RSS

Tag Archives: બહુવિધતા

(૪૮૪) “તાત્ત્વિક સ્વગતોક્તિ”- શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૨)

Soliloquy of Essence

 

While descending

into my personal universe

scattered along the way I found

unfinished dreams

faded memories

mistaken identities

broken promises

un-confessed sins

deflated egos.

Continuing my descent

into innermost recesses

of my nascent space,

At last I reached

the end of all multiplicities

dawn of my singularity.

There I heard hum

of my existence

very essence of

my being.

-Vijay Joshi

 

* * * * *

 

તાત્ત્વિક સ્વગતોક્તિ (ભાવાનુવાદ)   

(અછાંદસ)

 

નિજિ દુનિયામાં

જ્યારે હું અવરોહણ કરું છું,

ત્યારે મુજ માર્ગે જોવા પામું હું,

વેરાયેલાં અત્ર, તત્ર સર્વત્ર

કંઈ કેટલાંય સપનાં અધૂરાં,

ધૂંધળી વળી યાદદાસ્તો

ને ભૂલભરી પહેચાનો,

તોડેલાં વચનો

ને વણકબૂલ્યાં પાપો

અને વળી જામી ગયેલો અહમ્ પણ ખરો !

હજુય મારું અવરોહણ ધપે ભીતરે

આવિર્ભાવ પામતા અવકાશ મહીં

ઊંડેરી આંતરિક વિશ્રાંતિ ભણી.

છેવટે હું પહોંચ્યો

બહુવિધતાઓનીય પેલે પાર

મુજ એકલતાના નૈકટ્યે.

અહો ! ત્યાં તો ગુંજન શ્રવ્યું મેં –

મુજ અસ્તિત્વનું,

મુજ હોવાપણાના તત્ત્વનું !

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

સંક્ષેપ :

આ એક સ્વગતોક્તિ છે કે જ્યાં માણસ પોતે જ પોતાના વિચારોને મોટેથી પોતાને જ ઉદ્દેશીને બોલી સંભળાવતો હોય છે.

આ એક અંતરયાત્રા છે, આત્મનિરીક્ષણ છે, નવજીવન છે.  અહીં પોતાની જાતને, પોતાના આત્માને, પોતાના ચૈતન્યને, પોતાનામાં રહેલા નિર્દોષ શૈશવને કે જે આપણા સૌમાં વસે છે તેની શોધ આદરીને તેને પામવાનો પ્રયત્ન છે. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે આપણા આત્મતત્ત્વને જાગૃત કરવાનું છે, આપણા ચૈતન્યને દેદીપ્યમાન બનાવવાનું છે.

આપણી આ આંતરિક શોધ થકી આપણી ભૂતકાલીન એવી કેટલીય બાબતો કે જે ભુલાઈ ગઈ હોય, અણદેખી થઈ  હોય કે અવગણાઈ હોય એ સઘળી પુન: પ્રત્યક્ષ થઈ જતી હોય છે. આ શોધ થકી વીતી ગયેલી જીવનપળોની યાદદાસ્ત તાજી થતી હોય છે, અહંનો ક્ષય થતો હોય છે, ખોટું સાચામાં પરિણમતું હોય છે, વગેરે…વગેરે.

જાતમાં ઊંડા ઊતરવાની આ સફર ત્યાં સુધી ચાલુ રહેતી હોય છે કે જ્યાં સુધી આપણે એ તત્ત્વના હાર્દ સુધી પહોંચીએ, એને જાણી લઈએ અને એનું પ્રગટીકરણ કરી લઈએ. આ કક્ષાએ પહોંચ્યા પછી માનવી પરમ શાંતિનો અનુભવ કરી શકે છે.

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

# # # # #

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

* * * * *

 

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577

નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

 

 

Tags: , , , , ,

 
aapnuaangnu.com/

ગુજરાતી સાહિત્ય-કલાને સમર્પિત બ્લોગ

હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગુગમ - કોયડા કોર્નર

વિશ્વભરના ગુજરાતીઓને ચરણે- કોયડાઓ

saania2806.wordpress.com/

Philosophy is all about being curious, asking basic questions. And it can be fun!

sharmisthashabdkalrav

#gujarati #gujaratipoetry #gazals #gujaratisongs #gujarati stories #hindi poetry

ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-21

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

Tim Miller

Poetry, Religion, History and Art

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

એક જ ‘ઈ’ અને ‘ઉ’માં ‘રૅશનલ વાચનયાત્રા’

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

SUCCESS INSPIRERS' WORLD

The World's leading success industry

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે