RSS

Tag Archives: અલ્લા

(550) ગોરી રાધે (ગ઼ઝલ) – ૧૧

(ગાગાગાગા ગાગાગાગા)

ગોરી રાધે, ભેદ જ શાને?
કાળા કાને, ભેદ જ શાને?

રાધે કાનો, ઊલટ વાને
વાન વચાળે, ભેદ જ શાને?

દૈવી વાણી, સઘળા ધર્મે
ધર્મો મધ્યે, ભેદ જ શાને?

ડાબેજમણે, લિપિકા હોયે
ભાષા માંહે, ભેદ જ શાને?

લોહી રાતું, સૌનું તોયે
જાતો અંગે, ભેદ જ શાને?

નરનારીની કાયા સરખી
લૈંગિક સબબે, ભેદ જ શાને?

જીવવું મરવું, સરખેસરખું
જીવન અર્થે, ભેદ જ શાને?

ઈશ્વર અલ્લા સરખા તોયે
ભજવા આડે, ભેદ જ શાને?

આમ ‘વલી’ સમજે, સમરસ સહુ
પાછા એને, ભેદ જ શાને?

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૨૨૧૧૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.  તા.૨૪૧૧૧૭)

 

 

 

 

 

 

 

 

 

 

 
8 Comments

Posted by on December 5, 2017 in ગ઼ઝલ

 

Tags: , , ,