RSS

Tag Archives: નવ વિષે

(224) ૯ (નવ) વિષે અવનવું – હાદના દાયરેથી (૪)


અમેરિકા સ્થિત મારા મિત્રો ડો. રાજેન્દ્ર ત્રિવેદી અને શ્રી સુરેશ જાનીના બ્લોગ ‘હાસ્ય દરબાર’ ઉપરના મારા ગેસ્ટ બ્લોગર તરીકેના કેટલાક લેખો પૈકીનો એક “ ‘ન બોલ્યાના નવ ગુણ!’, પણ કોઈક તો ગણાવો કે એ નવ ગુણ કયા?” શીર્ષકે આ શબ્દોમાં ચર્ચાચોરે એક ગતકડું મૂકેલું કે “એ તો અમારી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ઈયળરહિત સુધારેલી જાતનાં બોર હોય તો ટપોટપ વેચાય; પરંતુ અલ્યાં ભાઈબહેનો, સદીઓથી કહેવાતું આવ્યું છે કે ‘ન બોલ્યાના નવ ગુણ!’, પણ કોઈક તો ગણાવો કે એ નવ ગુણ કયા?”

અહીં આખીય ચર્ચા બે વિરોધાભાસી ઉક્તિઓ ‘બોલે તેનાં બોર વેચાય!’ અને ‘ન બોલ્યાના નવ ગુણ’ વિષે રસપ્રદ રીતે એવી સરસ જામી પડી કે જેમાં વીસેક જેટલા હળવા હાસ્યે વિદ્વતાપૂર્ણ જે પ્રતિભાવો મળ્યા તેમાં અહીં કોપી પેસ્ટ કરેલો મારો જ એક પ્રતિભાવ મારા બ્લોગના વાંચકો માટે અહીં પ્રસ્તુત કરતાં હું અત્યંત ખુશી અનુભવું છું. તો આગળ વાંચો : Read the rest of this entry »

 
3 Comments

Posted by on October 1, 2010 in લેખ, હાસ્ય

 

Tags: , , ,