સુજ્ઞ વાચકો,
‘અક્ષરનાદ’ના ધારક અને સંપાદક શ્રી જિજ્ઞેશભાઈ અધ્યારૂએ ‘પન્તી -ધ સ્લીપ ઑફ પૅન !’ ના વિષયવસ્તુને વાર્તાલેખનની રૂઢિગત પદ્ધતિથી અલગ ગણાવીને મને પોરસ ચઢાવ્યો છે, જે મારા માટે ભવિષ્યે હજુપણ વાર્તાલેખનના નિતનવા આયામો સર કરવા માટે પ્રોત્સાહક અને દીવાદાંડીરૂપ બની રહેશે.
આ વાર્તા ‘અક્ષરનાદ’ ઉપર પ્રથમવાર જ તા. ૧૪ મે, ૨૦૧૪ના રોજ પ્રસિદ્ધ થઈ ચૂકી છે, જેને આપ નીચેના લિંકે વાંચી શકો છો. આ લિંકથી આપને વાર્તા વાંચવા તો મળશે જ, સાથેસાથે ગુજરાતી ભાષાનાં ગુણવત્તાયુક્ત લખાણોને પ્લેટફોર્મ પૂરું પાડે છે, તેવા બ્લૉગજગતમાં આગવું સ્થાન ધરાવતા ‘અક્ષરનાદ’ બ્લોગનો પણ આપને પરિચય થશે; જો કદાચ આપ એનાથી અજાણ હશો તો.
પન્તી -ધ સ્લીપ ઑફ પૅન !
કોઈને એમ થશે કે ‘ભાઈ, તમારી જ વાર્તા બીજા ઘરે વાંચવા અમને કેમ મોકલો છો અને અહીં કેમ નહિ ?’, તો આનો જવાબ હું મિતભાષામાં એટલો જ આપીશ કે યજમાન બ્લોગર અને લેખક વચ્ચેની આચારસંહિતાના ભાગરૂપ આ વ્યવસ્થા છે.
આ વાર્તા મારા અન્ય બ્લોગ ‘વલદાનો વાર્તાવૈભવ‘ ઉપર તા.૨૮-૦૫-‘૧૪થી સીધી વાંચી શકાશે.
ધન્યવાદ,
સસ્નેહ,
વલીભાઈ મુસા
[…] Click here to read in Gujarati […]