RSS

Category Archives: રહસ્ય

(૫૧૧) ભેદભરમની ભીતરમાં  – પ્રકીર્ણ સત્ય ઘટનાઓ અને રહસ્યોદ્ઘાટન (૬)

મારી ‘ભેદભરમની ભીતરમાં’ એવી સળંગ કોઈ એક ઘટના કે પ્રસંગની શ્રેણીમાં છેલ્લે ડિસેમ્બર-૨૦૧૦માં ‘અનીતિના ધંધામાં પણ નીતિમત્તા!’ શીર્ષકે લેખ આપ્યા પછી પાંચેક વર્ષના વિરામ બાદ આજે આપ સૌ સમક્ષ ઉપસ્થિત થાઉં છું; કેટલીક પ્રકીર્ણ સત્ય ઘટનાઓ સાથે કે જે પહેલી નજરે ભેદભરમભરેલી લાગશે, પણ તેમનું રહસ્યોદ્ઘાટન થતાં તે સહજ લાગ્યા સિવાય રહેશે નહિ. સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ, ભૂતપ્રેતની માન્યતાઓ કે ટંટાફિસાદના મૂળમાં આવી ભેદભરમવાળી ઘટનાઓ હોય છે. આવી રહસ્યમય ઘટનાઓ જાતતપાસ કે ઊંડી તપાસ થયા વગર કંઠોપકંઠ આગળ ધપતી રહેતી હોય છે અને છેવટે લોકોના માનસમાં રૂઢ થતી જતી હોય છે. મારી આ વાતને સમજવા માટે નીચેનું એક પ્રચલિત ઉદાહરણ પ્રયાપ્ત બની રહેશે.

કોઈક ગ્રામ્યસમાજમાં એક રિવાજ રૂઢ થઈ ગયેલો હતો કે જ્ઞાતિભોજનની રાંધવાની કામગીરી શરૂ કરવા પહેલાં ગમે ત્યાંથી બિલાડી પકડી લાવીને ખીલે બાંધવામાં આવે. કેટલાંક વર્ષો બાદ જુવાનિયાઓએ વયોવૃદ્ધોને એનું કારણ પૂછતાં એ લોકોએ જવાબમાં એટલું જ કહ્યું કે ‘આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને આપણે તેને બંધ કરી શકીએ નહિ.’ જુવાનિયાઓએ બિલાડી બાંધવાની પ્રથા શરૂ થવા પાછળનો એક તર્ક રજૂ કર્યો. તેમણે કહ્યું કે વર્ષો પહેલાં કોઈ બિલાડીએ ઘી અજીઠું કર્યું હશે અને વારંવાર હેરાન કરતી હશે તો તેને બાંધી દેવામાં આવી હશે. લોકોએ આ તર્કને સ્વીકારી લીધો અને બિલાડી બાંધવાની પ્રથા બંધ થઈ.

આજના લેખમાં પહેલાં ‘ભેદભરમ’વાળી કેટલીક સત્ય અને કોઈ એકાદ વળી કપોલકલ્પિત એવી ઘટનાઓ અને ત્યારપછી તેમનાં રહસ્યોદ્ઘાટનો રજૂ કરવામાં આવશે.

ઘટનાઓ :

(૧) અમારા ગામમાં પંચાયત તરફથી પાણીપુરવઠાની વ્યવસ્થા નહોતી થઈ તે પહેલાં કેટલાક મહેલ્લ્લાઓએ આપસી સહકારથી નાનીમોટી ટાંકીઓ બનાવેલી. એક રાત્રે એક ટાંકીની ઈલેક્ટ્રીક મોટર બંધ હોવા છતાંય પાણી ઓવરફ્લો થતું હતું, જે બંધ થાય જ નહિ. જોતજોતામાં લોકો એકત્ર થઈ ગયા, કેમ કે કોઈક ચમત્કારની અફવા ગામમાં ફેલાઈ ગઈ હતી. એવામાં એ ટાંકીનો ઓપરેટર આવ્યો અને એણે જે ખુલાસો આપ્યો તે સાંભળીને બધા હસતાહસતા વિખરાઈ ગયા.

(૨) અમારા ગામથી દૂરના રેલવે સ્ટેશનેથી એક ભાઈ વહેલી સવારે ચાર-સાડાચાર વાગે ગામ તરફ આવી રહ્યા હતા. પોતે એકલા જ હતા અને પાસે નાણાંનું જોખમ પણ હતું. અર્ધા રસ્તે આવતાં તારલાઓના અજવાળામાં એમને લાગ્યું કે થોડેક દૂર રસ્તાની બાજુએ વયોવૃદ્ધ લાગતો કોઈ માણસ બેઠેલો છે અને નક્કી તે ચોર હોવો જોઈએ. એમણે તો ‘ગરીબ માણસ છું, બચરવાળ માણસ છું’ જેવી કાકલૂદીઓ અર્ધાએક કલાક સુધી દૂર ઊભાઊભા કર્યે જ રાખી. છેવટે ભળભાંખળું થતાં રહસ્ય છતું થયું અને ‘હત્તારીની!’ બોલીને તેમણે મલકતા મલકતા અને મનોમન શરમાતા આગળ ચાલવા માંડ્યું.

(૩) દયાળુ એક શિક્ષકદંપતીએ બહારગામના એક વિદ્યાર્થીને પોતાના ઘરે કુટુંબના સભ્યનો જ દરજ્જો આપીને રાખ્યો હતો. એક વાર એ દંપતીને બેત્રણ દિવસ માટે બહારગામ જવાનું થયું અને મોડી રાતની ટ્રેઈનમાં પાછા ફરીને ઘરનો દરવાજો ખટખટાવ્યો, પેલાના નામની મોટા અવાજે કેટકેટલીય બૂમો પાડી; પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. મહેલ્લાના માણસો જાગી ગયા. પેલો હંમેશાં મેડા ઉપર સૂતો હતો. દરવાજો ખુલ્લો હતો. લોકોએ ત્યાંથી અંદર ઢેખાળા નાખ્યા. બધાને વહેમ પડ્યો કે નક્કી એ હાર્ટએટેકથી મરી ગયો હશે. એક પાડોશી તેમના ઘરના મેડેથી ઊતરીને ત્યાં દાખલ થયા. પેલો ઓઢીને સૂતેલો હતો. તેની રજાઈ ઉપર ઢેખાળા પડેલા હતા. તેને હચમચાવીને બેઠો કરવામાં આવ્યો અને ઊંઘના ઘેરણમાં તેણે આપેલા ખુલાસાથી નીચે ઊભેલાઓને હૈયાધારણ આપવામાં આવી કે તે જીવિત જ છે.

(૪) બે સગા ખેડૂતભાઈઓ સહિયારી ખેતી કરતા હતા, રસોડાં અલગ હતાં. ખળામાં વજન કરીને સરખા ભાગે ઘઉંના ઢગલા કરવામાં આવ્યા. ટ્રેક્ટર ખોટવાતાં ઘઉં ઘરભેગા ન કરી શકાયા. બંનેને રાતવાસો રહેવું પડ્યું. બીજા દિવસે સવારે જોયું તો ઢગલા અસ્તવ્યસ્ત હતા. બે ઢગલા વચ્ચે દાણા વેરાયેલા હતા. વહેમ પડ્યો કે કાં તો કૂતરાંઓએ એમ કર્યું હશે, કે પછી કોઈ ચોરોએ હાથ અજમાવ્યો હશે. ફરી ઢગલા તોળવામાં આવ્યા. આગલા દિવસ જેટલું જ બંને ઢગલાઓનું સરખું વજન ઊતર્યું. મોટાભાઈએ કહ્યું કે, ‘હોય નહિ. આમ ન જ થવું જોઈએ!’ નાનાએ પણ કહ્યું, ‘હું પણ એ જ કહું છું કે તેમ ન જ થવું જોઈએ!’ બંને જણાએ સામસામા ખુલાસા કર્યા અને તેઓ એકબીજાને ભેટી પડીને હર્ષનાં આંસુઓએ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

(૫) ફર્સ્ટ ક્લાસ એ.સી. ટ્રેઈનમાં સફર કરતા એ મહાશયે આગળના સ્ટેશને ટોઈલેટની બારીના તુટેલા કાચ વચ્ચેથી પ્લેટફોર્મ ઉપર ઊભેલા સ્વીપર સાથે વાત કરતાં કહ્યું, ‘અરે ભાઈસાબ, અંદર આકે ઇસ ટોઈલેટકી છત પરસે મેરી ટટ્ટીકો સાફ કર દેના. મૈં આપકો પાંચ રુપયા દૂંગા.’ સ્વીપરે નિરીક્ષણ કરતાં કહ્યું, ‘આપને છીપકલીકી તરહ મગર ઊંધે ચિપકકે વહાં ટટ્ટી કૈસે કી, વહ અગર આપ મુઝે સમજાઓગે તો મૈં આપકો દસ રુપયા દૂંગા!’ (કપોલકલ્પિત)

(૬) પરીક્ષાના દિવસોમાં મોડી રાત સુધી વાંચન કરતા એ વિદ્યાર્થીએ જાતે ચા બનાવવા માંડ્યું. ઘણીવાર સુધી ઊકાળવા છતાં ચાએ રંગ ન પકડતાં એણે માની લીધું કે દુકાનદારે મમ્મીને બનાવટી ચા પધરાવી દીધી છે. તેણે સવારે મમ્મીને ફરિયાદ કરી. મમ્મીએ તેના ગાલે ચીમટી ભરીને ગાલ ઉપર હળવી થાપટ મારતાં ખડખડાટ હસી પડતાં રહસ્ય છતું કર્યું અને એ ભાઈ પણ પોતાની મૂર્ખાઈ ઉપર હસી પડ્યા.

(૭) ઈ.વી.એમ. પહેલાંની ક્રોસ માર્ક પદ્ધતિની મતદાન પ્રક્રિયાના સમયગાળામાં એક વૃદ્ધાએ મતદાન કુટિરમાંથી બહાર આવીને પોતાના પેટ ઉપરના સાડીના પાલવને ઊંચો કરીને તેણે પોતાના પેટ ઉપર કરેલા ક્રોસ માર્કને બતાવતાં પ્રિસાઇડીંગ ઓફિસરને પૂછ્યું, ‘શા’બ, બરાબર હે કે?’ ઉમેદવારના સ્થાનિક પોલીંગ એજન્ટે એક તર્ક રજૂ કરીને વૃદ્ધાની આ બાલિશ ચેષ્ટાને સમજાવી ત્યારે મતદાન મથકમાં હાજર સૌ કોઈ ખડખડાટ હસી પડ્યાં હતાં.

રહસ્યોદ્ઘાટનો :

(૧) વીજપુરવઠો ન હોવાની સ્થિતિમાં પરસ્પરના સહકારના હેતુએ પાસેપાસેની બંને ટાંકીઓની અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈનમાં વચ્ચે વાલ્વ મૂકી દેવામાં આવ્યો હતો, જે એ વખતે ખુલ્લો રહી જવા પામ્યો હતો.

(૨) એ આકડાનો છોડ હતો, જે એનાં સફેદ ફૂલોના કારણે અને હવાના ઝોકાથી હાલતો હોવાથી બેઠેલા વયોવૃદ્ધ માણસ જેવો લાગતો હતો.

(૩) પરીક્ષાની તૈયારી માટે રાત્રે જાગી શકાય તે કારણે તેણે જાગરણ માટેની ગોળીઓ લઈને સતત બેત્રણ દિવસ વાંચ્યા કર્યું હતું. છેવટે ઊંઘ ઘેરાઈ જતાં એ એવો ઊંઘી રહ્યો હતો કે તેને જગાડવા માટેના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.

(૪) મધ્યરાત્રિએ મોટાભાઈએ વિચાર્યું હતું કે ગમે તેમ તોયે એ મારો નાનો ભાઈ કહેવાય અને એના હિસ્સે મારે થોડું વધારે આપવું જોઈએ અને તેમણે પોતાના ઢગલામાંથી દસ સૂપડાં ઘઉં ભરીને નાનાભાઈના ઢગલામાં ભેળવી દીધા. તો વળી નાનાભાઈએ વિચાર્યું કે મોટાભાઈ બચરવાળ માણસ છે તો તેમના ઢગલામાં હું દસ સૂપડાં ઘઉં નાખી દઉં તો મને શો ફરક પડવાનો છે?

(૫) મહાશય ટોઈલેટમાં પાણી ન હોવાના કારણે તેમણે છાપાના કાગળમાં ટટ્ટી કરી લીધા પછી ચાલુ ટ્રેઈને તેને બારીમાંથી બહાર ફેંકવા ગયા તો પવનના કારણે છાપા સમેત ટોઈલેટની છત ઉપર એ વિષ્ટા ચોંટી ગઈ હતી.

(૬) ભાઈએ ચાની પત્તીના બદલામાં વાંદરા છાપ કાળો ટુથ પાવડર નાખી દીધો હતો.

(૭) એ વખતે કોંગ્રેસપક્ષનું ચૂંટણીચિહ્ન ગાય અને વાછરડું હતું. પક્ષના કાર્યકરોએ અભણ પ્રજાને સમજાય તે માટે ટૂંકમાં એમ કહ્યે રાખ્યું હતું કે ‘ગાયના પેટ માથે સિક્કો મારવો.’ આ વાત વૃદ્ધાના કાન સુધી આવતાં માત્ર ‘પેટ માથે સિક્કો મારવો’ એમ બદલાઈ ગઈ હતી.

સુજ્ઞ વાચકોને ભાવભીનું આમંત્રણ છે કે પોતપોતાના જાતઅનુભવામાં આવેલા આવા કિસ્સાઓને પ્રતિભાવોમાં અવશ્ય દર્શાવે.

-વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

(495) Best of 5 years ago this month Oct.’10 (42)

You may click on

(224) ૯ (નવ) વિષે અવનવું – હાદના દાયરેથી (૪)

(227) ભાવપ્રતિભાવ – ૫ (શ્રી હરનિશ જાની કૃત ‘પ્યાર-તકરાર’ એક લલિત નિબંધ)

(229) ભેદભરમની ભીતરમાં – એક અનોખો દુ:ખદ સ્વાનુભવ (૪)

-Valibhai Musa

 

Tags: ,

(478) Best of 5 years ago this month July, 2010 (39)

Click on

(204) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૧

(205) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા – ૨ (સંપૂર્ણ)

(207) “રૂદન” – માનવજીવનની લાગણીઓની એક અજોડ અભિવ્યક્તિ!

(210) ભેદભરમની ભીતરમાં – આસ્થા કે ઈમાન! (૨)

(214) અપમાનજનક દાંપત્ય સંબંધો કે ઘરેલુ હિંસા

(215) ભેદભરમની ભીતરમાં – ભૂતપ્રેત (3)

-વલીભાઈ મુસા

 

Tags: , , , , ,

(૪૬૯) “મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૫)

My wife knows this affair too

When the new month gives a thrust
she meets me on the first
hugs me with all her heart
with all her lust and feminine art.

My wife knows this affair too
that I love her and do her woo
she envies not sure our closeness
though she is far behind in race.

We do court at public places
never in a suite with closed sashes
she offers her wings for a long drive
on the sea-shore, at the archive.

Nothing misses her observant eyes
she compensates all my sighs
Oh ! Her departure brings tears to me
I stand dumb like a leafless tree.

She fuels my journey and dreams too
pours in some wine old from Timbactoo
her presence lingers in my reverie
mistake me not , it’s my salary…

* * *

– Mukesh Raval

(Pots of Urthona – A Collection of Poems)

# # # # #

મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !!! (ભાવાનુદિત કાવ્ય)

નવીન માહ આવી જ્યારે પુગતો,
પ્રથમ દિને જ એ અચૂક આવી મુજને મળતી
અને હૃદયોલ્લાસે આલિંગતી મુજને,
નિજ વિષયાક્ત સ્ત્રૈણ નજરે ને વળી નખરે !

મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું,
કે ન ચાહું માત્ર એને, પ્રણયઆરાધન પણ કરું !
ન તો અવ નૈકટ્યે કદીય ઈર્ષાગ્નિએ એ પ્રજળતી,
હતી દૂરસુદૂર તોયે નિજ શોક્યસંગે પ્રણયદોડ મહીં !

જાહેર સ્થળોએ બિન્દાસ્ત અમે એકમેકને મળતાં,
નહિ કે કો’ દબદબાપૂર્ણ ફરેડીબંધ કમરા મહીં જ !
વળી અર્પંતી તે કાર્યાલયે, ઊડવા કાજ નિજ પાંખો મુજને,
કાપવા કાજે દીર્ઘ મજલ સમદરતટ ઉપરે !

કશુંય ન ચુકાય એનાં સચેત લોચન થકી, અને
શમન કરી દેતી મુજ સકળ નિસાસા તણું ત્વરિત !
અરે, વસમું પ્રયાણ તેનું છલકાવે મુજ ચક્ષુ અશ્રુ થકી,
અને રહી જાઉં હું ઊભો, જ્યમ પર્ણવિહીન હોય કો’ તરુવર !

મુજ સફર અને સપનાંને સદા પૂરું પાડે ઈંધણ એ જ વળી તો,
કદીક દંદુડીય કરી જતી પુરાણી મદિરા તણી સુરાહી મહીંથી !
ઉપસ્થિતિ તદ તણી મુજ કલ્પનાતરંગોને વિલંબતી –
બાંધો ના કો’ ગેરસમજ મુજ વિષે, એ તો છે મારી માહવારી આમદની !!!

* * * * *

[Timbactoo (Non-dictionary word)ના બદલે અહીં ‘સુરાહી’ (મદિરાપાત્ર) શબ્દ પ્રયોજ્યો છે.]

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)
(પ્રૉફેસર મુકેશ રાવલના કાવ્યસંગ્રહ ‘Pots of Urthona’માંથી સાભાર)

રસદર્શન

સામાન્યપણે કાવ્યનું શીર્ષક કાવ્યના વિષયનો ઈશારો કરતું હોય છે અને તેથી ભાવકને તેના વિષેની થોડીક આગોતરી જાણ થઈ શકે. વળી આ શીર્ષકનું અન્ય પ્રયોજન એ પણ હોય છે કે જો તેને ‘જરા હટકે’ આપવામાં આવે તો ભાવકને તેનું પઠન કરવા માટે આકર્ષી શકાય. આમ કાવ્યનું શીર્ષક, એક રીતે જોવા જઈએ તો, મીઠાઈ ઉપરના વરખનું કાર્ય કરે છે. આપણા કવિએ પોતાના મૂળ કાવ્યમાં ‘Affair’ શબ્દ પ્રયોજ્યો છે, જેના માટે ભાવાનુવાદકે લોકઝીભે રમતા ‘લફરું’ શબ્દને પસંદગી આપીને વાચકની જિજ્ઞાસાવૃત્તિને સતેજ કરી છે. ‘મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !!!’ શીર્ષકમાં ભાર્યા કહેતાં પત્ની પણ કાવ્યનાયકના એ લગ્નેતર પ્રણય-લફરાને જાણે છે એવું દર્શાવી દઈને કવિએ વાચકને કાવ્ય વાંચવા માટે મજબૂર કરવાની બાબતમાં અર્ધું મેદાન તો સર કરી જ દીધું છે.

અહીં લખાઈ રહેલા રસદર્શન પૂર્વે વાચકોએ મૂળ કાવ્ય અને તેનો ભાવાનુવાદ વાંચી લીધેલાં હોઈ તેમને જાણ તો થઈ જ ગઈ છે કે કાવ્યનાયકનું એ લગ્નેતર લફરું બીજું કોઈ નહિ, પણ તેમની ‘માહવારી આમદની’ એટલે કે ‘Salary’ જ છે; એટલે તેની ગોપનીયતા જાળવવાનો મારા માટે કોઈ પ્રશ્ન રહેતો નથી. સાહિત્યમાં પ્રયોજાતા આવા લાક્ષણિક ઢબે પોતાના હેતુ પાર પાડવાના સર્જકના કૌશલ્યને ‘Anti Climax Technique’  અર્થાત્ ‘વિપરિત પરાકાષ્ઠાના કૌશલ્ય’ તરીકે ઓળખાવવામાં આવે છે. વિવિધ સાહિત્યપ્રકારો કે જે નવલકથાઓ, વાર્તાઓ, નાટકો, ચલચિત્રો કે કાવ્યો હોય; પણ તેમના અંત ભાવકની તરેહ તરેહની ધારણાઓથી સાવ અનોખી રીતે લાવવામાં આવતા હોય, ત્યારે આ કૌશલ્ય વર્તાય છે. અહીં ‘બીસ સાલ બાદ’ એવા એક જૂના રહસ્યપ્રધાન ચલચિત્રને યાદ કરીએ તો તેમાં પ્રેક્ષકોની કલ્પના બહારનો અંત આવે છે. હવે આ અંતની આગોતરી જાણ મેળવીને કોઈ પ્રેક્ષક એ ચલચિત્ર જોવા જાય તો તેના ખરા આનંદને માણી શકે નહિ. ઘણાં ચલચિત્રો શિષ્ટ (Classsic) હોય તો દૃશ્ય અને શ્રાવ્ય માધ્યમે એ બધાં  સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં આવી શકવા સમર્થ હોય છે અને તેથી જ અહીં એનું ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે.

કાવ્યારંભે કવિ શૃંગારરસને હળવી રીતે બહેલાવતાં લગ્નેતર લફરાવાળી એ માદક સ્ત્રીનું શબ્દચિત્ર વાચકની નજર સામે આબેહૂબ રીતે ખડું કરી દેતાં કહે છે, ‘અને હૃદયોલ્લાસે આલિંગતી મુજને, નિજ વિષયાક્ત સ્ત્રૈણ નજરે ને વળી નખરે !’ જો કે કવિ કાવ્યાન્તે થનારા રહસ્યોદ્ઘાટનનો સંકેત (Clue) તો એ રીતે આપી દે છે કે એ સ્ત્રી દરેક માસના પહેલા જ દિવસે અને તેમના કાર્યસ્થળે અભિસારિકાની જેમ અચૂક મળવા આવતી હોય છે. કવિની પરણેતરે તેમની લગ્નેતર પ્રિયતમા ‘વો’ સાથેના તેમના અવૈધ સંબંધોને મને કે કમને જાણે કે સ્વીકારી લીધા છે અને તેથી જ તો એ પોતાની કહેવાતી શૌક્યની ઈર્ષા કરતી નથી કે પતિને ખુશ કરવાની હોડ કે સ્પર્ધા પણ કરતી નથી.

આગળ જતાં કવિ આ લફરાને પોતાનું પરાક્ર્મ ગણાવતા હોય એવી રીતે સાવ ખુલંખુલા જાહેર કરે છે કે તેઓ લોકલાજની પરવા કર્યા વગર, માત્ર ચોરીછૂપીથી જ નહિ, પણ ખુલ્લેઆમ એકબીજાંને મળે છે. કવિને તેમના કાર્યસ્થળે એ માશૂકા પોતાની પાંખો આપીને એવું જોમ પૂરું પાડતી હોય છે કે કવિ સમદરતટ ઉપર એક મોટી દોટ લગાવી શકે. વળી એ જ માશૂકાનું એક વિશેષ ગુણાવલોકન કરાવતાં કવિ કહે છે કે તેની આંખોથી તેમની કોઈ વ્યથાઓ છૂપી નથી હોતી અને તેથી જ તો તે કવિની ગમગીનીઓને ત્વરિત દૂર કરી દેતી હોય છે.

આ માશૂકા પરત્વેની કવિની આંધળી આસક્તિ તો જુઓ કે એ જ્યારે કેટલાક સમય સુધીનું સાન્નિધ્ય પૂરું પાડ્યા પછી વિદાય લેતી હોય છે, ત્યારે તેમની આંખો અશ્રુથી છલકાઈ જતી હોય છે અને પાનખર ઋતુના વૃક્ષની જેમ તેઓ સાવ ઉદાસ ઊભા રહી જતા હોય છે. આમ કવિના જીવનની સફર અને તેમનાં સ્વપ્નોને સાકાર કરવા માટે બધી રીતે સહાયરૂપ થતી એ માશૂકાના ચરિત્રચિત્રણને રસાળ શૈલીએ વાચક આગળ મૂકતા જતાં અચાનક તેમની સઘળી વાતને ફેરવી તોળીને એ સહજ રીતે એ વાત સરકાવી દે છે કે વાચકોએ પોતાની એ માશૂકા વિષે કોઈ ગેરસમજ બાંધવાની જરૂર નથી; એ માશૂકા તો અન્ય કોઈ નહિ, પણ પોતાની દર મહિનાની પહેલી તારીખે મળતી પોતાની માહવારી આમદની (Salary) જ છે ! કાવ્યની આ આખરી પંક્તિ વાચકમુખે ‘આફરિન, આફરિન’ બોલાવવા સમર્થ પુરવાર થાય છે.

કુશળ સાહિત્યકાર કે વક્તા આવી ‘વિપરિત પરાકાષ્ઠા’ને બોલચાલનાં વાક્યો કે એવાં કથનોમાં પણ લાવી શકે છે. આવાં બોલાતાં વાક્યોનો પૂર્વાર્ધ શ્રોતાને કોઈ એક દિશા તરફ લઈ જતો હોય અને એ વાક્ય પૂરું થવા પહેલાં ધારણા બહારનું કંઈક નવું જ આવી જાય. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારના હાસ્યલેખકોનાં ઘણાં અવતરણો એકત્ર કરી શકાય, કેમ કે આપણું ગુજરાતી હાસ્યસાહિત્ય કંઈ ઓછું સમૃદ્ધ તો નથી જ. પરંતુ અહીં વૈવિધ્યને ખાતર  અંગ્રેજી સાહિત્યનાં થોડાંક અવતરણો આપવાના મારા થનગનાટને હું નિયંત્રિત નહિ કરું.

લ્યો ત્યારે માણી લો, એવાં થોડાંક ઉદાહરણો; (૧) દોસ્તી એક એવો પવિત્ર અને લાગણીસભર સંબંધ છે કે જેમાં માધુર્ય, સાતત્ય, સ્થિરતા, વફાદારી અને સહિષ્ણુતા ભારોભાર હોય છે; જે એ સંબંધને જીવનભર ટકાવી રાખે છે, સિવાય કે કોઈ એક અન્યની પાસે ઊછીનાં નાણાંની માગણી કરે ! (માર્ક ટ્વેઈન) (૨) માત્ર ‘ઈશ્વર જ ક્યાંય જોવા નથી મળતો’ એટલું જ નથી, કોઈ અઠવાડિક રજાના દિવસો (Weekends) એ પ્લમ્બરને મેળવવાનો પણ પ્રયત્ન કરી જોજો. (વૂડી એલન) (૩) ‘ઓહ, બિચારા મિ. જોન્સ !’ મિસિસ સ્મિથે અફસોસ વ્યક્ત કરતાં વળી આગળ કહ્યું, ‘તમને ખબર છે, એમને શું થયું હતું ? એ બિચારા નિસરણીના ઉપરના પગથિયેથી લપસ્યા અને સીધા જ ભોંયતળિયે પટકાયા, એમનું માથું ફૂટ્યું અને સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા !’ મિસિસ રોબિન્સનને આ સાંભળીને આઘાત લાગ્યો અને તે પૂછી બેઠાં, ‘મરી ગયા ?’ મિસિસ સ્મિથે ભારપૂર્વક જણાવતાં કહ્યું, ‘હા, હા, મરી ગયા ! અને એમનાં ચશ્માં પણ ફૂટી ગયાં !’

સુજ્ઞ વાચકોએ પ્રોફેસરશ્રીનાં કાવ્યોનાં અત્યાર સુધીનાં મારાં રસદર્શનોમાં એક વાત નોંધી હશે કે હું મારા લખાણમાં વિષયને સંલગ્ન કોઈ વિશેષ બાબતો લખતો હોઉં છું. એમ કરવા પાછળનું મારું તાત્પર્ય એ હોય છે કે રસદર્શનની સાથેસાથે વાચકોને કંઈક વિશેષ જાણવા મળી રહે અને તેમાંની વિષયને અનુરૂપ  માહિતીથી મૂળભૂત કથનને  સમર્થન પણ મળી રહે.

સમાપને એટલું જ કહેવું મુનાસિબ ગણીશ કે ઉપરોક્ત કાવ્ય મુકેશભાઈના Pots of Urthona કાવ્યસંગ્રહમાંનું આખરી કાવ્ય છે. આપણે માની જ લઈએ કે તેમનું સર્જનકાર્ય ચાલુ જ હશે અને નવીન કાવ્યસંગ્રહ માટે તેમની પાસે પૂરતી સામગ્રી હાથવગી હશે જ. આપણે જરૂર ઇચ્છીએ કે તેઓશ્રી પોતાનો નવીન કાવ્યસંગ્રહ શીઘ્રતમ બહાર પાડીને પોતાની યશપાઘડીમાં એક વધુ પીછાનો ઉમેરો કરે.

રહસ્યમય અને હળવા હાસ્યે વિરમતા સુંદર કાવ્ય બદલ શ્રી મુકેશભાઈને ધન્યવાદ.

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક અને રસદર્શનકાર)

# # # # #

પ્રોફેસર મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” –  ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

આ લેખના લેખક શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com  મોબાઈલ – ++ 91-93279 55577

નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી)
• વલદાનો વાર્તાવૈભવ

 

Tags: , , , , , ,

(૪૪૦) “લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!”

[ડિસ્ક્લેમર – આ લેખ સંપૂર્ણતયા એક ‘નિકમ્મા’ માણસનો આત્મલક્ષી (જાત અંગેનો) વાહિયાત લેખ છે. બ્લૉગવાચકના વાંચનની હરેક પળ કિંમતી હોય છે, તે એની જાણ બહાર ન હોવા છતાં; એ આ ધૃષ્ટતાપૂર્ણ હરકત કરવા કૃતનિશ્ચયી છે ! તો વાચકમિત્રો એને બકવા દો ! (‘વલદા’ ઊર્ફે ‘વિલિયમ’ના આત્માનો અવાજ!]

*   *   *   *   *   *

સર્વ પ્રથમ તો હું આપ સૌ વાચકોને માત્ર ભલામણ જ કરું છું (કોઈ આગ્રહ નથી, હોં !) કે આ ‘નિકમ્મા’ માણસનો ‘નિકમ્મો’ લેખ વાંચવા પહેલાં કે પછી પણ અનુકૂળતાએ તેનો એક લેખ મારો જન્મદિવસ –નવી નજરેને નજરતળે કાઢી લેશો. આમ કરવાથી મિરઝા ગાલિબના આ મતલબના એક શેર “મસ્જિદમાં ગુમાવેલા સમયનું સાટું પીઠામાં જઈને વાળો !” – (વાચ્યાર્થ ન લેતાં એના ગૂઢાર્થને પામવા જેવો છે !) પ્રમાણે તમે કંઈક ફાયદામાં રહેશો !

હવે મારા બકવાસને શરૂ કરવા પહેલાં પોતાના ચિંતનપ્રધાન લેખોથી વાચકોના ચારિત્ર્યઘડતર માટે અખબારોમાં મુલ્યવાન વાંચનસામગ્રી પીરસતા વિખ્યાત સાહિત્યકાર શ્રી કૃષ્ણકાન્ત ઉડનકટના (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 10 ઓગસ્ટ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ) લેખના એક ઉમદા અંશને તેમની સંમતિની અપેક્ષાએ નીચે આપી રહ્યો છું, જે મારા આગળ આવનારા લખાણને સહ્ય બનાવવા માટે અગાઉથી બેલીરૂપ બની રહેશે !

“રાહ ન જુઓ. રાહ જોવામાં ઘણી વખત બહુ મોડું થઈ જતું હોય છે. જિંદગીની દરેક ક્ષણ એક સરપ્રાઇઝ છે અને દરેક સરપ્રાઇઝ પ્લેઝન્ટ નથી હોતી. સારું સરપ્રાઇઝ હોય એને આપણે ‘વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ’ કહીએ છીએ, સારું ન હોય એ સરપ્રાઇઝ આઘાત બની જતી હોય છે. જિંદગી જીવવી છે ? તો જિંદગી ઉપર ભરોસો ન કરો. જિંદગી જીવી લો. અત્યારે અને આ ક્ષણે જ. જિંદગી તમને છેતરે એ પહેલાં તમે એને છેતરતા રહો. ઘણા લોકો પાસે બધું જ હોય છે, બસ જિંદગી નથી હોતી. ઘરે જવાની ઉતાવળ ન હોય એવા માણસની વેદના ચીસો પાડતી હોય છે પણ કોઈ એ ચીસો સાંભળતું નથી. તમને રોજ ઘરે જવાની ઉતાવળ હોય છે ? જો આવું થતું હોય તો તમે નસીબદાર છો. કોઈ પ્રોમિસને પેન્ડિંગ ન રાખો, કોઈ વાયદાને અધૂરો ન છોડો, કોઈ ઇચ્છાને દબાવી ન રાખો. સમય દગાખોર છે, એનો જરાયે ભરોસો ન કરો. એ ક્યારેય જરાયે ધીમો કે આપણે કહીએ એમ ચાલવાનો નથી. એ તો એની રફતારથી જ ક્યારેક સીધી તો ક્યારેક આડી-ટેડી ચાલ ચાલતો રહેવાનો છે. સમયને પડકારીને કહો કે તારે જે રીતે ચાલવું હોય એ રીતે ચાલ, મને ફર્ક પડતો નથી, કારણ કે મારે જે કરવાનું છે એ હું ક્યારેય મુલતવી રાખતો નથી !”

સર્વપ્રથમ તો મારા ઉપરોક્ત લેખને ન વાંચનારાઓની જાણ માટે કહી દઉં કે મારી જન્મતારીખ ૭મી જુલાઈ છે અને વર્ષ છે, ૧૯૪૧. ચાલુ વર્ષના જ ગત જુલાઈની ૭મી તારીખે હું મારા જીવનનાં ૭૩ વર્ષ પૂરાં કરીને ૭૪મા વર્ષમાં પ્રવેશ્યો હતો. આમ તો હું મારાં સદગત ત્રણેય માવીતરને હરપળે મારા સાન્નિધ્યમાં જીવંત જ અનુભવતો હોઉં છું, પરંતુ એ દિવસે મારાં શ્રીકૃષ્ણનાં દેવકીમા સમાં મારાં નૂરીમા (My biological mother)ની વિશેષ યાદ આવી ગઈ. (અમારાં ‘જશોદામા’ અર્થાત ‘મલુકમા’ વિષેનો એક લેખ જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય !’ શીર્ષકે મારા બ્લોગ ઉપર વિદ્યમાન છે જ.). નૂરીમાની યાદ આવવાનું કારણ એ હતું કે તેમનું અવસાન ૧૯૭૩ની સાલમાં થયું હતું. જો કે એમની મૃત્યુ તારીખ તો ૦૪-૦૧-૧૯૭૩ જ હતી અને ‘૭૩’ના આંકડા સિવાય અહીં અન્ય કોઈ સામ્ય ન હતું. પરંતુ આંકડાશાસ્ત્રમાં રસ ધરાવતા એવો હું એ તારીખને મારી આદત મુજબ ૭૩-૦૧-૦૪ ગોઠવી બેઠો અને મારા મનમાં એક વિચાર ઝબક્યો કે ‘વલદા, આ તો ૭૩ વર્ષ ૧ માસ અને ૪ દિવસ જેવું થયું ન ગણાય !’ ! પછી તો તરત જ મેં મારી જન્મતારીખમાં ૧ માસ અને ૪ દિવસ ઉમેરી દીધા અને જુલાઈ માસના ૩૧ દિવસને ધ્યાનમાં રાખીને નવીન તા.૧૧-૦૮-૧૪ને તારવી કાઢી. હવે આ તારીખને મારે શું સમજવું, એમ વિચાર કરતાંકરતાં મને લાગ્યું કે આને હું મારી નવીન જન્મતારીખ તો ન જ બનાવી શકું; કેમ કે કોઈ પણ વ્યક્તિની જન્મતારીખ તો નિશ્ચિત હોય છે, અફર હોય છે. મારો વિચાર આગળ ધપ્યો અને હું મનોમન તા.૧૧-૦૮-૧૪ને મારી મૃત્યુ તારીખ ધારી બેઠો.

આજે મારા મૃત્યુ માટેની ધારેલી તા.૧૧-૦૮-૧૪ છે અને આજે આ જ તારીખે આ લેખ લખી રહ્યો છું. હું લખતાંલખતાં આટલા સુધી આવ્યો છું અને કોમ્પ્યુટરના ઘડિયાળમાં જોઉં છું, તો ભારતીય સાંજના ૫:૪૦ નો સમય બતાવે છે. હજુ તો મધ્ય રાત્રિના બાર વાગે તારીખ બદલાશે. જો હું અવસાન પામ્યો તો આજની તા.૧૧-૦૮-૧૪ એ મારી મૃત્યુતારીખ બની રહેશે, જેની સાથે મારા મૃત્યુ પછી મારે તો કોઈ મતલબ રહેશે નહિ; કેમ કે હું તો અનંતની યાત્રાએ પહોંચી ગયો હોઈશ ! વળી હું જીવતો રહ્યો, તો પણ આ તારીખ મારા માટે કોઈ ખપની રહેશે નહિ; સિવાય કે એક હાસ્યાસ્પદ તુક્કા તરીકેની મારા માટેની એક તારીખ ! પણ હા, તા.૧૨-૦૮-૧૪નું મારા માટે એક મહત્ત્વ રહેશે ખરું; કેમ કે મારા અંગત મતે જીવતદાન પામ્યા પછીની ફક્ત મારા માટેની જ એ મારી નવીન જન્મતારીખ તો જરૂર હશે !

આમ આજની મધ્યરાત્રિએ હું કુટુંબીજનો આગળ શાબ્દિક રીતે નહિ, પણ સ્વગત આ શબ્દો તો મારા મનમાં લાવીશ જ કે ‘લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!’

-વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , ,