આવી જઈને પ્રતિજ્ઞા પણ કરી લીધી કે હવે કદીય ગાય જેવા જોખમી અને મૂલ્યવાન પ્રાણીમાં ફરી મૂડીરોકાણ ન કરવું. આ દુર્ઘટનામાંથી બાબુ જાનકીદાસને એક માત્ર એ આશ્વાસન મળી રહ્યું કે તેમનું આમવૃક્ષ પેલા દુર્ભાગી પ્રાણીના માર્ગે સિધાવ્યું ન હતું!

વીજળીએ આમવૃક્ષની એક ડાળીને હાનિગ્રસ્ત તો કરી દીધી હતી, પણ એકંદરે ઝાડ અકબંધ રહ્યું હતું અને વિકસતું રહ્યું હતું. બાબુ જાનકીદાસે વૃક્ષની નજીક્ના ઘરના છાપરાના છેડા ઉપર વીજ-પ્રતિરોધક કન્ડક્ટર લગાવડાવી દીધું હતું અને તે કામ તેમની અંગત દેખરેખ નીચે પાર પાડવામાં આવ્યું હતું. વળી આમવૃક્ષની સલામતી જળવાઈ રહે તે માટેની એમણે એક નાનકડી પૂજા પણ કરાવડાવી હતી.

સમય જતાં આમવૃક્ષ ઉપર મહોર આવવા માંડ્યાં અને ઝીણાં-ઝીણાં લીલાં-લીલાં આમ પણ બાઝવા માંડ્યાં. વળી આ ફળોના પ્રારંભની સાથેસાથે કલબલાટ કરતાં અને પરેશાન કરતાં પક્ષીઓ પણ ઝાડ ઉપર આવવા માંડ્યાં. બાબુ જાનકીદાસે એક દિવસે બપોરના ભોજન પહેલાંની આખી સવાર પક્ષીઓને ઉડાડવામાં ગાળી. તેમને આ કામ શક્તિનો વ્યય કરનારું તો લાગ્યું, તેમ છતાંય વૃક્ષનું રખોપું કરવું પણ એટલું જ જરૂરી હતું.

છેવટે એમણે ઝાડની રખેવાળી કરવા એક નટખટ છોકરાને કામે રાખ્યો. એક દિવસે બાબુ જાનકીદાસ બપોરના ભોજન પછીની વામકુક્ષિ કરીને જાગ્યા અને જોયું તો પેલો છોકરો ગાયબ થઈ ગયો હતો. વળી ગાયબ થઈ ગયેલા એ છોકરાની સાથે જાનકીદાસની માનીતી ચાંદીની નકશીકામ કરેલી કિંમતી પાનદાની પણ ગાયબ થઈ ગઈ હતી.

ત્યારપછીના કેટલાક દિવસો સુધી બાબુ જાનકીદાસ નેતરની મજબૂત સોટી પોતાના હાથમાં રાખીને વરંડામાં જવા માંડ્યા. જ્યારે કોઈ પક્ષીઓ ઊડીને યાર્ડમાં આવે કે તરત જ તેઓ સોટી વીંઝીને તેમને ઉડાડી મૂકતા. પરંતુ જેવા એ પક્ષીઓ તરફ પીઠ ફેરવીને પાછા ફરતા, ત્યારે તરત જ એ બધાં ચપળતાભરી નફ્ફટાઈ સાથે આમ તરફ પાછાં ઊડી આવતાં.

એક અઠવાડિયામાં તો બીજા એક છોકરાને રખેવાળી માટે રાખી લેવામાં આવ્યો. આ છોકરામાં પ્રમાણિકતાનો એવો ઉમદા ગુણ હતો કે જે સહેજે જ દિલને સ્પર્શી જાય. પક્ષીઓને ઉડાડી મૂકવા અંગેનો તેનો વળી વિચાર એવો હતો કે પક્ષીઓ તરફ પથ્થર ફેંકવામાં આવે. આમ એના આડેધડ પથ્થર ફેંક્વાના ધ્યેયના કારણે એનો પહેલો જ દિવસ પૂરો થાય તે પહેલાં તો વરંડાની બહારના રસ્તેથી પસાર થતા એક માણસને એ પથ્થર મારી બેઠો. ઈજાગ્રસ્ત માણસ બાબુ જાનકીદાસની પાસે આવ્યો અને તેણે પોતાની ઈજા થવા બદલનું વળતર માગ્યું.

બાબુ જાનકીદાસે પેલા માણસને વળતર ચૂકવી દીધું અને નવીન રાખેલા છોકરાને પણ રુખસદ આપી દીધી. હવે તેમણે ઝાડ ઉપરથી પક્ષીઓને ઉડાડવા માટેનો કાર્યભાર પોતાના જ માથે લઈ લીધો. એમણે પોતાની જાતને આશ્વાસન આપ્યું કે જિંદગીભર પત્ની તરીકે જેણે ત્યાગભાવના બતાવી છે તે સામેની તેમની આભારવશતા રૂપે અપાયેલું આ મનોરમાનું જ તો વૃક્ષ છે ને ! છેવટે આ વૃક્ષે ફળો આપવાનું શરૂ કર્યું. મનોરમાનું સ્વપ્ન બાબુ જાનકીદાસના માધ્યમે આખરે પૂર્ણ થઈ રહ્યું હતું.

મનોરમા આમને ધોઈને તેના કટકા કરીને વરંડામાં લઈ આવ્યાં કે જ્યાં એમના પતિ દેબેન્દ્ર અને શારદા સાથે બેઠેલા હતા.

બાબુ જાનકીદાસ આમને આરોગી રહ્યા હતા ત્યારે તેની આમ્લતાના કારણે એમના મોંમાંથી પાણી વછૂટી રહ્યું હતું. તેમણે આમ્રવૃક્ષ સામે જોયું. પહેલો સુકાઈ ગયેલો છોડવો, મરી ગયેલી ગાય, ચોરાઈ ગયેલી પાનદાની, ઈજાગ્રસ્ત માણસને ચુકવાયેલાં નાણાં, વૃક્ષની રખેવાળીમાં વ્યતીત કરેલા લાંબાલાંબા દિવસો; આ બધું આજે સાર્થક નીવડ્યું હતું. મનોરમાની ઇચ્છા પરિતૃપ્ત થઈ હતી આ સઘળા વચ્ચે બાબુ જાનકીદાસ પોતાની જાત તરફ સૌમ્ય સ્મિત કરી રહ્યા હતા.

‘મને કહે, મનોરમા’ બાબુ જાનકીદાસે પત્નીને સંબોધીને કહ્યું. ‘શા માટે તેં આમવૃક્ષ જ ઇચ્છ્યું? જિંદગીનાં આટલાં બધાં વર્ષોમાં તેં કદીય એકવાર પણ કહ્યું નથી કે તારે આમવૃક્ષ જોઈએ છે! પ્રિયે, પચીસ વર્ષમાં તેં આ શા માટે ન કહ્યું?’

બાબુ જાનકીદાસનાં પત્ની આકુળવ્યાકુળ બની ગયાં. તેઓ પોતાનાં કંગનને રણકાવતાં રહ્યાં અને કશું જ બોલ્યાં નહિ.

‘બોલ બોલ, મા,’ દેબેન્દ્રે તેમને પ્રોત્સાહિત કર્યાં.

‘ભલે,’ બાબુ જાનકીદાસે ફરી કહ્યું. ‘આમવૃક્ષ એ કંઈ મોટી વસ્તુ ન હતી, એ તું જાણે છે. જો તારે એ જોઈતું જ હતું તો તું મને પહેલાં કહી શકતી હતી. મનોરમા, મને એ વાતનું પારાવાર દુ:ખ થાય છે કે …’

બાબુ જાનકીદાસનાં પત્નીએ તેમને અધવચ્ચે જ અટકાવતાં બહુ જ ધીમા અવાજે કહ્યું,` ‘આ સઘળાં વર્ષો દરમિયાન મને ક્યારેય આમવૃક્ષની ઇચ્છા થઈ નથી.’ એમણે આગળ ઉમેર્યું, ’એ દિવસે જ્યારે શારદા પહેલીવહેલી આપણા ત્યાં આવી; ત્યારે, તમને ખબર છે કે, દેબેન્દ્ર મને આગ્રહ કરી રહ્યો હતો. તે બસ કહ્યે જ રાખતો હતો કે મારે કંઈક માગવું.’

‘અને…’ આસપાસની શાંતિમાં મનોરમાના અવાજે થોડીક હિંમત પ્રાપ્ત કરી લીધી અને આગળ કહ્યું, ‘મને કશો જ વિચાર આવતો ન હતો. મારે કંઈક કહેવું તો હતું, પણ મને એક જ વિચાર આવ્યા કરતો હતો કે તમારી ધોતી ફાટી જશે. અને જ્યારે હું તેની તરફ જોઈ રહી હતી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ધોતી ઉપર આમની છાપવાળું ભરતકામ થયેલું હતું!’

– મૂળ વાર્તાકાર : મધુલિકા લિડલ || ભાવાનુવાદક : વલીભાઈ મુસા

Disclaimer: If Image published here falls under breach of any copyright; the copyright holder/s might simply intimate me/us by mail and the same will be removed immediately.

* * * * *

(સુશ્રી મધુલિકા લિડલ અંગ્રેજી ભાષીઓમાં જાણીતું નામ છે. દિલ્હીનિવાસી લેખિકાએ પોતાની લેખનની કારકિર્દી વાર્તાઓથી શરૂ કરી હતી. પછી તો એમની કલમ ચાલી અને એમણે ઐતિહાસિક જાસૂસકથા ‘The Englishman’s Cameo’ લખી કે જેનું ફ્રેન્ચ ભાષામાં રૂપાંતર પણ થયું. એમનો વાર્તાસંગ્રહ ‘The Eighth Guest & Other Muzaffar Jang Mysteries’ હોવા ઉપરાંત એમની બે નવલકથાઓ ‘Engraved in Stone’ અને ‘Crimson City’ પણ બહોળી પ્રસિદ્ધિ પામી છે. એમની વાર્તાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનસન્માન મળ્યાં છે. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ ફિલ્મ સમીક્ષક પણ છે. એમણે હિંદી અને અંગ્રેજીની જૂની ફિલ્મો અને ગીતો વિષેના વિપુલ પ્રમાણમાં લેખો પણ લખ્યા છે. “Dusted Off” એમનો બ્લૉગ છે, જેમાંના એમના ABOUT પેજ ઉપર તેમનો વિગતે પરિચય મેળવી શકાશે. ‘વેબગુર્જરી’ના ફલક ઉપર ‘The Mango Tree’ વાર્તા દ્વારા થતા એમના પરોક્ષ પદાર્પણને આપણે ‘વેગુ’પરિવારજનો આવકારીએ છીએ. હળવી શૈલીએ લખાયેલી અને સ્મિતમઢ્યા ચહેરે વાચકને વાંચન માટે જકડી રાખે તેવી આ હાસ્યવાર્તા વાચકોને અવશ્ય ગમશે.

‘વેબગુર્જરી’ના ફિલ્મસંગીત વિભાગમાં આ અગાઉ ‘સંકલિત ગીતોની મજા’ શ્રેણી હેઠળ એમનાં સંપાદિત કરેલાં વીસ જૂનાં હિંદી ફિલ્મગીતો – ભાગ (૧) અને ભાગ (૨) – આવી ચૂક્યાં છે.

Reader’s Digestના અંકમાં વાંચવા મળેલી તેમની આ વાર્તાને અનુવાદિત કરવાની તથા ‘વેબગુર્જરી’ અને મારા અંગત બ્લૉગ્ઝ ઉપર પ્રસિદ્ધ કરવાની તેમની સહૃદયતાપૂર્વકની અનુમતિ બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવે છે.

– વલીભાઈ મુસા, ‘વેગુ’ સાહિત્યસમિતિ)

લેખિકાનાં સંપર્ક સૂત્રો :-

બ્લૉગ – “Dusted Off” – http://madhulikaliddle.com/
ઈ મેઈલ – Madhulika Liddle <liddle.madhulika@gmail.com>

* * *

(Permission)

Mr Musa,

Thank you for your message. And yes, I would be very happy if you would translate the story and publish it on your blog. Do send me the link whenever you do that (and if you could link to my blog’s ‘About Me’ page, that would be wonderful).

Thanks and best regards,

Madhulika

Madhulika Liddle
http://www.madhulikaliddle.com

 

Tags: ,

(470) Best of 5 years ago this month May, 2010 (37)

Click on

(174) “૬૦+ ગુજરાતીઓ” ના ચર્ચાચોરે ‘ધનસંચય’નું ગાંઠાળું લાકડું – ભાગ ૧

(175) “૬૦+ ગુજરાતીઓ” ના ચર્ચાચોરે ‘ધનસંચય’નું ગાંઠાળું લાકડું – ભાગ ૨

(176) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૧ (સહજ જ્ઞાન)

(178) મારી વાર્તાઓ, મારી પ્રસ્તાવનાઓ – ૩ (સંઘર્ષ)

(179) દેખીતા દિવાના, પણ શાણા એવા એક માણસની સાચી કહાની!

(184) બહલૂલ દાના, ચીંથરે વીંટેલું એક રત્ન

(188) Expositions of Chosen Poems – 2 (We Are Seven)

-Valibhai Musa 

 

 

 

Tags: , ,

(446) Best of 5 years ago this month Nov., 2009 (31)

Click on

Bahlool Dana, a Gem in Rags

A Dangerous Game – A Translation (ખતરનાક ખેલ)

ઘણા સમય પહેલાં ….

ફાનસવાળાં સન્નારી

આત્મહત્યા

ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા

-Valibhai Musa

 

 

Tags: , , ,

(૪૩૨) ‘પન્તી -ધ સ્લીપ ઑફ પૅન !’ (Reblogged)

સુજ્ઞ વાચકો,

‘અક્ષરનાદ’ના ધારક અને સંપાદક શ્રી જિજ્ઞેશભાઈ અધ્યારૂએ  ‘પન્તી -ધ સ્લીપ ઑફ પૅન !’ ના વિષયવસ્તુને વાર્તાલેખનની રૂઢિગત પદ્ધતિથી અલગ ગણાવીને મને પોરસ ચઢાવ્યો છે, જે મારા માટે ભવિષ્યે હજુપણ વાર્તાલેખનના નિતનવા આયામો સર કરવા માટે પ્રોત્સાહક અને દીવાદાંડીરૂપ બની રહેશે.

આ વાર્તા ‘અક્ષરનાદ’ ઉપર પ્રથમવાર જ તા. ૧૪ મે, ૨૦૧૪ના રોજ પ્રસિદ્ધ થઈ ચૂકી છે, જેને આપ નીચેના લિંકે વાંચી શકો છો. આ લિંકથી આપને વાર્તા વાંચવા તો મળશે જ, સાથેસાથે ગુજરાતી ભાષાનાં ગુણવત્તાયુક્ત લખાણોને પ્લેટફોર્મ પૂરું પાડે છે, તેવા બ્લૉગજગતમાં આગવું સ્થાન ધરાવતા ‘અક્ષરનાદ’ બ્લોગનો પણ આપને પરિચય થશે; જો કદાચ આપ એનાથી અજાણ હશો તો.

પન્તી -ધ સ્લીપ ઑફ પૅન ! 

કોઈને એમ થશે કે  ‘ભાઈ, તમારી જ વાર્તા બીજા ઘરે વાંચવા અમને કેમ મોકલો છો અને અહીં કેમ નહિ ?’, તો આનો જવાબ હું મિતભાષામાં એટલો જ આપીશ કે યજમાન બ્લોગર અને લેખક વચ્ચેની આચારસંહિતાના ભાગરૂપ આ વ્યવસ્થા છે.

આ વાર્તા મારા અન્ય બ્લોગ ‘વલદાનો વાર્તાવૈભવઉપર તા.૨૮-૦૫-‘૧૪થી સીધી વાંચી શકાશે.

ધન્યવાદ,

સસ્નેહ,

વલીભાઈ મુસા

 
1 Comment

Posted by on May 21, 2014 in નવલિકા

 

Tags: , , ,