મસ્તાના હાદજનો,
વાલીડા-ડીઓ આજકાલ કાંઈ ખીલે છે, હાસ્ય દરબારમાં! ઘણીવાર તો હાદમાં હદ કરી નાખે છે, પણ મજા તો ખરેખર ખૂબ પડે છે. Free Style કુસ્તી જેવું! હમ્બા દીધે જ રાખો ફાવે તેમ અને ફાવે તેવું! દે ધનાધન… દે ધનાધન….
પણ હવે મૂળ વાતે આવું તો તમારા માટે હાહા- ૧૧ નું નજરાણું થોડા સમયમાં જ પેશે ખિદમત થશે. મધુર દાંપત્યજીવનના પ્રસંગો, કટાક્ષો, શબ્દચિત્રો, ઘર બહારનાં અને ક્વચિત ઘરની અંદરનાં ટીખળો, રમુજો, રિસામણાં, મનામણાં વગેરે વગેરે વગેરે (ત્રણ વખત વગેરે બોલાઈ/લખાઈ ગયું!) Auction ની જેમ એક વાર, બે વાર અને ત્રણ વાર; તો બીજી વાતો મેલો પડતી અને હાસ્ય હાઈકુ- ૧૧ કરો વાંચવા શરૂ …..
હાસ્ય હાઈકુ – ૧૧
ભર નિદ્રાએ
ફરી ગયાં પડખું!
કર્યા શું કિટ્ટા!
– વલીભાઈ મુસા (ભારતીય ઓળખે)
– Musa William (વિદેશી ઓળખે)
નોંધ:- તરબુચે છરી પડે કે છરીએ તરબુચ પડે, કામ તો એકનું એક હોયે!
[…] Click here to read in English […]