RSS

Tag Archives: વસ્તીવિસ્ફોટ

(૩૧૨) માળી આ મોંઘવારી! (હાસ્યકાવ્ય- સોનેટ)

(અછાંદસ)


ગર્વભેર વદતા આપણા ઘઈડિયાઓ,

તેઉની સોંઘવારીને બિરદાવતાં

અને અવ મોંઘવારીને ભાંડતાં,

તોલમોલ વગરનાં કટુ અને કચવાં વેણે!


ગર્વભેર વદતા કે ‘મારું વાલીડું, રૂપિયાનું અઢી શેર ઘી,

એક રૂપિયે અને બે આને મણ ઘઉં, તક મફત,

બકાલાસહ મરચાં-કોથમીર મફત, પરબે ઉદક મફત,

પણ હા, માનવી મોંઘાંમૂલાં પ્રેમભાવભાવે!


ગ્રામીણ, શહેરી કે રાનીજન મુખે,

શર્કરા-આવરણી શબ્દગુટિકાએ કહીએ તો,

બસ એક જ વાત કે,

માળી ખર-માદાના પેટ તણી આ મોંઘવારીએ તો હદ કરી!


કિંતુ, વસ્તીવિસ્ફોટ ડામવાના સઘળા ઈલાજો જ્યારે થાયે વિફળ,

આ એક મોંઘવારી જ વ્હારે આવતી, જ્યમ સર્પ સીધોદોર થાયે દર મહીં!


– વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

(શબ્દાર્થ: ઘઈડિયા=વયોવૃદ્ધજન; કચવું=ગંદુ, અશિષ્ટ; શેર=466.5 ગ્રામ; આનો=12 પૈસા; તક=છાશ; ઉદક=પાણી; રાનીજન=આદિવાસીજન;શર્કરા-આવરણી=Sugar-coated; ગુટિકા=ગોળી (Tablet); ખર-માદા=She-donkey)

 

Tags: ,