RSS

Category Archives: Report

(૩૭૨) એપ્રિલ ફૂલ !

(૩૭૨) એપ્રિલ ફૂલ !

આજે ૧લી એપ્રિલ છતાં આ નોંધ મારા સુજ્ઞ વાચકો સમક્ષ મૂકવાનું સાહસ એટલા માટે ખેડી રહ્યો છું કે મારા વાચકો પૈકીના બેપાંચ જણ પણ મૂર્ખ બનવાના ભયને કોરાણે મૂકીને તેને વાંચશે જ. હવે મારી નોંધ લખવા પહેલાં થોડી પૂર્વભૂમિકા આપી દઉં તો હાલમાં ‘સરસ્વતીચંદ્ર’ સિરિયલ ચાલી રહી છે. મારા એમ.એ.ના અભ્યાસકાળ દરમિયાન મુખ્ય ગુજરાતી વિષયમાં આ નવલકથા ભણવામાં આવતી હતી. મારા પૂરક વાંચન તરીકે ‘ગોવર્ધનરામ – એક અધ્યયન’નો તલસ્પર્શી અભ્યાસ કરવાનું બન્યું હતું, જેમાં લેખકે કયા પાત્રને ક્યાંથી લીધું હતું તેના સંશોધનની રસપ્રદ વાતો તેમાં વાંચવા મળી હતી.

હવે મુખ્ય વાતે આવું તો ૬ઠ્ઠી માર્ચથી શરૂ થએલા મારા બ્લોગ ‘વલદાનો વાર્તાવૈભવ’ માં નવીન જે વાર્તાઓ આપી રહ્યો છું, તેમાંની મોટા ભાગની વાર્તાઓ ઓછા કે વધતા અંશે સત્ય ઘટના ઉપર આધારિત  છે. ભવિષ્યે કોઈ આપત્તિનો ભોગ ન બનવું પડે તે માટે મેં  પાત્રોનાં નામ, સ્થળ અને ઘટનાકાળને બદલ્યાં હતાં. આમ છતાંય મને લાગ્યું કે જે તે પાત્રો જો હયાત હોય તો તેઓનો અથવા જે તે પાત્રો હયાત ન હોય તો તેમનાં સગાંસંબંધીઓનો મારે સંપર્ક સાધવો જોઈએ અને જો તેઓ સંમતિ આપે તો મારા સુજ્ઞ વાચકોને તેમના ફોટોગ્રાફ બતાવવા જોઈએ. હવે ખુશીની એ વાત જાહેર કરું છું મને મારી નીચેની વાર્તાઓ માટેના જે તે પાત્રોના ફોટોગ્રાફ મળી ગયા છે અને લગતા વળગતા જે તે ઈસમોએ મારા બ્લોગ ઉપર તેમને પ્રદર્શિત કરવાની મને સંમતિ પણ આપી દીધી છે. ફોટાઓની વિગત નીચે મુજબ છે : –

(૧) ‘આ તો સુલેમાન ચાચાની ઘોડાગાડી છે !’ માંની ઘોડાગાડીને તેમના વારસદારો વડે સંભારણા તરીકે પોતાના વતનમાં જ સાચવી રાખવામાં આવેલી એ જ ઘોડાગાડીનો ફોટોગ્રાફ.

(૨) ‘ભ્રમ ખોટો પડ્યો !’ માંના મિ. શૈલેષનો હાલનો તેમની આધેડ વયનો ફોટોગ્રાફ કે જેમાં તેમના માથાના અડધા જેટલા વાળ સફેદ થઈ ગએલા જોઈ શકાશે.

(૩)‘જોગાનુજોગ’ માંના ભાઈશ્રી લક્ષ્મણ, તેમનાં પત્ની ઊર્મિલા, તેમની પિત્રાઈ બહેન ગીતા, પુત્રી તન્વી અને પુત્ર ઉમંગ એમ એ બધાંયનો એ વખતનો જૂનો સંયુક્ત (Group) ફોટો;  આ બધાં નામો બદલી નાખવામાં આવ્યાં હતાં પણ તેમણે પોતાનાં મૂળ નામો જાહેર કરવાની સંમતિ આપી દીધી હોઈ અત્રે જણાવી દઉં તો તેમનાં ખરેખરાં મૂળ નામો અનુક્રમે રણછોડભાઈ, રમિલાબેન, શ્વેતા, મયુરી અને જિગર છે.

(૪) મારી  બે ભાગમાં વાર્તા  ‘પીરા યારા’ માંની હોટલ – ‘Hotel Royal Masindi’ નો ફોટોગ્રાફ તથા એ વાર્તાના નાયક ‘પીરા યારા’નો ફોટોગ્રાફ.

આશા રાખું કે આ બધા ફોટોગ્રાફ જોઈને તમારાં કલ્પનાચક્ષુઓ સમક્ષ જે તે પાત્રો કે પદાર્થોએ જે કોઈ આકાર લીધો હશે તેની આ ફોટાઓ સાથેની સરખામણી કરવાનો આનંદ તમે લૂંટી શકશો.

-વલીભાઈ મુસા

નોંધ :- ઉપરોક્ત ફોટાઓ Hard Copy માં હોઈ તેમનું Scanning કરવામાં કંઈક ટેકનિકલ ખામી સર્જાતાં આશા છે કે મોડામાં મોડા રાત્રિના બાર વાગ્યા સુધીમાં આ ફોટાઓ મુકાઈ જશે. જો આમાં નિષ્ફળતા મળે તો કદાચ આપને આગામી વર્ષના આ જ દિવસ સુધી પ્રતીક્ષા કરવી પણ પડે !!!

 
 

(૩૫૯) કોચરબ આશ્રમના સુંદર વાતાવરણ વચ્ચે બ્લૉગરમિત્રો !!

(૩૫૯) કોચરબ આશ્રમના સુંદર વાતાવરણ વચ્ચે બ્લૉગરમિત્રો !!

સુજ્ઞ વાચકો,

કુશળ હશો.

શ્રી જુગલકિશોરભાઈ વ્યાસના બ્લોગ Net – ગુર્જરી ઉપર મૂકવામાં આવેલો

દ્વિતીય ગુજરાતી બ્લોગરસભાનો અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

સ્નેહાધીન,

વલીભાઈ મુસા

 
Leave a comment

Posted by on December 28, 2012 in લેખ, Report

 

(૩૫૩) ‘કલાવિમર્શ’ વિષે સ્વયંસ્ફુરિત સહર્ષ નિવેદન

(૩૫૩) ‘કલાવિમર્શ’ વિષે સ્વયંસ્ફુરિત સહર્ષ નિવેદન
વ્હાલાં બ્લોગર-નેટર ભાઈબહેનો,
આપ સૌ વિવિધ કલાપિપાસુઓને એક જ જ્ઞાનપરબે પરિતૃપ્ત કરવા ‘અસાઈત સાહિત્યસભા, મહેસાણા’ દ્વારા મુદ્રિત/પ્રકાશિત ‘કલાવિમર્શ’  (ત્રૈમાસિક)ના બે અંક બહાર પડીચૂક્યા છે.
આ સામયિકના અધ્યક્ષ – ચિનુ મોદી, તંત્રી – વિનાયક રાવલ, સંપાદક – મનીષા દવે અને પરામર્શકો – ઉપેન્દ્ર ત્રિવેદી, સતીશ વ્યાસ, હસુ યાજ્ઞિક, નયનેશ જાની અને ભરત બારીયા છે. નૃત્ય, નાટક, સંગીત, સાહિત્ય, ચિત્ર, શિલ્પ-સ્થાપત્ય, લોકકલા-લોકવિદ્યા અને ફિલ્મ આસ્વાદ એમ સઘળી કલાઓને આવરી લેતા તેના વિવિધ વિભાગો છે. શરૂઆતના જ બંને અંકો થકી સામયિકની ગુણવત્તા વિષે ગર્વભેર એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય સામયિકોની હરોળમાં માનભેર ઊભું રહી શકે તેવું સક્ષમ આ  સામયિક  છે.
હું બિઝનેસમેન હોઈ સમજી શકું છું કે આ સામયિકના પ્રાયોજકોએ નાણાકીય રીતે જોખમી એવું સાહસિક કાર્ય હાથમાં લીધું છે, જે માત્ર એક જ શ્રદ્ધાના બળે કે દેશવિદેશસ્થિત લલિતકલાપ્રેમી ગુજરાતીઓ તેને પુરસ્કૃત કરશે જ. આ સામયિકના વાર્ષિક સહયોગ માટે માત્ર રૂ|. ૫૦૦/- નું મુલ્ય રાખવામાં આવ્યું છે અને રૂ|. ૧,૦૦૦/- કે તેથી વધારે રકમ થકી ફોટોગ્રાફ/મિતાક્ષરી કે બૃહદ  પરિચયલેખ સાથે શુભેચ્છક સહયોગી બની શકાશે.
સહયોગી મૂલ્ય ‘અસાઈત સાહિત્યસભા’ના નામે ચેક-ડ્રાફ્ટ/મ.ઓ.થી તેના કાર્યાલયના આ સરનામે “બી/3, મહાવેર એપાર્ટમેન્ટ, ટી. બી. રોડ, મહેસાણા – ૩૮૪ ૦૦૨” મોકલી શકાશે. અન્ય એક સરળ સુવિધા મુજબ “સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીઆ (મહેસાણા હાઈવે બ્રાન્ચ)ના IFS Code – SBI N0005150 અને SBI A/C No. : 30099016025 “ના ખાતામાં વિશ્વભરની SBI ની કોઈપણ શાખામાં ભરી શકાશ. આ સુવિધાનો લાભ લેનાર ઈસમે અસાઈત સાહિત્યસભાને ઉપરોક્ત પોસ્ટલ સરનામે અથવા ભાઈશ્રી વિનાયક રાવલને તેમના ઈ-મેઈલ Id – vinayak.raval@rediffmail.com ઉપર મેઈલ દ્વારા ભરણાની જાણ કરવાની રહેશે.
જો જૂના બંને અંકો પ્રાપ્ય હોય તો શરૂઆતથી જ સહયોગી તરીકે જોડાવાની ભલામણ કરવામાં આવે છે કે જેથી કલાપ્રેમીઓ લલિતકલાઓના એક માત્ર એવા આ ‘કલાવિમર્શ’  ગુજરાતી સામયિકને ફાઈલ રૂપે સંગ્રહી શકે.
આશા રાખું છું કે આપ સૌ મારા આ નિવેદનને કોપી-પેસ્ટ કરીને પોતાના બ્લોગ ઉપર કે પોતાના ઈ-મેઈલ સંપર્કવર્તુળને જણાવીને બહોળો પ્રચાર કરશો કે જેથી આ સામયિક પાંગરે, ફૂલે, ફળે અને વિસ્તાર પામે તથા આપ સૌ તેના સહબાગબાન તરીકેના યશભાગી બનવા પામો.   ધન્યવાદ.
સ્નેહાધીન,
વલીભાઈ મુસા
 
3 Comments

Posted by on November 10, 2012 in લેખ, gujarati, Report

 

(૩૪૧) એ ‘સભા’ કરતાંય ઘણું વિશેષ બની રહી …

(૩૪૧) એ ‘સભા’ કરતાંય ઘણું વિશેષ બની રહી …

સુજ્ઞ વાચકો,

જુગલકિશોરભાઈના બ્લોગ NET – ગુર્જરી ઉપર તેમની કલમે લખાએલો  અમદાવાદ બ્લોગરસભાનો અહેવાલ વાંચવા માટે અહીં CLICK  કરો. 

-વલીભાઈ મુસા

 
2 Comments

Posted by on August 6, 2012 in Article, લેખ, Report

 

Dr. Musa, Physician will be missed

Click here to read in Gujarati 

While playing tennis on Thursday evening on 7th July, 1994; Dr. Musa was stricken and on the spot, he breathed his last. It was the shocking news to all his own and numerous own like. His passing away was like the Sunset at Noon as he was to complete his 41 years on 25th Instant.anmusa.jpg

The Times News of July 11, 1994 offered tributes to the Late Dr. Musa with coverage of the above titled Report as follows:

“The news of the death of Dr. Alimohmad Musa, a staff physician of Palmerton Hospital, spread rapidly through the area on Friday. Dr. Musa, only 41, died from a heart attack while playing tennis on Thursday.

To many people, Dr. Musa was more than merely a physician. Patients attest that when they went to see him, he treated them special. No matter how busy he got, he never rushed patients out of his office. He answered questions in simple language that his patients understood, he explained all procedures, and he was always sympathetic to the patients’ fears and concerns. When a patient died, Dr. Musa was one of the first people to personally phone and offer sympathy to the family. He displayed characteristics we so often associate with the old-time doctors; good traits which appear to be rapidly disappearing.

He joined the staff of Palmerton Hospital in 1985. Peter Kern, hospital administrator, stated Dr. Musa will be mourned by fellow doctors, hospital staff, and friends. Kern added, “The loss will be felt most by many patients who have come to know him as a kind, caring, and compassionate physician.”

Dr. Musa’s practice wasn’t confined to Palmerton Hospital. He had his own office along Delaware Avenue in Palmerton. He regularly visited the Mahoning Valley Nursing and Convalescent Center and cared for patients there. His mild-mannered disposition as well as his ability to show compassion and understanding to his patients was one of his most glaring mannerisms. In a society where people are always in rush, this wasn’t so with Dr. Musa. He was a family man. He loved his family and never hesitated to talk about his wife and children when patients asked about them.

Not only did Dr. Musa take good care of his patients, he took good care of himself. He was tall, slim, and seemingly the picture of health. But tragedy did strike. While Dr. Musa was engaging in physical activity, a heart attack stole his life and robbed his family and his patients of one of the most decent, caring individuals you would ever want to meet. It will be hard for Dr. Musa’s shoes to be filled.

The patients who were treated by Dr. Musa are fortunate that they at least got to know him for a while; that they were able to enjoy the positive qualities he always emitted. Indeed, Dr. Musa was a very special person; one who will be remembered for the kindness and care he showed to his patients, his friends, his family, and his co-workers.

He will be missed. “

Edward J. Miller, M.D., President of Palmerton Hospital, expressed his feelings towards the Late’s family in these words:

“While vacationing in Virginia on Thursday, July 7, as my family and I were drifting near sleep at 11:00, the phone in our hotel room rang and as I got up to answer the phone I knew that something was wrong and that no one would have called us if there hadn’t been a problem. The last thing I was expected to hear was the tragic news about our colleague, Dr. Musa. After, Joy and I shed many tears in disbelief, a sleepless night followed. For the eight years that I had known Dr. Musa I did respect him as a colleague and most certainly remember him as gentle giant.

Gentle in the sense that he was truly a gentleman and giant in that he embodied and encompassed an intelligent, caring, and giving physician. I reflected that night of the many long hours on call, the endless nights in the hospital with little thanks, thanks only known to that of a physician. Ali had the presence of mind in the time of crisis and compassion in the time of defeat. Tragically, when he was enjoying his new home, and when he talked constantly of his children; a strange and cruel fate, death came to him.”

Further, by quoting a verse, he added, “However, we must remember that our lives were touched by a sensitive man who by his memories leaves us with a bit of light of help lift the darkness that we all feel. Here among us he had flourished and among us as a beautiful, strong young man died. If in the comfort of years to go by we look back and remember the tragic death of a young physician we knew then we will diminish Dr. Musa’s brief existence to just that. Rather, we must keep Ali alive in our memories in the things that we do and remember his laughter, his smile, his favorite things, and who he was and by doing so Ali will stay young and alive for many years to come.”

Afterwards, on behalf of the Medical staff, Dr. Miller announced to raise Dr. Ali Musa Memorial Fund at the Hospital and to place a plaque (tablet of metal) in an appropriate location in his memories.

Lastly, with a heavy heart, I shall quote few words of the Late’s patients – Richard Seidof and Bob (his wife) – “I thought some day, he would be by my bed; but, unexpectantly, he had gone first. Taking my aspirin a day, it reminds me of Dr. Musa – a fine and wonderful gentleman that came from India to be a doctor, and that he was in his prime; but suddenly was taken from his beloved family, friends and patients.”

Summing up, Sympathy is greater than gold. Gold comes from the earth, but sympathy comes from heaven. Heaven is above the earth and that is why sympathy is greater than gold. ( From an English Poem).

Here, I put an end of the story of the Late Dr. Alimohmad Musa spread over three continuous blogs, with assurance of many more William’s Tales to share with in future on various subjects.

Valibhai Musa
Dtd. 23rd May, 2007

 
7 Comments

Posted by on May 27, 2007 in લેખ, FB, Humanity, Life, MB, Report

 

Tags: , , , , ,