‘હેલો, વલીભાઈ. વેબ કેમેરાથી અમે ત્રણેય જણ તમને દેખાતા હોઈશું જ. મારા ફોનનું સ્પીકર On છે. મારી પાસેના બે મિત્રોને ઓળખી લો. ‘રાત્રિ’ પણ તેમના ઘરેથી આપણી સાથે જોડાએલા છે. લ્યો, પૂછવાનું શરૂ કરો.’
‘ભાઈઓ, જરા તમારાં નામો જણાવશો?’
‘ના જી, અમારાં નામોથી આપને શું નિસ્બત? અમારાં કામથી જ અમને જાણી લો. હું છું Liar અને મારો જોડીદાર છે, Lawyer! મારું કામ ન મનાય તેવું જૂઠું બોલવાનું અને મારા પાર્ટનરે દલીલોથી તેને સાચું સાબિત કરી આપવાનું!’
‘પેલી દુનિયાભરની કોર્ટકચેરીઓ અને રાજકારણમાં થતું આવે છે તેવું જ કે?’
‘શું ‘રાત્રિ’ભાઈ બોલ્યા કે? હા, તો મિ. Liar, એક સેમ્પલ થવા દેશો કે?’
‘હા,હા. કેમ નહિ? ઈન્ટરવ્યુ તો છે. અમે સુરદાજીના ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં એક પચાસેક ફૂટ ઊંચું ઝાડ જોયું, જેની ટોચ ઉપરનાં પાંદડાં એક બકરી ખાતી હતી!’
‘તમે આ વલદાને મૂર્ખ નહિ બનાવી શકો! તમારો Lawyer શું દલીલ આપવાનો હતો! હું જ કહી દઉં કે એ ઝાડ ઊંડા ખાડામાં ઊગેલું હતું! આ તમારું પહેલું જ સેમ્પલ મૌલિક નથી. અકબર બાદશાહના ત્યાં તમારો જ નાતીલો આ જૂઠ બોલ્યો હતો. તમે તો ભૂતકાળની વાત તમારા નામે ચઢાવો છો, કેમ સુરદા બરાબર કે?’
‘ભાઈ વલદા, આ વકીલજીને તો બોલવા દો! બોલો ભાઈ, તમારું શું કહેવું છે?’
‘જનાબ, મારે જે જવાબ આપવાનો હતો, તે જ વલદા અંકલે આપી દીધો છે! પણ તેમનો આક્ષેપ કે અમે ભૂતકાળની કોઈ વાતને અમારા વર્તમાન તરીકે ખપાવીએ છીએ, તેના સામે મારો સખ્ત વાંધો છે. હકીકતમાં તો પેલા બાદશાહવાળા જૂઠિયાએ તો ભવિષ્યમાં એટલે કે આજે અમે જે બોલવા જવાના છીએ કે બોલ્યા હોત તેને પોતાના વર્તમાનમાં ખપાવીને અમારા જ કોપીરાઈટ જેવા કલાકૌશલ્યને પોતાના નામે ચઢાવી દીધું છે, તેને તો તમે લોકો Clean Chit આપતા હો તેવું મને તો લાગે છે! તમને કદાચ ખબર નહિ હોય, પણ તેઓ બંને ત્રિકાળ જ્ઞાની હતા અને આ કોન્ફરન્સ જે ચાલી રહી છે, તેની પણ એ લોકોને ખબર જ હતી!’
‘માન ગએ, ભીરુ માન ગએ! બહોત ખુબ, બહોત ખુબ!’ Read the rest of this entry »
[…] ક્રમશ: (7) […]