(ગાગાગાગા ગાગાગાગા)
ગોરી રાધે, ભેદ જ શાને?
કાળા કાને, ભેદ જ શાને?
રાધે કાનો, ઊલટ વાને
વાન વચાળે, ભેદ જ શાને?
દૈવી વાણી, સઘળા ધર્મે
ધર્મો મધ્યે, ભેદ જ શાને?
ડાબેજમણે, લિપિકા હોયે
ભાષા માંહે, ભેદ જ શાને?
લોહી રાતું, સૌનું તોયે
જાતો અંગે, ભેદ જ શાને?
નરનારીની કાયા સરખી
લૈંગિક સબબે, ભેદ જ શાને?
જીવવું મરવું, સરખેસરખું
જીવન અર્થે, ભેદ જ શાને?
ઈશ્વર અલ્લા સરખા તોયે
ભજવા આડે, ભેદ જ શાને?
આમ ‘વલી’ સમજે, સમરસ સહુ
પાછા એને, ભેદ જ શાને?
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
તા.૨૨૧૧૧૭
(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા. તા.૨૪૧૧૧૭)
લેખોમાં ઉપહાસ, વક્રોક્તિ, કટાક્ષ, વ્યંગ, વિનોદ, મર્મ, હાજરજવાબીપણું, ઠિઠિયારો, શબ્દશ્લેષ વગેરે યુક્તિઓ-પ્રયુક્તિઓ થકી હાસ્યરસને એવી રમતિયાળ શૈલીએ રમાડ્યો છે