RSS

Tag Archives: ઈંધણ

(૪૬૪) જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે… – ભાવાનુવાદ [11]

When the election war will end …

 The train was running at its fastest.
From the Nazi nationalism
to English valor
from American dominance
to commonwealth slavery
he studied along with Freud
the psychology of peasants
and embarked on for train of power.

From a cup of tea
sold on the platform
he learnt the idea of habit.
the habit of people to follow what they like.

He learnt how to manipulate and use
the feelings for the power.
He started selling dreams
to the dream-less mass.
He aroused them fore more.
the train started
from an already versatile state.
Deeply buried in his thoughts
Hitler was still alive.

His courtiers were the followers of Goebbels.
The train accelerated fast
through the spongy hearts of few other states.

He wished to capture the whole fruit.
Now he reached the core of the coconut.
the train was tired now
the train needed some more fuel
and a bit of repairs.
again the same power shots
on character and style
on coughing and mufflers
on the bad luck of enemy
Which are the identity of his opponent
with millions others.

The mufflers made the rope
strong and unbreakable
tied the train from behind
and let not move further
in spite of all his mighty thrusts

his train was moving at its fast
until a muffler man
showed him the red signal.
the vodka, the bunker and the Goebbels
wait him on 10th
when the election war will end
the train will derail
on its own fake rails…..

– Prof. Mukesh Raval

(Dt.090215)

 જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે… (ભાવાનુવાદ)

દોડી રહી હતી એ ટ્રેઈન નિજ પૂરઝડપે
નાઝી રાષ્ટ્રવાદી વિચારધારાથી અંગ્રેજ રણક્ષેત્રીય વીરત્વ ભણી
ને વળી અમેરિકી સત્તાપ્રભાવથી તે રાષ્ટ્રસમૂહ દેશો તણી નિર્માલ્યતા લગી
એણે આત્મસાત કરી લીધું સિગમંડ ફ્રોઈડ મનોવિજ્ઞાની તણી ઢબે
મનોવિજ્ઞાન એ ગ્રામ્યપ્રજા તણું
અને ચઢી બેઠો એ સત્તા તણી ટ્રેઈન ઉપરે.

રેલવે પ્લેટફોર્મે વેચાતા
ચાના એ કપ થકી
શીખી લીધી એણે માદક પ્રભાવકતા આદત તણી
કે લોકટોળાં એને જ અનુસરતાં જે તેઉને ગમતું.

શીખી લીધું એણે વળી ક્યમ ચાલાકીથી કામ નિપટવું
અને વટાવી લેવી ક્યમ લોકલાગણીઓ કરવા સત્તા હસ્તગત.
દિવાસ્વપ્નો વેચવાં શરૂ કર્યાં એ લોકસમુદાય મહીં
જે હતો સાવ જ શુષ્ક  અને વળી સ્વપ્નવિહીન
જગાડી  ઉગ્ર લાલસાઓ તેઉમાં પ્રથમથી જ પામવા અધિક.
ટ્રેઈન તો નીકળી પડી મોજુદા બાહોશ સ્થિતિએ.
વિચારોમાં એના ઊંડેઊંડે ધરબાયેલો
હિટલર હજુય જીવિત હતો !

હજુરિયા દરબારીજનના ભ્રામક પ્રચારો થકી
પકડી લીધો વેગ એ ટ્રેઈને એવો અધિક
કે વિશેષ કૈક પ્રદેશોનાં પોચટ લોકહૃદયો વચાળે સડસડાટ એ વહી ગઈ.

વાંછ્યું તેણે નિજ કાજે ઝડપવા ફળ આખેઆખું,
અને ઊંડેરો એ પહોંચ્યો ખરોય શ્રીફળના ગર્ભ સુધી,
પણ હવે એ ટ્રેઈન થઈ હતી શ્રમિત
અને માગે એ અધિક ઈંધણ ને થોડી મરમ્મત
વળી પાછા ત્રાટકવા એ જ બળે અને એવા જ  રંગઢંગે
દુર્ભાગી ખાંસતા એ વિપક્ષી જન અને તદ તણા મફલર ઉપરે
કે જે ઓળખ બની વિરોધી એના ને લાખો એના સાથીઓ તણી

મફલરોએ વણી લીધું એવું જાડું જ રજ્જુ
કે જે હતું મજબૂત અને વળી અતૂટ પણ
દીધું બાંધી એને ટ્રેઈનના પછવાડે કસકસીને
કે ન હાલે એ ટ્રેઈન અગાડી લગીરે
ભલે ને મારે એ તાકતવર હડસેલા અધિકાધિક !

દોડ્યે જતી હતી એની ટ્રેઈન પૂરઝડપે
કે જ્યાં લગણ એ મફલરવાળાએ લાલ સિગ્નલ ન ધર્યો.
સ્વઘાત પૂર્વેની હિટલરની આખરી ચુસકી વૉડકાની બન્કર મહીં
ને વળી ગૉબેલ્સ જેવા દુષ્પ્રચારના અંજામ એ સઘળાં તણી
કરો પ્રતીક્ષા આગામી દસમી સુધી
કે જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે
અને પેલી ટ્રેઈન નિજ કૃત્રિમ પાટાઓ પરથી
ખડી પડશે ભોંય ઉપરે !

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(તા.૦૯૦૨૧૫)

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , ,

(૪૫૦) મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !!! (ભાવાનુદિત કાવ્ય) [2]

My wife knows this affair too

When the new month gives a thrust
she meets me on the first
hugs me with all her heart
with all her lust and feminine art.

 My wife knows this affair too
that I love her and do her woo
she envies not sure our closeness
though she is far behind in race.

 We do court at public places
never in a suite with closed sashes
she offers her wings for a long drive
on the sea-shore, at the archive.

 Nothing misses her observant eyes
she compensates all my sighs
Oh ! Her departure brings tears to me
I stand dumb like a leafless tree.

 She fuels my journey and dreams too
pours in some wine old from Timbactoo
her presence lingers in my reverie
mistake me not , it’s my salary…

 * * *

– Mukesh Raval

(Pots of Urthona – A Collection of Poems)

# # # # #

મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !!! (ભાવાનુદિત કાવ્ય)

નવીન માહ આવી જ્યારે પુગતો,
પ્રથમ દિને જ એ અચૂક આવી મુજને મળતી
અને હૃદયોલ્લાસે આલિંગતી મુજને,
નિજ વિષયાક્ત સ્ત્રૈણ નજરે ને વળી નખરે !

મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું,
કે ન ચાહું માત્ર એને, પ્રણયઆરાધન પણ કરું !
ન તો અવ નૈકટ્યે કદીય ઈર્ષાગ્નિએ એ પ્રજળતી,
હતી દૂરસુદૂર તોયે નિજ શોક્યસંગે પ્રણયદોડ મહીં !

જાહેર સ્થળોએ બિન્દાસ્ત અમે એકમેકને મળતાં,
નહિ કે કો’ દબદબાપૂર્ણ ફરેડીબંધ કમરા મહીં જ !
વળી અર્પંતી તે કાર્યાલયે, ઊડવા કાજ નિજ પાંખો મુજને,
કાપવા કાજે દીર્ઘ મજલ સમદરતટ ઉપરે !

કશુંય ન ચુકાય એનાં સચેત લોચન થકી, અને
શમન કરી દેતી મુજ સકળ નિસાસા તણું ત્વરિત !
અરે, વસમું પ્રયાણ તેનું છલકાવે મુજ ચક્ષુ અશ્રુ થકી,
અને રહી જાઉં હું ઊભો, જ્યમ પર્ણવિહીન હોય કો’ તરુવર !

મુજ સફર અને સપનાંને સદા પૂરું પાડે ઈંધણ એ જ વળી તો,
કદીક દંદુડીય કરી જતી પુરાણી મદિરા તણી સુરાહી મહીંથી !
ઉપસ્થિતિ તદ તણી મુજ કલ્પનાતરંગોને વિલંબતી –
બાંધો ના કો’ ગેરસમજ મુજ વિષે, એ તો છે મારી માહવારી આમદની !!!

– મુકેશ રાવલ ( મૂળ અંગ્રેજી કાવ્યકાર)

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

[Timbactoo (Non-dictionary word)ના બદલે અહીં ‘સુરાહી’ (મદિરાપાત્ર) શબ્દ પ્રયોજ્યો છે.]

* * * * *

(ભાવાનુવાદક વલીભાઈ મુસા)
(
પ્રૉફેસર મુકેશ રાવલના કાવ્યસંગ્રહ ‘Pots of Urthona’માંથી સાભાર)

# # # # #

(યુ.કે.ના વિવિધ કાવ્યસંગ્રહો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં વીણેલાં ઉત્તમ કાવ્યો તરીકે કેટલાંક ચયન પામેલાં અને ૫૦૦થી પણ અધિક વિદેશી વાચકોના પ્રશંસાત્મક પ્રતિભાવો મેળવેલાં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ “Pots of Urthona” (કલ્પનાનાં પાત્રો) એ પ્રૉફેસર મુકેશ રાવલની એક અનોખી સિદ્ધિ અને ગુજરાતના ગૌરવ સમાન ઘટના છે. તેઓશ્રીએ તેમના ઉપરોક્ત કાવ્યના ભાવાનુવાદ માટે ઉદાર સંમતિ આપી છે, તે બદલ તેમનો ખૂબખૂબ આભાર.)

– વલીભાઈ મુસા
(તા.૦૫૧૨૧૪)  

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

સરનામું :

પ્રો. મુકેશકુમાર એમ. રાવલ,

એસોસિએટ પ્રૉફેસર,
ડિપાર્ટેમેન્ટ ઑફ ઈંગ્લીશ
જી. ડી. મોદી કૉલેજ ઓફ આર્ટ્સ
હાઈવે ચાર રસ્તા,

પાલનપુર -૩૮૫ ૦૦૧ (જિ. બનાસકાંઠા)

પુસ્તક પ્રાપ્તિ : –

Pots of Urthona

ISBN 978-93-5070-003-7

મૂલ્ય : રૂ|. ૧૫૦/-

પ્રકાશક :-

શાંતિ પ્રકાશન,

ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ,

ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ,

અમદાવાદ – ૩૮૦ ૦૧૩

 

 

 

 

 

 

Tags: , , , , , , , , , , , , , , ,