(તકતી – ગાગાગાગા)
મૌને મળ્યાં!
જિહ્વા ગળ્યાં?
કાંઇક તો છે,
મનમાં બળ્યાં!
હેત અમારાં,
છે તો ગળ્યાં!
પણ રે શું આ?
રજ ના ચળ્યાં!
ઋજુ છો, તોયે
ક્રોધે જળ્યાં!
ચહું હુંય, થાઓ
મુજથી હળ્યાં!
મુખ તો ખોલો,
ક્યાં છે છળ્યાં?
એવું તો નહિ?
વિરાગે ઢળ્યાં!
મૌન તમારાં,
ભીતર દળ્યાં.
તડપાવો ના,
થાઓ લળ્યાં!
ન રહો હજુયે
ગાલો ફૂલ્યાં
યાચું ‘વલી’ હું
થાઓ ખીલ્યાં!
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
(તા.૨૯૧૧૧૭)
(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.૨૮૧૧૧૭)
[…] ક્રમશ: (7) […]