સાચાં પ્રેમીને,
વૅલન્ટાઇનડે તો,
બારે મહિના ! (૧૮૯)
જીવનભર,
નિજ વૅલન્ટાઇન,
જીવનસાથી ! (૧૯૦)
હોળી ગુલાલે,
વૅલન્ટાઇનડે તો,
ગુલાબ વડે ! (૧૯૧)
ધર્યું ગુલાબ,
વૅલન્ટાઇન ડેએ,
થપ્પડ સાટે ! (૧૯૨)
રહો સાબદા,
વૅલન્ટાઇનડેએ,
*પાદત્રાણથી ! (૧૯૩)
ગોઠણ સામે,
ગોઠણભર ઝૂકી
ધરે ગુલાબ ! (૧૯૪)
ગોઠણભર
વૅલન્ટાઇન ડેએ,
તરડે પેન્ટ ! (૧૯૫)
પીળા જુલાબે
વૅલન્ટાઇનડે રે,
સાવ જ ફ્લોપ ! (૧૯૬)
‘આઈ લવ યુ’ –
કાર્ડ થોકડાબંધે
સસ્તાં પડતાં !!! (૧૯૭)
કાળાબજારે
વૅલન્ટાઇનડેએ,
ગુલાબ ખપે ! (૧૯૮)
હિમ પડતાં,
વૅલન્ટાઇનડેએ,
નષ્ટ ગુલાબ ! (૧૯૯)
* પગરખું
-વલીભાઈ મુસા
[…] Click here to read in Gujarati […]